ગુજરાતની આ જગ્યા પર અનેક લોકો જીવતા ભૂંજાયા હતા, જાણો ત્યાં હાલમાં શું બની રહ્યુ છે..

ગોધરા કાંડ પછીના રમખાણો

image source

ગોધરામાં રમખાણો પછી ગુલબર્ગ સોસાયટીમાં ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના દિવસે ૬૯ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાને હવે ૧૮ વર્ષ થઈ ગયા છે. હવે ૧૮ વર્ષ પછી ૨ પરિવાર ગુલબર્ગ સોસાયટીમાં વસવાટ કરવા માટે તૈયાર થયા છે. ચાલો આ પરિવારના લોકો શું કહી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં ગોધરા કાંડની ઘટના પછી થયેલ તોફાનોમાં ગુલબર્ગ સોસાયટી વેરાન બની ગઈ હતી.

image source

૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના દિવસે થયેલ હિંસામાં એકસાથે ૬૯ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારપછી જે લોકો જીવિત રહી ગયા હતા તે લોકો ગુલબર્ગ સોસાયટીને છોડીને ચાલ્યા ગયા હતા. ગોધરામાં થયેલ આ ઘટનાના ૧૮ વર્ષ પછી ૨ પરિવાર ગુલબર્ગ સોસાયટીમાં પાછા રહેવા માટે આવવા તૈયાર થયા છે. આ પરિવાર એવા સમયે ગુલબર્ગ સોસાયટીમાં પરત ફરી રહ્યા છે જયારે ખંભાત થી લઈને દિલ્લીમાં હિંસાનો માહોલ બનેલ છે.

૬ મહિનાની અંદર આ બન્ને પરિવાર ગુલબર્ગ સોસાયટીમાં આવી જશે.

image source

ગુલબર્ગ સોસાયટીના રહેવાસી એવા ફિરોઝ ખાન પઠાન(ઉ.વ.૫૦) કહેવું છે કે “હું મારા બંગલાનું સમારકામ કરાવીશ અને આવતા ૬ મહિનામાં અમે ત્યાં રહેવા જઈશું.” તેઓ એમ પણ કહે છે કે, “ગુલબર્ગ સોસાયટીમાં મારું ઘર ૨૨૦ વારમાં ફેલાયેલ છે. ઉપરાંત ગુલબર્ગ સોસાયટી સિવાય બીજે ક્યાંય આટલું મોટું ઘર હું નહી ખરીદી શકું. મારા માટે દરેક જગ્યાએ પોલીસ સુરક્ષા છે.”

ખાન પરિવારના 10 લોકોના મૃત્યુ થયા હતા.

ફિરોઝ ખાન હાલમાં જુહાપુરામાં મકાન ભાડે રાખીને રહી રહ્યા છે. ફિરોઝ ખાનના પરિવારના ૧૦ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં તેમના ભાઈ, ભાભી, દાદી, મમ્મી,કાકી, ભત્રીજો અને ભત્રીજી સહિતના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. ફિરોઝ ખાને માનવાધિકાર કાર્યકર્તા તીસ્તા સેતલવાડની વિરોધમાં ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યા હતા કે તીસ્તા સેતલવાડ ગુલબર્ગ સોસાયટીના પીડિતોના નામે પૈસા ભેગા કરીને તેનો દુરઉપયોગ કરી રહ્યા છે.

ક્યાં કારણોસર ઘણા લોકો ત્યાં જવા નથી ઈચ્છતા.

image source

બીજી બાજુ ગુલબર્ગ સોસાયટીના રહેવાસી અને અત્યારે જુહાપુરામાં રહીને મ્યુઝીક બેંડ ચલાવનાર ફિરોઝ બાંદેલી શેખનું કહે છે કે બીજા લોકો ત્યાં જશે તો તે પોતે પણ પોતાના જુના ઘરે જશે. તેઓ એમ પણ કહે છે કે, “જો કે ત્યાં ઘણા બધા લોકોના એકસાથે મોત થયા હોવાથી મોટાભાગના લોકો ત્યાં જવા ઈચ્છતા નથી.” લોકો જતા રહેવાથી ગુલબર્ગ સોસાયટી હવે ભૂતિયા લાગી રહી છે.

image source

ઉપરાંત મકાનોમાં લોકોના સળગાવેલા નિશાનો હજી દેખાઈ રહ્યા છે. આ સમગ્ર ગુલબર્ગ સોસાયટીમાં દરરોજ માત્ર એક જ વ્યક્તિ કસમ મન્સૂરી આવે છેં અહિયાં તેનો બીઝનેસ હોવાના કારણે સવારના ૧૦ વાગ્યા થી સાંજે ૬ વાગ્યાની વચ્ચે અહિયાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ