વાંચી લો આ સરળ ટિપ્સ, જે તમારા પાર્ટનર સાથે ક્યારેય પણ નહિં થવા દે ઝઘડો

સંબંધ તૂટવાનું કારણ ગુસ્સો

image source

જયારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય છે તો તે વ્યક્તિમાં સમજવા-વિચારવાની ક્ષમતા નથી રહેતી. રિલેશનશિપમાં પાર્ટનર્સની વચ્ચે ઝગડા કે મનભેદ થઈ જવા કોઈ મોટી વાત નથી, પરંતુ ગુસ્સો નિયંત્રણમાં નથી રહેતો તો કેટલીક વાર આ જ ગુસ્સો સંબંધ તૂટવાનું કારણ પણ બની જાય છે.

જયારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય છે તો તે વ્યક્તિમાં સમજવા-વિચારવાની ક્ષમતા નથી રહેતી. રિલેશનશિપમાં પાર્ટનર્સની વચ્ચે ઝગડા કે મનભેદ થઈ જવા કોઈ મોટી વાત નથી, પરંતુ ગુસ્સો નિયંત્રણમાં નથી રહેતો તો કેટલીક વાર આ જ ગુસ્સો સંબંધ તૂટવાનું કારણ પણ બની જાય છે. ગુસ્સામાં આપણે પાર્ટનરને એવી કડવી વાતો કહી દઈએ છીએ, જેના વિષે આપણે ક્યારેય વિચાર્યું નથી હોતું.

image source

કેટલીક વ્યક્તિઓ ગુસ્સામાં જાણી-જોઇને પાર્ટનરને નીચું બતાવવાનો પ્રયત્ન કરે છે અને કઈપણ ઊંધું-સીધું બોલવા લાગે છે. આવી વાતો સહન કરવી બધાના માટે સંભવ હોતી નથી અને જયારે દિલ પર ઘાવ લાગી જાય છે તો કોઈને કોઈ પાર્ટનર સંબંધ તોડી પણ નાખે છે. તેમજ, જયારે બીજા પાર્ટનરનો ગુસ્સો ઉતરી જાય છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે, તેણે ગુસ્સામાં કેટલું મોટું નુકસાન કરી દીધું છે.

જે વ્યક્તિઓ સમજદાર અને સંવેદનશીલ હોય છે, તેઓ પોતાના ખોટુ વર્તન કરવા માટે પશ્ચાતાપ કરે છે અને પાર્ટનરની માફી પણ માંગે છે, પરંતુ કેટલીક વાર સંબંધ તોડવાનો નિર્ણય લઈ લીધેલ પાર્ટનર પર તેની કોઈ અસર થતી નથી. જીવનમાં સંબંધો અનમોલ હોય છે. સંબંધોનું તૂટવું ખુબ દુઃખદ હોય છે. આવી પરિસ્થિતિમાં પોતાના પર નિયંત્રણ રાખવું ખુબ જરૂરી બની જાય છે.

image source

કેટલીક વ્યક્તિઓ બ્રેકઅપનું દુઃખ સહન ના કરી શકવાના કારણે નશાની આદતનો શિકાર બની જાય છે, તો કેટલીક વ્યક્તિઓ ડીપ્રેશનમાં ચાલ્યા જાય છે, ઉપરાંત કેટલીક વ્યક્તિઓ તો આત્મહત્યા પણ કરી લે છે. ચાલો જાણીએ કે, આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ.

-સંબંધો હંમેશા માટે હોઈ શકતા નથી.:

આ વાતને સમજી લેવું જોઈએ કે, કોઈપણ સંબંધ જરૂરી નથી કે હંમેશા માટે હોય. પારિવારિક સંબંધોમાં એક બંધન હોય છે. લાખો ઝગડાઓ થાય, પારિવારિક સંબંધો નથી તૂટતા, પરંતુ પ્રેમના સંબંધ કઈક અલગ જ હોય છે. તેને ક્યારેય પણ ટેક્ન ફોર ગ્રાન્ટેડ માનીને ચાલવું જોઈએ નહી. મેરેજના સંબંધમાં પણ છૂટાછેડા થવા એક હકીકત છે. પછી તે પ્રેમના સંબંધ ક્યારેય પણ, કોઇપણ કારણોથી તૂટી શકે છે. એટલા માટે શાંત રહેવાનો પ્રયત્ન કરો, નહિતર તો જીવનના બીજા ક્ષેત્રોમાં મુશ્કેલીઓ વધી શકે છે.

image source

-પાર્ટનરને હકીકત જણાવી દો.:

કોઇપણ સંબંધ સમાનતાના આધાર પર બને છે. કોઈને પણ પોતાના પાર્ટનરની સામે હકીકત રાખવાનો અધિકાર હોય છે. કેટલીક વાર હકીકત કડવી હોય છે. જ્યાં સુધી કેજ્યુઅલ રીલેશનશીપની વાત છે, તો એમાં મોટાભાગની વ્યક્તિઓ પાર્ટનરની કેટલીક વાતોને નજર અંદાજ કરી દે છે. પરંતુ જો વ્યક્તિ કોઈ રિલેશનશિપ માટે ગંભીર અને ડેડીકેટેડ હોય છે, તેમને પાર્ટનરની સામે હકીકત રાખવાનો અધિકાર હોય છે. એટલા માટે સંબંધોનો પાયો ઊંડો હશે તો પાર્ટનર કડવી હકીકતને પચાવી લેશે. આવું ના થાય તો આ સમજી લેવું કે, સંબંધ ફક્ત કોઈ સુવિધા માટે હતા.

-પોતાને શાંત રાખો.:

image source

કોઇપણ સંબંધ સામાન્ય કારણોથી નથી તૂટી શકતા. પાર્ટનર્સની વચ્ચે ગુસ્સો અને તણાવની બાબતો ઘણી વાર થાય છે, પરંતુ સંબંધ યથાવત રહે છે. થોડાક સમય પછી બધું જ પહેલા જેવું થઈ જાય છે. પરંતુ જો કોઈ વાતથી પાર્ટનર વધારે ગુસ્સે થઈ જાય કે પછી સંબંધ તોડી દે તો જરૂર તેની પાછળ કોઈ ખાસ વાત હશે. એટલા માટે તેના પર વિચાર કરો અને પોતાને શાંત રાખો.

-વારંવાર પાર્ટનરને મનાવો નહી.:

image source

કેટલીક વ્યક્તિઓ પાર્ટનરના સંબંધ તોડી લેવા પર એટલા બધા દુઃખી થઈ જાય છે કે, તેઓ પોતાના પાર્ટનરને વારંવાર મનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ બધા પ્રયત્નો બેકાર સાબિત થઈ જાય છે, કેમ કે આજે જમાનો ટેકનોલોજીનો છે. આપ જો કોઈને સીધી રીતે નથી મળી શકતા તો ફોન, મેસેજ, સોશિયલ મીડિયા કે ઈ-મેઈલ દ્વારા પણ પોતાની વાત રાખી શકે છે. પરંતુ જો ગુસ્સામાં પાર્ટનર આપને આ સોશિયલ મીડિયા પર કે પછી ફોનમાં બ્લોક કરી દીધા છે, તો આપ કઈપણ નથી કરી શકતા. એટલા માટે આપે આપના મનને ક્યાંક બીજી જગ્યાએ વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરો, પોતાના કામ પર ધ્યાન આપો અને વ્યસ્ત રહો.

-જરૂરી નથી કે ભૂલ આપની જ હોય.:

image source

જો પાર્ટનર લાખો પ્રયત્નો કરવા છતાં પણ આપની સાથે વાત નથી કરી રહ્યા તો, આપના મેસેજ કે મેઈલના કોઈ જવાબ નથી આપી રહ્યા અને આપ પાર્ટનરને મનાવવાના ચક્કરમાં વારંવાર માફી માંગી રહ્યા છો તો એક વાર જરૂર આ વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ કે, શું જયારે ઝગડો થયો ત્યારે ભૂલ આપની જ હતી, શું આપના પાર્ટનરની કોઈ ભૂલ હતી જ નહી ?

એ વાત ના ભૂલવી જોઈએ કે, તાળી એક હાથથી નથી વાગતી. જો ગુસ્સામાં આપે પાર્ટનરને ખરું-ખોટું કહ્યું તો શું પાર્ટનરનો વ્યવહાર સંયમિત હતો ? એટલા માટે બધું જ ભવિષ્ય છોડી દેવું અને પોતાના આત્મ સમ્માનને બનાવી રાખો. શક્ય છે કે, પછીથી પાર્ટનરને પોતાના અભિમાનનો એહસાસ થાય અને આપની અને આપના પાર્ટનરની વચ્ચે ફરીથી સંબંધ પહેલાની જેમ યોગ્ય થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ