શું એલિયનનું અસ્તિત્વ છે? જાણો આ લેડીએ શું કર્યો દાવો..

વિશ્વમાં માનવ સિવાય પણ કોઈ જીવ છે એ વાત ને અત્યાર સુધી કોઈ સંપૂર્ણ વિશ્વાસ અને પુરાવા સાથે નકારી શક્યું નથી.

image source

ખાસ કરીને વિદેશોમાં અંતરિક્ષ યાત્રી અને તેના યાન એટલે કે યુએફઓ આકાશમાં દેખાયાની ઘટનાઓ સમયાંતરે ઘટતી જ રહે છે.

ત્યારે હાલમાં જ એક મહિલા અંતરિક્ષયાત્રીએ એલિયનનું અસ્તિત્વ હોવાની શક્યતા દર્શાવતું નિવેદન કરતા ફરી એલિયનના વિષયે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.

image source

અંતરિક્ષમાં પહોંચનારી પ્રથમ બ્રિટિશ મહિલા અંતરિક્ષયાત્રી ડો. હેલેન શરમને તાજેતરમાં જ પ્રસિદ્ધ મેગેઝીન ઓબ્ઝર્વરને મુલાકાત આપી હતી અને એ મુલાકાત દરમીયાન જ તેણીએ એલિયનનું અસ્તિત્વ હોવાની શક્યતા દર્શાવી હતી.

28 વર્ષ પહેલા અંતરિક્ષની યાત્રા કરનાર ડો. હેલેન શરમને જણાવ્યું હતું કે, ” બ્રહ્માંડમાં દરેક પ્રકારના જીવ જીવે છે બસ આપણે તેને જોઈ નથી શકતા. એવી જ રીતે એલિયન્સ પણ છે અને તેને પણ આપણે જોઈ નથી શકતા કારણ કે તે માનવથી બિલકુલ અલગ દેખાય છે. અને આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. ”

image source

ડો. હેલેને વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્માંડમાં એટલા બધા તારાઓનું અસ્તિત્વ છે કે તેમાં જીવનના દરેક પ્રકારના રૂપ હોવા જોઈએ. શું તેઓ મારા કે તમારા જેવા હોઈ શકે ? શું તેઓની રચના કાર્બન અને નાઇટ્રોજનની હશે ? કદાચ નહિ. પરંતુ એ શક્ય છે કે તેઓ આપણી વચ્ચે અસ્તિત્વ ધરાવે છે પરંતુ આપણે તેને અનુભવી નથી રહ્યા.

કોણ છે ડો.હેલન શરમન ?

image source

ઉલ્લેખનીય છે કે 56 વર્ષીય ડો. હેલેન શરમને અંતરિક્ષયાત્રી બન્યા પહેલા 1991 માં કેમિસ્ટ તરીકે કામ કર્યું હતું.

ત્યારબાદ તેણી મનમાં ઉદભવતા અનેક હકારાત્મક અને નકારાત્મક વિચારોના વંટોળિયા વચ્ચે હિંમત દાખવીને મિશન સોયુઝ-TM-12/TM-11” માં ભાગ લીધો હતો અને પ્રોજેક્ટ જૂનોમાં શામેલ થવા 13000 જેટલા અન્ય પ્રતિસ્પર્ધીને પછાડી અંતરિક્ષમાં પહોંચનારી પ્રથમ બ્રિટિશ મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું હતું.

image source

ભલે ડો. હેલનને અંતરિક્ષયાત્રી બન્યાને 28 વર્ષ વીતી ચુક્યા છે પરંતુ અંતરિક્ષ સ્ટેશનથી પૃથ્વીનું દ્રશ્ય ડો.શરમન હજુ પણ નથી ભૂલી. ડો.શરમન કહે છે કે પૃથ્વીને ઉપરથી જોવાથી વધીને કોઈ સૌંદર્ય નથી.

અમારા યાનના ટેક-ઓફ બાદ જયારે અમે પૃથ્વીના વાતાવરણમાંથી બહાર આવી ગયા હતા ત્યારે અચાનક યાન્ની બારીમાંથી પ્રકાશના કિરણો પ્રવેશ્યા. એ સમયે અમે પ્રશાંત મહાસાગરની ઉપર હતા.

image source

વાદળી રંગના એ સમુદ્રને જોઈ જાણે મારા શ્વાસ રોકાય ગયા હતા. અંતરિક્ષમાંથી પૃથ્વીને જોવાની એ પળને હું ક્યારેય નહિ ભૂલી શકું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ