ઠંડા વિસ્તારના યાત્રાધામમાં પણ દેવીની મૂર્તિને આવે છે પરસેવો, નવરાત્રીમાં અહીંનું વાતાવરણ જોવા જેવું હોય છે.

હિમાચલ પ્રદેશમાં આવેલું એક જાણીતું યાત્રાધામ છે, જેને દેવીભૂમી કહેવામાં આવે છે. આમેય આ વિસ્તાર પ્રવાસીઓ માટે ફરવા આવવાના કેટલાક સ્થળોમાંથી એક છે. તેને કારણે, તે હિમાચલ આવતા પ્રવાસીઓ માટે જાણીતું છે. આ સ્થળ અહીંના ચંબા જિલ્લાના પ્રખ્યાત દેવીપતિ ભલેઈ માતા મંદિરને કારણે વધુ જાણીતું થયું છે. જેમ જેમ લોકોને આ મંદિર વિશે જાણ થતી જાય છે તેમ તેમ તેની ખ્યાતી વધતી જાય છે.
ભલેઈ માતાના મંદિરમાં, દરરોજ હજારો લોકો ભક્તો આવે છે, પણ ભક્તોને નવરાત્રીમાં આ મંદિર પર વિશેષ આસ્થા છે. આ મંદિર તેના વિશેની ખાસ પ્રકારની અને વિચિત્ર લાગતી માન્યતા વિશે વધુ જાણીતું છે. એક એવી માન્યતા જેના પર અહીં આવેલા ભક્તો વિશિષ્ટ શ્રદ્ધા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દેવી માતાની મૂર્તિને પરસેવો થાય છે.
માતાજીની મૂર્તિને પરસેવો વળે છે.


અહીં દર્શને આવતા લોકો પણ માને છે કે જ્યારે દેવીની મૂર્તિ પરસેવો આવે છે, ત્યાં હાજર રહેલા બધા ભક્તો તેમના હૃદયમાં રહેલી મનોકામના પૂરી થાય છે. તે ઉલ્લેખનીય છે ભલેઈ માતાનું અહીં ખૂબ સરસ અને રમણીય સ્થાન પર મંદિર આવેલું છે. અહીંના પૂજારીનું કહેવું છે કે આ ગામમાં દેવી ભલેઈ માતા સ્વયં પ્રગટ થયાં હતાં. તે પછી જ અહીં તેમનું મંદિર બાંધવામાં આવ્યું હતું.
આપણે અનેક દેવી દેવતાઓના પરચા અને ચમત્કારો વિશે સાંભળતાં હોઈએ છીએ. જેમાં ક્યારેક આપણને ફકત વહેમ લાગે છે તો ક્યારેક કોઈ સ્થાનના પ્રભાવ પર આપણને શ્રદ્ધા પણ બેસી જતી હોય છે. પરંતુ આ ખરેખર નવાઈ લાગે એવી બાબત છે કે એક કે બે જણને નહીં પણ વર્ષોથી હજારો ભક્તોને એવી અનુભૂતિ થાય કે માતાજીની મૂર્તિમાંથી પરસેવો વહે છે. ખરેખર, જોવા જઈએ તો આ વિસ્તાર હિમાચલ પ્રદેશનો છે અને ત્યાં આપણાં દેશની સૌથી વધુ ઠંડી પડતી હોય ત્યાં પરસેવો થવો એજ એક ચમત્કારથી ઓછું ન કહેવાય.