તેજી બચ્ચને અમિતાભને માર મારતા-મારતા તૂટી ગયો હતો ડંડો, આ પૂરી હકીકત જાણીને તમને પણ લાગશે નવાઇ

એક નાનકડી ચોરીની સજા બદલ માતાએ અમિતાભને એટલો માર માર્યો કે તેમનું આખુ શરીર સૂજી ગયું હતું

image source

એક દિવસ માતા તેજી બચ્ચને અમિતાભને એટલો માર માર્યો હતો કે ડંડો ટૂટી ગયો હતોઃ જાણો આખી વાત

જો તમને એવું લાગતું હોય કે બાળપણમાં તમને જ માર પડ્યો છે બાકી મોટી હસ્તીઓના બાળકોને તો ક્યારેય માર જ નહીં પડતો હોય તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના માતા તેજી બચ્ચન વચ્ચેની આ વાત જાણી લો.

તમને ખ્યાલ આવશે કે માતાના વહાલથી કે માતાના મારથી તો મોટી-મોટી હસ્તીઓ પણ નથી બચી શકતી.

અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના સોશિયલ મિડિયા પર પોતાના પિતા હરીવંશ રાય બચ્ચન તેમજ માતા તેજી બચ્ચનનો અવારનવાર ઉલ્લેખ કરતાં હોય છે અને અનેકવાર તેમણે તેમને સંબોધતાં લાગણીસભર પોસ્ટ પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

image source

પણ તમને એ વાતની ક્યારેય ખબર હતી કે અમિતાભ બચ્ચનને પણ પોતાની માતાના હાથનો મેથીપાક ખાવા મળ્યો હતો. જો તમે એવું માનતા હોવ કે માતાનો માર તો વળી બધા જ ખાતા હોય છે.

પણ અમિતાભ બચ્ચનને તો એવો માર ખાવો પડ્યો હતો કે તેમને મારતા મારતા લાકડી પણ ટૂટી ગઈ હતી.

અમિતાભ બચ્ચન અને તેમના માતા તેજી બચ્ચન વચ્ચેના આ કિસ્સાનો ઉલ્લેખ લેખીકા શીલા ઝુનઝુનવાલાના પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

image source

તેમણે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનને ભલે બદમાશ છોકરાઓમાં નહોતા ગણવામાં આવતા પણ તેઓ પોતાના બાળપણમાં કંઈ ઓછા બદમાશ નહોતા.

અમિતાભને હંમેશા તેમના પિતાના કડક સ્વભાવનો ભય રહેતો હતો. તેમના પિતા હરિવંશ રાય બચ્ચન કડક અનુશાસનમાં વિશ્વાસ ધરાવતા હતા. તેમને ઘરમાં વધારે પડતો અવાજ કે ધમાલ પસંદ નહોતા.

માટે જ જ્યારે પિતાજી ઘરમાં હાજર હોય ત્યારે બન્ને ભાઈ અમિતાભ અને અજીતાભ પોતાના અભ્યાસમાં જ વ્યસ્ત રહેતા.

image source

જો કે બાળક હોઈએ તો સ્વભાવ પણ થોડો ચંચળ તો હોવાનો જ અને આ દરમિયાન અમિતાભ કંઈને કંઈ બદમાશી કરતાં રહેતા જો કે પિતાની હાજીરીમાં તેઓ કશું જ નહોતા કરતાં.

પણ બન્ને દીકરાઓ પિતા કરતાં માતાની વધારે નજીક હતા. જો કે બદમાશી કરતાં માતા તો ચોક્કસ ખીજાતા પણ તે વાતને સારી રીતે સમજાવી પણ દેતાં જેથી કરીને તેઓ બીજીવાર તેવી કોઈ ભૂલ ન કરે.

અને આપણને બધાંને જેમ આપણી માતા પિતાના ગુસ્સાથી અવારનવાર બચાવે છે તેવી જ રીતે અમિતાભ બચ્ચનને પણ તેમના માતા જ બચાવતા હતા.

image source

અને માટે અમિતાભ પોતાની માતાને વધારે પ્રેમ કરતા હતા. પણ એક પ્રસંગ એવો તેમના બાળપણમાં બન્યો હતો કે તે વખતે તેમની માતાના ગુસ્સાથી તેમને કોઈ જ બચાવી નહોતું શક્યું.

પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચનની લાકડીથી એવી પીટાઈ કરવામાં આવી હતી કે બીચારી લાકડી પણ ટૂટી ગઈ હતી અને ત્યાર બાદ અમિતાભ બચ્ચનનું શરીર પણ કેટલાએ સમય સુધી સોજેલું રહ્યું હતું.

વાત કંઈક એમ થઈ હતી કે અમિતાભ બચ્ચને એક દુકાનમાંથી દુકાનદારને જણાવ્યા વગર જ રબર એટલે કે ઇરેઝર લઈ લીધું હતું અને તેના પૈસા પણ ચૂકવ્યા નહોતા. આ પ્રકારના કૃત્યને આપણે ચોરી જ કહેવી જોઈએ.

image source

જોકે તેમણે તે અજાણતા અથવા કહો કે માત્ર એક બાળમશ્કરી તરીકે જ કર્યું હતું. પણ માતાની નજરે આ એક ચોરી જ હતી.

અને જ્યારે તેજી બચ્ચનને આ વાતની જાણ થઈ ત્યારે તેમને અમિતાભ બચ્ચન પર એટલો ગુસ્સો આવ્યો કે તેમણે ઘરમાં પડેલી વાંસમાંથી બનેલી એક લાકડીથી તેમને પીટવા લાગ્યા.

અને તેમને ત્યાં સુધી માર પડ્યો જ્યાં સુધી લાકડી ટૂટી ન ગઈ. અને એક લાકડી ટૂટી ગયા બાદ તેમણે બીજી લાકડી લઈ ફરી અમિતાભને મારવાનું શરૂ કર્યું.

image source

અને અમિતાભ બચ્ચન પિડાના માર્યા બૂમો પાડતા રહ્યા. તેઓ ખૂબ રડ્યા હતા. પણ આ વિષે માતા તેજી બચ્ચનું એવું કહેવુ હતું કે ગુનો કર્યા બાદ પીડા સહન કરવાની પણ તમારામાં હિમ્મત હોવી જોઈએ. અને આ પીડા પોતાની ભૂલને સમજવા માટે અત્યંત જરૂરી હતી.

એક તો અત્યંત માર ખાવાથી તેમનુ શરીર પણ સૂજી ગયું હતું અને ત્યાર બાદ રડી રડીને તેમની આંખો પણ સૂજી ગઈ હતી.

image source

તેઓ બીજા દિવસે શાળાએ પણ જવા નહોતા માગતા પણ માતાએ પરાણે તેમને શાળાએ મોકલ્યા અને એવું કહીને મોકલ્યા કે બધાને ખબર પડવી જોઈએ કે તે ભૂલ કરી છે અને તો જ તારા વર્તનમાં સુધારો આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ