આ હોટલોની વાત છે કંઇક અલગ જ, પૂરી સ્ટોરી વાંચીને તમે પણ હસી પડશો ખડખડાટ

વિશ્વભરમાં એવી અનેક નામી અનામી રેસ્ટોરન્ટ આવેલી છે જે અન્ય રેસ્ટોરન્ટ કરતા કઇંક જુદી જ ભાત પાડતી હોય.

image source

કોઈ રેસ્ટોરન્ટ પોતાની ડીશના કારણે પ્રખ્યાત છે કોઈક વળી કોઈ પોતાની વિષેશ સર્વિસને કારણે પ્રખ્યાત છે.

પણ દુનિયામાં એવી પણ કેટલીક રેસ્ટોરન્ટ છે જે પોતાની વિશેષ થીમના કારણે સૌનું ધ્યાન ખેંચે છે. આવી રેસોરન્ટો પૈકી 5 રેસ્ટોરન્ટ અને તેની વિશેષતાઓ વિશે જાણીએ.

1). કાયાબુકીયા ટેવર્ન

image source

કાયાબુકીયા ટેવર્ન નામની આ રેસ્ટોરન્ટ જાપાનના શહેર ટોક્યો ખાતે આવેલી છે. અહીંની વિશેષતા એ છે કે અહીં આવનાર લોકો માટે જમવાનું કોઈ મહિલા કે પુરુષ નહીં પણ વાંદરા લઈ આવે છે.

હોટલ માલિક દ્વારા વેઈટર વાંદરાઓ એ રીતે ટ્રેઇન્ડ કરાયા છે કે તે કસ્ટમરને ભૂલચૂક વિના એ જ ખાણું પીરસે છે જે તેણે ઓર્ડર કર્યો હોય. જમ્યા બાદ આ વાંદરાઓ કસ્ટમરને ટુવાલ આપવાની સર્વિસ પણ કરે છે.

2). પ્રીજન થીમ રેસ્ટોરન્ટ, ચીન

image source

ચીનના તીયાજીન શહેરમાં આવેલી આ પ્રીજન થીમ રેસ્ટોરન્ટ પણ વિચિત્ર રેસ્ટોરન્ટ પૈકી એક છે. કેમ કે અહીં કસ્ટમરોને ટેબલ ખુરશી કે કાઉન્ટર પર ભોજન પીરસવામાં નથી આવતું પરંતુ તેઓને જેલના સળિયા પાછળ બેસાડીને જમવાનું આપવામાં આવે છે.

image source

એટલું જ નહીં અહીં ભોજન પીરસતા વેઈટર પણ જેલરના યુનિફોર્મમાં સર્વિસ પુરી પાડે છે. ટૂંકમાં કહીએ તો આ રેસ્ટોરન્ટ તમને જેલનો માહોલ ફીલ કરાવે છે. જો તમને પણ ગુન્હો કર્યા વિના જેલમાં જઇ સ્વાદિષ્ટ ભોજન કરવાનું મન થતું હોય તો ચીન જવાનો પ્લાન બનાવી લો.

3). આઈસ રેસ્ટોરન્ટ, દુબઇ

image source

દુબઇ રેતાળ પ્રદેશથી ઘેરાયેલા અરબ દેશો પૈકીનો એક દેશ છે. અહીંની ગરમીથી તો ભલભલાની હવા નીકળી જાય. જો કે આવા વાતાવરણનો ફાયદો કેમ ઉઠાવવો તે અહીંની આઈસ રેસ્ટોરન્ટના સંચાલકોએ જાણી લીધું છે. આ આઈસ રેસ્ટોરન્ટ સંપૂર્ણ બરફથી બનાવવામાં આવી છે ત્યાં સુધી કે અહીંના ટેબલ, ખુરશી વગેરે પણ બરફથી બનેલા છે.

image source

 

આ માટે રેસ્ટોરન્ટનું અંદરનું તાપમાન શૂન્યથી પણ નીચું હોય છે માટે અહીં આવનાર દરેક કસ્ટમરને રેસ્ટોરન્ટનો સ્ટાફ પહેલા જેકેટ પહેરવા માટે આપે છે. ખાસ વાત એ છે કે અહીં કસ્ટમરોને જમવાની આઇટમો ઓન બરફથી બનેલી હોય તેવી આપવામાં આવે છે.

4). હાર્ટ એટેક ગ્રીલ રેસ્ટોરન્ટ, અમેરિકા

image source

અમેરિકાના લાસવેગાસ શહેરમાં આવેલી આ હાર્ટ એટેક ગ્રીલ રેસ્ટોરન્ટનું નામ સાંભળીને જ તમને અંદાજ આવી ગયો હશે કે આ રેસ્ટોરન્ટની થીમ શેના પર આધારિત હશે. જો તમે એવું ધાર્યું છે કે આ રેસ્ટોરન્ટમાં હોસ્પિટલ જેવો માહોલ હશે તો તમે સાચા છો.

image source

આ રેસ્ટોરન્ટમાં આવનાર કસ્ટમરને દર્દીનો ડ્રેસ પહેરાવાય છે. અહીંની મહિલા વેઇટરો નર્સની ભૂમિકામાં હોય છે જ્યારે ભોજન બનાવનાર માસ્ટર ચીફ ડોકટરના પહેરવેશમાં હોય છે. અહીંની ડિશના નામ પણ હોસ્પિટલના શબ્દો પર આધારિત છે જેમ કે લાઈન ફ્રાઇઝ, બાયપાસ બર્ગર, કોરોનેરી હોટ ડોગ વગેરે…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ