અનંત અંબાણીનુ વજન વધવા પાછળ છે કયા કારણો જવાબદાર, જાણો શું કહ્યું આ વિશે નીતા અંબાણીએ..

નાના દીકરા અનંત અંબાણીના વજન વધારા બાબતે નીતા અંબાણીએ દીલ ખોલીને કરી વાત – વજન વધારા પાછળ આ કારણ હતું જવાબદાર

image source

પહેલાના સમયમાં થોડા મેદસ્વી લોકો હોય તો તેને લોકો ખાતાપીતા ઘરના છે તેવું કહેતાં પણ હવે જમાનો બદલાયો છે લોકો વધારે હેલ્થ કોન્શિયલ થયા છે અને લોકો સમજી ગયા છે કે જરૂર કરતાં વધારે વજન એ તમારા સુખની નીશાની નહીં પણ ભવિષ્યમાં તમને દુઃખ તરફ ધકેલતી નિશાની છે. અને માટે જ લોકો પોતાના વજન પર હવે ખાસ નજર રાખતા થયા છે.

સામાન્ય કુટુંબમાં પણ મેદસ્વીતાની સમસ્યાઓ રહેલી જ હોય છે પણ જ્યારે વાત કોઈ સેલેબ્રીટી કુટુંબની થતી હોય તે પછી મનોરંજન જગતનું હોય કે પછી દેશના કોઈ બિઝનેસમેનનું ફેમિલિ હોય ત્યારે લોકો તેમની ચર્ચા કરવાનૂં ચૂકતા નથી. તમે અવારનવાર વાંચ્યું હશે કે સોનમ કપૂર, કરીના કપૂર અને નવીનવી ફીલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં આવેલી સારાઅલી ખાન પણ તેની ટીનએજમાં એટલે કહો કે ફિલ્મોમાં આવતા પહેલાં ઘણી મેદસ્વી રહી ચૂકેલી છે અને તેમણે છેવટે ડાયેટ તેમજ એક્સરસાઇઝનો સહારો લઈને વજન ઘટાડીને ફીટ બૉડી મેળવ્યું છે.

image source

આ સ્ટાર્સની જેમ દેશના ધનાડ્ય બિઝનેસ મેન મુકેશ અંબાણીનો સૌથી નાનો દીકરો કે જેનો જન્મ 10મી એપ્રિલ 1995માં થયો હતો તેનું વજન પણ ખૂબ વધારે હતું. આજથી 6 વર્ષ પહેલાં તેનું વજન 175 કિલોગ્રામ હતું. જેના કારણે તેને સોશિયલ મિડિયા પર અવારનવાર ટ્રોલ પણ કરવામાં આવતો હતો. પણ છેવટે તેની માતા નીતા અંબાણીએ તેના આ અનહેલ્ધી વજનને ઘટાડવાનું બીડુ ઝડપી લીધું અને માત્ર 18 મહિનામાં જ તેનું વજન નોંધનીય રીતે ઘટ્યું હતું. અને તે સમયે નીતા અંબાણીએ દીકરાને ઇન્સ્પાયર કરવા માટે તેની સાથે પોતે પણ વ્યાયામ તેમજ યોગ્ય ડાયેટ ફોલો કર્યો હતો.

નીતા અંબાણીના ત્રણ બાળકો છે બે જોડિયા બાળકો આકાશ અને ઇશા અને ત્યાર બાદ ત્રીજો સૌથી નાનો દીકરો અનંત. અનંતે પોતાનું વજન ઘટાડવા માટે ખૂબ મહેનત કરી હતી અને સ્ટ્રીક્ટ રૂટીન તેમજ ડાયેટ પ્લાન તેણે ફોલો કરવો પડ્યો હતો. જે વિષે નીતા અંબાણીએ એક વાર્તાલાપમાં જણાવ્યું હતું.

image source

તેમણે જણાવ્યું હતું કે અનંતને અસ્થમા છે અને તેના કારણે તેણે સતત હાઇ ડોઝની દવા લેવી પડતી હતી. અને તેના કારણે તેના વજનમાં પણ સતત વધારો થઈ રહ્યો હતો. પણ 2013માં જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ જીત્યું ત્યારે અનંતે ગ્રાઉન્ડ પર ટ્રોફી લેવા જવાનું હતું અને તે ગયો પણ ખરો અને તે વખતની તેની તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગઈ અને તેના મેદસ્વીપણાના કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો અને તે વખતે અનંતે પોતાનું વજન ઘઠાડવાનો નિર્ણય કર્યો.

તેમણે અનંતનું હેલ્ધીલી વજન ઘટાડવા માટે કેટલાક નિષ્ણાતોને હાયર કર્યા. તેમાંના એક હતા તેમના ફિટનેસ ટ્રેનર વિનોદ ચન્ના. અનંતે પોતાના ભારે વજનમાં ઝડપી ઘટાડો કરવા માટે રોજ આકરું વર્કાઉટ કરવુ પડતું. વર્કાઉટની સાથ સાથે તેને યોગ પણ કરાવવામાં આવતા.

image source

આ ઉપરાંત તેણે વેઇટ એક્સરસાઇઝ પણ કરવી પડતી. વેઇટ એક્સરસાઇઝથી શરીરના મસલ્સ ફીટ થાય છે અને તેના માટે ફંક્શનલ ટ્રેનિંગ પણ લેવી પડે છે. તેમજ શરીરને સ્ટેબલ બનાવવા માટે તેમણે નિયમિત સ્ટ્રેચિંગ એક્સરાઇઝ પણ કરવી પડતી.

અનંત અંબાણીનું વજન સામાન્ય કરતાં ઘણું વધારે હોવાથી તેણે વજન ઘટાડવા માટે હેવી કાર્ડિયો એક્સરસાઇઝ પણ કરવી પડતી હતી અને તેના કારણે તેના વજન ઘટાડા પર ઘણી ઝડપથી અસર થઈ. અને તેનું મેટાબોલિઝમ પણ નિયમિત અને મજબૂત બન્યું.

image source

વજન ઘટાડા માટે જેટલું જરૂરી વર્કાઉટ છે તેટલું જ જરૂરી છે એક હેલ્ધી ડાયેટ. અને આટલા વર્ષો તમે જે રીતે મન ફાવે તે ખાઈને મોટા થયા હોય તેનો અચાનક ત્યાગ કરીને હેલ્ધી ડાયેટ તરફ વળવું ઘણું અઘરું હોય છે પણ અનંતે તે પણ કરી બતાવ્યું. તેણે આકરા ડાયેટ પ્લાનને ફોલો કર્યું. તેના ડાયેટમાં શુગર બિલકુલ નહોતી અને કાર્બોહાઇડ્રેટ પણ ખૂબ જ ઓછા. બ્રેડ, ચીપ્સ, સોફ્ટ ડ્રિંક, પિઝા, પાસ્તા, કેક વિગેરે તો સદંતર બંધ કરી દીધાં. અને આ રીતે તેણે પોતાના વજન પણ કાબૂ મેળવ્યો હતો.

image source

જો કે હાલ તેનું વજન ફરી પાછું વધી રહ્યું છે. વજન ઘટાડ્યા બાદ સામાન્ય નિયમ એવો છે કે તમારે ત્યાર બાદ કેટલાક ડાયેટ પ્લાન તેમજ કેટલાક વર્કાઉટ વજનને મેઇન્ટેઇન કરવા માટે ફોલો કરવા જ પડે છે જો તે ચૂકાઈ જાય તો સ્થિતિ પહેલાં કરતાં પણ વધારે બગડી શકે છે. અનંતની પર્સનલ લાઇફની વાત કરીએ તો એવા અહેવાલો છે કે તે મુંબઈના જાણીતા બિઝનેસમેનની દીકરી રાધિકા મર્ચન્ટને ડેટ કરી રહ્યો છે. અને અંબાણી કુટુંબને પણ રાધિકા ખૂબ પસંદ છે તેવું જણાઈ રહ્યું છે કારણ કે તેણી અવારનવાર અંબાણી કુટુંબના મહત્ત્વના પ્રસંગોમાં એક કુટુંબના સભ્યની જેમ જ હાજરી આપતી જોવા મળે છે. જો કે હજુ સુધી નીતા અંબાણી કે મુકેશ અંબાણી દ્વારા તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ