તસવીરો છે બહુ જ ખતરનાક, જોઇ શકો તો જજો આ વ્યક્તિ મગરમચ્છના જડબામાં મુકે છે માથુ

ગત ચોમાસામાં વડોદરાનો એક વિડીયો વોટ્સએપ, ફેસબુક અને સમાચાર ચેનલો પર ખુબ વાયરલ થયો હતો.

image source

ગત ચોમાસુ અને વડોદરાનું નામ સાંભળતા જ અમુક લોકોને એ લગભગ બે મિનિટનો એ વિડીયો યાદ આવી જ ગયો હશે.

અને જેઓએ તે વિડીયો જોયો નથી તેમને યાદ અપાવી દઈએ કે ગત ચોમાસામાં અતિ ભારે વરસાદને કારણે વડોદરા શહેરના હાલબેહાલ થઇ ગયા હતા.

image source

ચારેકોર પાણી ભરવા લાગ્યું હતું. એ દરમિયાન એક રહેણાંક સોસાયટીમાં ભરાયેલા પાણીમાંથી જીવતી મગરે મોઢું કાઢતા સૌ કોઈના જીવ ઊંચા થઇ ગયા હતા.

એ વિડીયો કોઈએ શૂટ અને શેયર કરતા ગુજરાતભરમાં વાયરલ થયો હતો.

image source

મગરમચ્છ એક એવું જાનવર છે જે પાણીમાં જોવા મળે ત્યાં સુધી આપણે તેનાથી એટલા ભયભીત નથી થતા.

પણ જો એ જ મગરમચ્છ જમીન પર આવી જાય તો ભલભલાના ધોતિયા ઢીલા થઇ જાય.

પરંતુ થાઈલેન્ડ દેશના એક બહાદુર વ્યક્તિને મગરમચ્છથી જરાય ડર જ નથી લાગતો ઉલ્ટાનું તે એની સાથે મિત્રની જેમ રહે અને રમત કરે છે.

image source

તાજેતરમાં જ થાઈલેન્ડમાં આયોજિત થયેલા ક્રોકોડાઇલ શો માં નાકૌન સાવન નામક આ વ્યક્તિએ મગરમચ્છ સાથે હેરતભર્યા કરતબો રજૂ કર્યા હતા.

અસલમાં નાકૌન સાવન એક પ્રાણી સંગ્રહાલયમાં મગરમચ્છ સાથે અવનવા કરતબો રજૂ કરે છે અને હવે ક્રોકોડાઇલ શો માં પણ પોતાની બહાદુરી બતાવે છે જેને જોઈ લોકોને ડર લાગે છે કે ક્યાંક મગરમચ્છ સાવનનો કોળિયો ન કરી જાય.

image source

નાકૌન સાવન પણ જાણે મગરમચ્છ બકરીનું બચ્ચું રમાડતો હોય તેમ તેને ગમ્મત કરાવે છે.

ક્યારેક મગરના મોં માં પોતાનો હાથ નાખી દે તો ક્યારેક વળી તેના જડબામાં પોતાનું માથું..(જુઓ તસવીરોમાં)

image source

નાકૌન સાવન જયારે આવા હેરતભર્યા કરતબો કરતો હોય ત્યારે તેને નજરે જોનારા લોકો પોતાના કેમેરા અને મોબાઈલમાં તેની તસવીરો તથા વિડીયો બનાવે છે.

આવી જ થોડી તસવીરો અહીં આપ જોઈ શકો છો. તસવીરો જોઈને તમને પણ કદાચ નવાઈ લાગશે કે આ માણસની બહાદુરી છે કે મગરમચ્છની રહેમદીલી..

image source

એક વાત ચોક્કસ છે કે જો પ્રાણી પ્રત્યે આપણે સહાનુભૂતિ અને પ્રેમભર્યો વ્યવહાર કરીએ તો શક્ય છે કે તેને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ બેસી જાય.

પણ જો જો હો બધા જાનવર સરખા નથી હોતા. આપણી શેરીના કુતરાઓ પણ ક્યારેક અચાનક ભસીને આપણને ભયભીત કરી મૂકે છે ત્યારે આપણે તો એટલું જ યાદ રાખવું ચેતતા નર સદા સુખી..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ