આ સંકેતો જણાવે છે કે તમે થાઈરોઈડથી પીડિત છો કે નહિં, જાણો લક્ષણો અને બચવાના ઉપાયો

આજકાલ કોને કઈ બીમારી લાગુ પડી જાય તે કહી ન શકાય. ભાગદોડ ભરેલા જીવનમાં લોકો વિવિધ પ્રકારના રોગોનો ભોગ બની રહ્યા છે. પરંતુ, ઘણી વખત લોકોને એવી બીમારી આવી જાય છે, જેના વિશે તેઓ જાણતા પણ નથી હોતા. આવી જ એક બિમારી છે થાઇરોઇડ, જે આ દિવસોમાં ખૂબ ફેલાય રહી છે. તેથી આજે અમે તમને થાઇરોઇડના લક્ષણો અને તેનાથી બચવા માટેના ઉપાય વિશે જણાવીશું. તો ચાલો આપણે થાઇરોઇડના લક્ષણો અને તેને આયુર્વેદિક ઉપાય દ્વારા ઠીક કરવાના ઉપાયો.

થાઇરોઇડના લક્ષણો

image soucre

ઘબરાહટ અને ધ્રુજારી: થાઇરોઇડના લક્ષણોમાં ધ્રુજારીની સાથે થાઇરોઇડગ્રંથિ (હાયપરથોયરાયડિજ્મ) માં વધારો થાય છે.

એકાગ્રતાનો અભાવ: થાઇરોઇડમાં હાયપરથાયરોઇડિઝમ (થાઇરોઇડ હોર્મોનનું ઉંચુ સ્તર) અને હાઇપોથાઇરાડિઝમ (થાઇરોઇડ હોર્મોનનનું ખૂબ જ નીચુ સ્તર) બંનેના કાર્ય અસર થઈ શકે છે. થાઇરોઇડના લક્ષણોમાં સુસ્તી અને હતાશાની સાથે સાથે એકાગ્રતાનો અભાવ પણ થઈ શકે છે.

image source

માસિક સ્રાવમાં પરિવર્તન: થાઇરોઇડ ક્યારેક ક્યારેક અતિ વધારે અથવા લાંબા સમય સુધી માસિકધર્મમાં રક્તસ્રાવનું કારણ બની શકે છે.

હ્યદયના ધબકારા વધી જાય છે: દિલના ધબકારામાં અચાનક વધારો એ હાઈપરથાઇરોઇડિઝમનું લક્ષણ હોઈ શકે છે.

દર્દ: થાઇરોઇડમાં સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે.

image source

વજન ઘટવો: થાઇરોઇડ લક્ષણોની સૌથી મોટુ લક્ષણ વજનનું સામાન્યથી ઓછુ હોવું
કોલેસ્ટરોલનું ઉંચુ સ્તર: થાઇરોઇડવાળા વ્યક્તિઓના લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર વધી શકે છે.

ઠંડી લાગવી: થાઇરોઇડ વાળા લોકોને ઠંડીનો અનુભવ વધુ થઈ શકે છે.

શું છે થાઈરોઈડ થવાનું કારણ?

અતિશય તણાવ: થાઇરોઇડ હોવાના કારણોમાં પ્રથમ કારણ જરૂર કરતાં વધુ તણાવ લેવો છે.

image source

હોર્મોનમાં બદલાવ : ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં હોર્મોનનો બદલાવ થાઇરોઇડ હોવાનું કારણ બની શકે છે.

આર્ટિફિશિયલ ચીજોનું સેવન: જો પ્રોટીન પાવડર, સપ્લિમેંટ્સ અથવા કેપ્સ્યુલ્સ જેવા ઉત્પાદનોનું વધુ પડતુ સેવન થાઇરોઇડનું કારણ બની શકે છે.

દવાઓની આડઅસર: થાઇરોઇડ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે દવાઓની આડઅસર.

આયોડિનની ઉણપ: ખોરાકમાં આયોડિનની ઉણપ થાઇરોઇડનું કારણ હોઈ શકે છે.

આ છે થાઈરોઈડના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

હળદરનું દૂધ: થાઇરોઇડથી બચવા માટે રોજ દૂધમાં હળદરને પકાવીને પીવાથી ફાયદો થાય છે.

દુધીનુ જ્યુસ: થાઇરોઇડથી બચવા માટે સવારે ખાલી પેટ પર દુધીનો રસ પીવો.

image source

તુલસી અને એલોવેરા: થાઇરોઇડથી છુટકારો મેળવવા માટે બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરાનો રસમાં મેળવીને પીવો.

લાલ ડુંગળી: લાલ ડુંગળીને બે ટુકડા કરી લો અને સૂતા પહેલા તેને થાઇરોઇડ ગ્રંથિની આસપાસ માલિશ કરો.

ધાણા: થાઇરોઇડની ઘરેલુ સારવાર માટે લીલા ધાણાને પીસી લો અને ચટણી બનાવીને તેને પાણીમાં ભેળવીને પીવો લો. આ એક સંપૂર્ણ આયુરવેર્દિક સારવાર છે જેની કોઈ આડઅસર નથી.

અશ્વગંધા: થાઇરોઇડથી રાહત મેળવવા માટે ગાયના દૂધમાં એક ચમચી અશ્વગંધા પાવડર મેળવીને ખાઓ. આમ કરવાથી થાઇરોઇડથી ઝડપી રાહત મળે છે.

image source

વ્યાયામ: થાઇરોઇડની સારવાર માટે વ્યાયામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ થાઇરોઇડને રોકવામાં મદદ કરે છે.