તસવીરોમાં જોઇ લો એવા ત્રણ મશહૂર વૈજ્ઞાનિકોને, કે જેમના શરીરના ખાસ અંગોને સેંકડો વર્ષો બાદ હજુ પણ સાચવી રખાયા છે

વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે મૃત્યુ પામેલા આપણા સ્વજનોના શરીરની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. જો કે અલગ અલગ ધર્મમાં અંતિમ ક્રિયાની પ્રણાલી અલગ અલગ હોય છે. પરંતુ મોટા ભાગે અંતિમક્રિયાની જે પ્રથા પ્રચલિત છે તે દફનાવવાની છે.

image source

પરંતુ દુનિયાના અમુક દેશોમાં મૃત્યુ પામેલા લોકોના અંગોને સાચવી રાખવાનું પણ ચલણ છે. આજે અમે આપને વિશ્વના એવા ત્રણ વૈજ્ઞાનિકો વિષે જણાવવાના છીએ જેમના અંગોને સેંકડો વર્ષોથી સુરક્ષિત સાચવી રાખવામાં આવ્યા છે. એ ક્યા વૈજ્ઞાનિકો છે અને તેના ક્યા અંગોને સાચવવામાં આવ્યા છે આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

ઈટાલીના મશહૂર વૈજ્ઞાનિક ગેલેલીયો ગેલીલીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ એ વૈજ્ઞાનિક છે જેણે વિશ્વને દૂરબીનની શોધની ભેટ આપી. તમને જાણીને નવાઈ લાગશે કે ગેલેલીયો ગેલીલીની એક આંગળી, અંગુઠો અને કરોડરજ્જુના એક હાડકાને ઈટાલીના જ ફોલેરેન્સ શહેરમાં આવેલા એક સંગ્રહાલયમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવ્યું છે. વર્ષ 1737 માં જયારે ગેલેલીયો ગેલીલીના મૃત શરીરને એક કબરમાંથી કાઢી અન્ય કબરમાં રાખવામાં આવી રહ્યું હતું તે દરમિયાન તેમના ઉપરોક્ત અંગોને કાઢવામાં આવ્યા હતા.

image source

આ લિસ્ટમાં બીજું નામ છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આ એક એવું નામ છે જેનું નામ પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ મોઢે હોય. સદીના સૌથી પ્રભાવશાળી શોધ કરનારા વૈજ્ઞાનિકોમાં પણ આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક છે. તેમના મૃત્યુ બાદ વર્ષ 1955 માં તેમની આંખોને કાઢી ન્યુયોર્કના એક સલામત સ્થળે રાખવામાં આવી હતી. એ સિવાય તેમના મગજને પણ કાઢી લેવામાં આવ્યું હતું. જેના પર અન્ય વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી રિસર્ચ કર્યું જેથી એ જાણી શકાય કે તેના મગજમાં એવું તે શું હતું કે તેઓ આટલા મોટા વૈજ્ઞાનિક બન્યા.

image source

થોમસ આલ્વા એડિસન. જી હા, લાઈટ બલ્બ, ફોનોગ્રાફ અને કેમેરા જેવી નોંધનીય શોધ કરનાર થોમસ આલ્વા એડિસન પણ એવા વૈજ્ઞાનિક છે જેના મૃત્યુ બાદ પણ તેનો અંશ સાચવી રાખવામાં આવ્યો હોય. જો કે અન્ય વૈજ્ઞાનિકોની જેમ થોમસ આલ્વા એડિસનના શરીરનો કોઈ અંગ સાચવી રાખવામાં નથી આવ્યો પરંતુ તેના છેલ્લા શ્વાસને સાચવી રાખવામાં આવ્યો છે. અમેરિકાના મિશિગન શહેરના સંગ્રહાલયમાં એક પરખનળીમાં તેમના જીવવનો છેલ્લો શ્વાસ હજુ સાચવી રાખવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ