Airtel, Vodafone-Ideaના યુઝર્સ છો? તો હવે તમારું ખિસ્સુ થશે વધારે ખાલી કારણકે..

વોડાફોન એરટેલ અને આઈડિયા ના ગ્રાહકો માટે ફરી એકવાર મોટો ઝટકો.

ફરી એકવાર વોડાફોન આઈડિયા અને એરટેલ એના ઇનકમિંગ કોલ માં વેલીડિટી પ્લાન મા ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે. ગયા ડિસેમ્બરમાં જ પોતાના ભાવમાં કર્યો હતો વધારો એ હવે ફરીથી વધારો કરવા જઈ રહ્યા છે. પ્રિ-પેડના બધા કસ્ટમરને ભાવવધારો લાગુ પડશે. કેટલો ભાવવધારો કર્યો અને ક્યાં ક્યાં પ્લાનમાં ભાવ વધ્યો ચાલો જાણીએ.

image source

જણાવી દઈએ કે આ મિનિમમ પ્લાન એ એકરીતે ઇન્કમીંગ કોલ વેલીડિટી પ્લાન છે એમાં તમને થોડા દિવસની વેલીડિટી સાથે થોડોક ટોકટાઇમ મળે છે. સૌથી પહેલા આપણે એરટેલ ના પ્લાન વિશે વાત કરીએ.

image source

એરટેલ એ પોતાના 24 રૂપિયા વાળા પ્લાન મા ભાવવધારો કરીને 45 રૂપિયા કરી દીધો છે. જેમાં તમને 28 દિવસની વેલીડિટી મળશે આ પ્લાન મા તમારે પહેલા કરતા 21 રૂપિયા વધારે ચૂકવવાના થાય છે. ભાવવધારા પછી એરટેલ મા વેલીડિટી પ્લાનની કિંમત કઈક આવી 45, 49 અને 79 રૂપિયા થઈ ગઈ છે.

image source

એરટેલ ના 45 રૂપિયા વાળા પ્લાન મા કોઈ ટોકટાઇમ મળતો નથી ખાલી 28 દિવસની વેલીડિટી મળે છે. અને કોલિંગ રેટ 2.5 પૈસા પ્રતિ સેકન્ડ લાગે છે. સાથે એમાં કોઈ ડેટા પણ મળતો નથી એની સામે 49 વાળા પ્લાનમાં 38.52 રૂપિયા ટોકટાઇમ મળે છે અને સાથે 100 mb ડેટા પણ મળે છે જેની 28 દિવસ ની વેલીડિટી રહે છે.

જ્યારે 79 વાળા પ્લાનમાં 64 રૂપિયા ટોકટાઇમ મળે છે જે 28 દિવસની વેલીડિટી મળે છે. સાથે 200 mb ડેટા પણ મળે છે. આ પ્લાનમાં 60 પૈસા પ્રતિ મિનિટ ના કોલ દરે વાત થાય છે.

image source

વોડાફોન માં 24 રૂપિયા વાળો પ્લાન છે જેની વેલીડિટી 14 દિવસ ની હોય છે અને એમાં 100 દિવસની નાઇટકોલિંગ મળે છે. આ ઉપરાંત આઈડિયા અને વોડાફોન પાસે 49 અને 79 વાળા પ્લાન પણ છે જેની વેલીડિટી 28 દિવસની મળે છે. આઈડિયા પાસે 24 રૂપિયા વાળો કોઈ પ્લાન નથી.

image source

વોડાફોન અને આઈડિયાના 49 વાળા પ્લાનમાં 38 રૂપિયા ટોકટાઇમ 100 mb ડેટા મળે છે જેની વેદ્યતા 28 દિવસની રહે છે. તેનો કોલ દર 2.5 પૈસા પ્રતિ સેકન્ડ છે. જ્યારે 79 વાળા પ્લાનમાં 64 રૂપિયા ટોકટાઇમ મળે છે અને સાથે 200 mb ડેટા મળે છે. આ પ્લાનમાં કોલદર 1 પૈસે પ્રતિ સેકન્ડ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ