PM મોદીએ લિંક્ડઇન વેબસાઇટ પર કોવિડ-19ના સમયમાં જીવન- શીર્ષક સાથે લખ્યો લેખ, વાંચ્યો તમે?

પી.એમ મોદી પણ કોરોનાના કારણે પ્રોફેશનલ જીવનમાં આવેલા પરિવર્તનને અપનાવી રહ્યા છે.

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. હજારોની સંખ્યામા આ વાયરસના કારણે લોકો મરી રહ્યા છે. ભારત પર પણ તેની માઠી અસર પડી છે. જેના કારણે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ પાડ્યું છે. અને લોકોને ઘરેથી કામ કરવાનો એટલે કે વર્ક ફ્રોમ હોમ કરવાનો વારો આવ્યો છે. અને કેટલાક લોકોને પોતાના ઘરને જ ઓફિસમાં બદલવાનો વારો આવ્યો છે.

અને તે જ બાબતે પીએમ મોદીએ લિંક્ડઇન વેબસાઇટ પર કોવિડ-19ના સમયમાં જીવનના શિર્ષક હેઠળ એક સુંદર લેખ લખ્યો છે. પી.એમ મોદીએ આ લેખમાં કોવિડ-19ના સમયમાં વ્યવસાયુઓ અને યુવાનોના જીવમાં જે પરિવર્તન આવ્યું છે તે વિષે જણાવ્યું છે.

image source

તેમણે આ લેખમાં જણાવ્યું છે કે આજે ઘરેથી જ કામ કરવાનું હોવાથી લોકો કામ કરવાની નીત નવી પદ્ધતિ શોધી રહ્યા છે.

પી.એમ મોદી લેખમાં જણાવે છે કે સદીના ત્રીજા દાયકાની શરૂઆત ખૂબ જ ઉથલપાથલો સાથે થઈ છે. કોવીડ-19 તેની સાથે સાથે ઘણા ભંગાણો લઈને આવ્યું છે. કોેરોનાવાયરસે ખરેખર ખૂબ જ અર્થપૂર્ણ રીતે પ્રોફેશનલ જીવનની રૂપરેખા બદલી નાખી છે.

આજકાલ ઘર જ ઓફિસ બની ગયું છે. ઇન્ટરનેટ એક નવો મીટીંગરૂમ બની ગયો છે. હાલના સમયમાં સાથી કર્મચારીઓ સાથેનો ઓફિસબ્રેક જાણે ઇતિહાસ બની ગયો છે.

image source

હું પણ આ પરિવર્તનનોને અપનાવી રહ્યો છું. મોટા ભાગની મીટીંગ્સ, તે પછી સાથી મંત્રીઓ સાથેની હોય, અધિકારીઓ સાથેની હોય કે વિશ્વના વિવિધ નેતાઓ સાથેની હોય બધું જ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ રહ્યું છે.

વિવિધ ગ્રાઉન્ડ લેવલ પરની વાસ્તવિકતા જાણવા માટે સમાજના વિવિધ અગ્રણીઓ સાથે વિડિયોકેોન્ફરન્સ દ્વારા માહિતિ મેળવવામાં આવી રહી છે. વિવિધ એનજીઓ, સીવીલ સોસાયટીના જૂથો અને સામાજીક સંસ્થાઓ, તેમજ રેડીયો જોકી સાથે પણ વાતો થઈ રહી છે. આ ઉપરાંત હું સમાજના વિવિધ ભાગોમાંથી ફીડ બેક મેળવવા માટે રોજ ઘણા બધા ફોન કોલ્સ પણ કરી રહ્યો છું.

લોકો પોતાનું કામ કરવા માટે વિવિધ રસ્તાઓ શોધી રહ્યા છે. આપણા ફિલ્મ સ્ટાર્સ દ્વારા કેટલાક ક્રિએટીવ વડિયો પણ ફરી રહ્યા છે જેમાં તેઓ લોકોને ઘરે રહેવા માટે સમજાવી રહ્યા છે. આપણા ગાયકોએ એક ઓનલાઇન કોન્સર્ટ પણ કરી હતી. ચેસ પ્લેયર્સ પણ ડીજીટલી ચેસ રમી રહ્યા છે અને આ રીતે તેઓ કોવીડ-19 સામેની લડતમાં ફાળો આપી રહ્યા છે. એક અત્યંત નવિન અભિગમ !

આજે વિશ્વ એક નવા જ બિઝનેસ મોડેલને અપનાવી રહ્યું છે.

image source

પી.એમ મોદી આ નવા વ્યવસાય અને કાર્ય સંસ્કૃતિને નીચેના સ્વરો પરથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે. જેમ ઇંગ્લીશ ભાષામાં આ સ્વરો જરૂરી છે તેવી જ રીતે કોવીડ-19 બાદના જગત માટેના કોઈ પણ બિઝનેસ મોડેલ માટે પણ આ સ્વરો મહત્ત્વના રહેશે.

A – એડપ્ટેબીલીટી અર્થાત્ અનુકૂલનક્ષમતા

E- એફિશિયન્સી અર્થાત્ કાર્યક્ષમતા

I – ઇનક્લુઝિવીટી અર્થાત્ સર્વસમાવેશકતા

O – ઓપોર્ચ્યુનીટી અર્થાત્ તક

U – યુનિવર્સલિઝમ અર્થાત્ સાર્વભૌમિકતા – સર્વહિતવાદ

image source

તેમણે આ લેખ દ્વારા દેશના નાના દુકાનદારોએ જે રીતે સામાજીક વ્યવસ્થા જાળવી રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે તેને પણ બિરદાવ્યા હતા. અને તેમના આ યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે તેવી ભાવના પણ વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ ડિન્સ્ટન્સીંગ એક પડકાર છે તેવું પણ માન્યું હતું.

કોવીડ – 19 એટેક કરતા પહેલાં જાતી, ધર્મ, રંગ, જ્ઞાતિ, કે ભાષા કે પછી સરહદો કશું જ નથી જોતો.

અને આવા સંજોગોમાં આપણી પ્રતિક્રિયા અને આચરણ પણ એકતા તેમજ ભાઈચારાથી ભરપૂર હોવા જોઈએ. આ મહામારીમાં આપણે બધા એક સાથે છીએ.

image source

ઇતિહાસમાં દેશો તેમજ સમાજ એકબીજાની વિરુદ્ધ લડી રહ્યા હતા પણ આજે આપણે બધા આ એક સમાન પડકારનો સામનો કરી રહ્યા છે. માટે જ આપણું ભવિષ્ય ઐક્ય અને સ્થિતિસ્થાપકતાનું રહેશે.

ભારત તરફથી આગામી મોટા ખ્યાલો વૈશ્વિક સુસંગતતાવાળા હોવા જોઈએ. આ વિચારો માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર માનવજાત માટે હકારાત્મક પરિવર્તનો લાવવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ