શું તમારા દાંત પીળા પડી ગયા છે? તો અપનાવો આ અસરકારક ઉપાય, અને ચમકાવો દાંત

સ્મિત વધુ સુંદર લાગશે જ્યારે દાંત ચમકતાં હશે,દાંતને સફેદ કરવા માટેનાં અસરકારક 7 ઉપાય.

image source

દાંત સફેદ કરવા માટેની ટીપ્સ:-

દાંત પીળા પડતા હોવાના ઘણાં કારણો છે, જેમ કે ધૂમ્રપાન, ખરાબ ઓરલ હાઇજિન, આનુવંશિક અથવા તમારો આહાર.

સ્ટોરી હાઇલાઇટ્સ:-

* દાંત પીળા થવાનાં ઘણાં કારણો છે.

* ધૂમ્રપાન કરવાથી દાંત પીળા થાય છે.

* ખરાબ ઓરલ હાઇજિન (સ્વચ્છતા) પણ તેમાંનું એક કારણ છે.

image source

એવું કહેવામાં આવે છે કે પ્રથમ છાપ એ જ છેલ્લી છાપ કે પ્રભાવ હોય છે. આવી સ્થિતિમાં, તમારું સ્મિત ખૂબ જ મહત્વનું હોય છે. લોકોને મળતી વખતે તમે કેટલા સરળ સ્વભાવના છો અને તમે કેટલી સરસ રીતે તમારા સ્મિતની અસરને છોડી શકશો, તેની અસર તમારી છબી (ઇમેજ) ઉપર પણ પડે છે. પરંતુ જો તમે લોકોને મળતી વખતે સ્મિત જ નથી કરી શકતા તો, પછી એ એક સમસ્યા છે.

ક્યાંક આનું કારણ તમારા પીળા દાંત તો નથીને. પીળા દાંત દરેક જગ્યાએ વ્યક્તિને શરમમાં મૂકી દે છે. હસતી વખતે અથવા બોલતા સમયે, સામેની વ્યક્તિની નજર સૌ પહેલા દાંત તરફ જ પડતી હોય છે. આ પીળા દાંત ચહેરાની સુંદરતાને બગાડી દે છે.

image source

ચાલો આપણે તમને જણાવી દઈએ કે દાંત પીળાં થવાનાં ઘણાં કારણો છે, જેમ કે ધૂમ્રપાન, ખરાબ ઓરલ હાઇજિન (સ્વચ્છતા), આનુવંશિક અથવા તમારો આહાર. એવાં ઘણાં કારણો છે કે, જે તમારા દાંતની સફેદીને ધીમે ધીમે ઓછી કરતાં જાય છે. તમારે આ પીડાપનથી (યલોનેસથી) શરમમાં મુકાવાની બિલકુલ જરૂર નથી, તેથી નીચે આપેલી ટીપ્સને અનુસરો.

1. અઠવાડિયામાં એકવાર તમારા દાંતને મીઠું અને તેલ વડે સાફ કરો. અડધી ચમચી મીઠામાં સરસવના તેલના બે ટીપાં નાંખો અને દાંતને હળવાથી માલિશ કરો. આમ કરવાથી ધીમે ધીમે પીળાશ દૂર થઈ જશે.

image source

2. અઠવાડિયામાં એક કે બે વાર બ્રશ પર કોલગેટ સાથે એક ચપટી બેકિંગ સોડા પણ લગાવી દો. આ રીતે પણ દાંત પરની પીળાશ ધીરે ધીરે સાફ થઈ જશે.

3. જમ્યા બાદ લીંબુની છાલથી દાંત પર હળવી માલીશ કરો. તમે આ પદ્ધતિને અઠવાડિયામાં બેથી ત્રણ વાર પણ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે છાલને જડબાની વચ્ચે નહીં પરંતુ દાંત પર ઘસો, તેનાથી દાંત ખાટા થઈ જશે અને તમને ખાવામાં તકલીફ પડશે.

4. લીમડો હંમેશાં થીજ દાંત સાફ કરવા માટે વપરાય છે. તેના એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીને લીધે તે દાંતને તમામ રોગોથી પણ દૂર રાખે છે. દાંતની પીળાશ દૂર કરવા માટે લીમડાના દાતણથી દાંત સાફ કરો.

image source

5. જો તમારે દાંત પર લીંબુની છાલ નથી ઘસવી તો, તમે તેના રસથી કોગળા કરી શકો છો. આ માટે, એક ચમચી લીંબુના રસમાં સમાન પ્રમાણમાં પાણી ઉમેરો. આ મિશ્રણથી રોજ જમ્યા બાદ કોગળા કરવા કે મોઢું વીંછળવું. આમ કરવાથી દાંતની પીળાશ પણ દૂર થાય છે અને સાથે સાથે શ્વાસની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે.

6. એપ્પલ સાઈડર વિનેગરથી કોગળા કરવાથી પણ દાંતની પીળાશ ઓછી થઈ જાય છે. આ વિનેગર અને પાણીને સમાન પ્રમાણમાં મીક્સ કરી કોગળા કરો.

image source

7. નારંગીના પાવડરથી પણ દાંત ચમકી શકે છે. બ્રશ કર્યા પછી, આ પાવડરથી હળવા હાથે દાંતને મસાજ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ