સાસુ-વહુની આ જોડી બરફ ગોળા અને તવા આઇસ્ક્રીમની કરાવે છે લોકોને મોજ, અને કરે છે લાખોની કમાણી, વાંચો અમદાવાદની આ લેડીની સકસેસ સ્ટોરી

તવા આઈસ્ક્રીમ વિથ બરફ ગોલા

image source

આ બિઝનેસની શરુઆત દોઢ લાખ રૂપિયાથી કરવામાં આવી હતી. તાજેતરમાં આ બીઝનેસ ૪ વ્યક્તિઓ સાથે મળીને ચલાવે છે. અમે વાત કરી રહ્યા છીએ જાગૃતિબેન ચોકસીની.

જાગૃતિબેન ચોકસી પરિવારની મદદ અને જીવાદોરી સમાન જલ્પા બેન અને માધવી બેનની સાથે મળીને અમદાવાદના પોર્શ વિસ્તાર પ્રેરણાતીર્થ દેરાસર અને એસજી હાઈ વે પર આવેલ ઓશિયા માર્ટની બહાર જાગૃતિ બેન પોતાના અલગ અલગ પાંચ કાઉંટર્સ ચલાવે છે. આ કાઉંટર્સનું નામ સૌરાષ્ટ્રના નામથી બરફ ગોલા, ફાલુદા અને લાઇવ તવા આઈસ્ક્રીમ અને શેરડીનો રસ પણ ખુબ જ પ્રસિદ્ધ છે.

image source

જાગૃતિ બેન અને તેમના સાથીઓ સાથે મળીને બરફ ગોલા જાતે બનાવે છે એટલું જ નહી તેઓ જાતે જ સર્વ કરે છે. અમદાવાદની કદાચ આવી સાસુ-વહુની પહેલી જોડી હશે. જાગૃતિ બેન અને તેમના સાસુની આ જોડીએ ખરેખરમાં ખુબ કમાલ કરી બતાવી છે.

ઉપરાંત આ ખાણીપીણીના કાઉંટર્સ મહિલાઓ સંભાળતી હોવાથી સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લઈને ગ્રાહકોમાં નહિવત શંકા જોવા મળે છે. આજે મહિલા દિવસના નિમિતે આ સાસુ-વહુની જોડીને અમારા શત શત નમન.

૩૦ થી વધારે ફ્લેવર્સના આઈસ્ક્રીમની આપ મજા માણી શકો છો.

image source

જાગૃતિ બેન ચોકસી દ્વારા તવા આઈસ્ક્રીમની શરુઆત ૪ વર્ષ પહેલા કરવામાં આવી હતી. તવા આઈસ્ક્રીમનો આ વિચાર મુખ્યત્વે મૂળ થાઈલેન્ડનો છે. જાગૃતિ બેને આ તવા આઈસ્ક્રીમનું મશીન યુટ્યુબ સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન રાજકોટથી ખરીદવામાં આવ્યું. તેમજ આ તવા આઈસ્ક્રીમના મશીનની કીમત આશરે ૧ લાખ રૂપિયા છે.

image source

આજે જાગૃતિ બેન અને તેમની ટીમ મળીને 30 થી વધારે ફ્લેવર્સના આઈસ્ક્રીમ બનાવે છે. તવા આઈસ્ક્રીમ કાઉંટર્સ પર આજે નટેલા, નટ્સ, કીટકેટ જેવા ફ્લેવર્સ તો છે જ. ઉપરાંત કેટલાક ઇન્ડીયન ફ્લેવર્સ પણ સામેલ કર્યા છે. જેવા કે, કોથમીર, મરચાં, લીંબુ આ સાથે જ કાજુ અને ગુલકંદનો આઈસ્ક્રીમ ખુબ પ્રખ્યાત છે.

જાગૃતિ બેનના તવા આઈસ્ક્રીમની મોજ માણવા માટે દુર દુરથી લોકો ખાસ આવે છે. આ સાથે જ જાગૃતિ બેન અને તેમની ટીમ ગ્રાહકોની સામે જ ત્રણ મિનીટમાં લાઇવ તવા આઈસ્ક્રીમ બનાવે છે અને સર્વ કરે છે. જાગૃતિ બેનના તવા આઈસ્ક્રીમમાં ઉપયોગમાં લેવાતી બધી જ સામગ્રીઓ FSSI અપૃવ્ડનો જ ઉપયોગ કરે છે.

image source

તવા આઈસ્ક્રીમનું દિવસનું વેચાણ આશરે ચાર હજારની આસપાસ થાય છે. તવા આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધ, ફ્રેશ ક્રીમ, મિલ્ક પાવડર અને મિલ્ક મેડનો બેઝ તૈયાર કરાય છે.

બરફ ગોલામાં પણ કમાલ કરે છે આ સાસુ વહુની જોડી.

image source

જાગૃતિ બેન અને તેમનો પરિવાર અમદાવાદ આવ્યો તે સમયે બરફ ગોલા ખાવાનો ખુબ શોખીન છે પણ સૌરાષ્ટ્ર જેવા બરફ ગોલા તેઓને અમદાવાદમાં ક્યાંય મળી શક્યા નહી. ત્યારે જાગૃતિ બેનને વિચાર આવ્યો કે રાજકોટ અને જામનગર જેવા પ્રખ્યાત બરફ ગોલા અમદાવાદીઓને પણ ખવડાવવામાં આવે.

૨૫ થી વધારે વેરાયટી સર્વ કરવામાં આવે છે.

છેલ્લા ૫ વર્ષથી વેચાઈ રહેલ બરફ ગોલાની શરુઆત બે નાના ટેબલથી કરવામાં આવી છે. આ બરફ ગોલાને પણ લોકોનો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. જેના કારણે જાગૃતિ બેન દર વર્ષે કેટલીક નવી વેરાયટી સાથે શરુ કરે છે

image source

આ વેરાયટીઝ વધારતા વધારતા આજે ૨૫ થી વધારે વેરાયટીઝ જાગૃતિ બેન અને તેમની ટીમ સર્વ કરી રહી છે. અમદાવાદીઓમાં સૌથી વધુ પસંદ કરાયેલ વેરાયટીઝ છે,: ચોકોડીપ, બ્રાઉની ગોલા, માવા રબડી અને નટેલા ડીપ ખુબ જ લોકપ્રિય વેરાયટીઝ બની રહી છે.

FSSI અપૃવ્ડ ફૂડ કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

જાગૃતિ બેન શરુઆતમાં RO પાણીમાંથી બનેલ બહારથી લાવતા હતા પરંતુ હવે તેઓ જાતે જ RO પાણીનો બરફ ઘરે જ બનાવે છે. ઉપરાંત બધી ફ્લેવર્સ પણ તેઓ ઘરે જ બનાવે છે. આ ફ્લેવર્સ બનાવવામાં અને પછી કાઉંટર પર બરફ ગોલા કે ડીશ બનાવતા સમયે સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

જાગૃતિ બેનની દરેક પ્રોડક્ટસ ઉચ્ચ ગુણવત્તાના ફ્લેવર્સ અને FSSI અપૃવ્ડ ફૂડ કલર્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને બરફ ગોલા ખાનાર નાના બાળકો હોય કે મોટેરાઓ કોઈનામાં સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ થાય નહી.

રોજ ૨૦૦ કિલો બરફનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

જાગૃતિ બેન પોતાના બરફ કાઉન્ટરની ડ્રાયફ્રુટ ડીશ, ફ્રુટ ડીશ, રજવાડી ડીશ, માવા મલાઈ ડીશ અને બ્રાઉની ડીશ મળી રહે છે. આમાં આઈસ્ક્રીમ ડીશ ગોલા પણ સામેલ કરવામાં આવ્યા છે. જાગૃતિ બેનના ગોલા ડીશ કાઉંટર પર રોજના ૨૫૦ થી ૩૦૦ વ્યક્તિઓ બરફ ગોલા ખાવા માટે આવે છે. આ બરફ ગોલા અને બરફ ગોલા ડીશ માટે રોજ ૨૦૦ કિલો જેટલા બરફની જરૂરિયાત રહે છે. બરફ ગોલાથી આશરે ૩૦૦૦થી વધારેની આવક મેળવે છે.

ફાલુદા અને શેરડીના રસનું પણ વેચાણ શરુ કરાયું છે.

image source

જાગૃતિ બેને બરફ ગોલા અને આઈસ્ક્રીમમાં સફળતા મળ્યા પછી વિચાર્યું કે ઉચ્ચ ગુણવત્તાના કુલ્ફી, ફાલુદા અને ચોખ્ખો બરફ વગરનો શેરડીનો રસની પણ ગ્રાહકોને સર્વિસ આપવામાં આવે તો.

આ વર્ષે જાગૃતિ બેને બે નવા કાઉન્ટર્સ શરુ કર્યા છે જેમાં એક કાઉંટર પર રોઝ, રાજભોગ, સ્ટ્રોબેરી જેવા સાત ફ્લેવર્સમાં ફાલુદા મળશે ઉપરાંત આ જ કાઉંટર પર અસલી મુંબઈ સ્ટાઇલ રોલ કટ કુલ્ફી. આ કુલ્ફી દુધને ઉકાળીને તેમાં માવો અને મલાઈ ઉમેરીને અસલી મુંબઈનો સ્વાદ આપવામાં આવ્યો છે. ઉપરાંત પાઈનેપલ, મેંગો અને બદામ પીસ્તા કુલ્ફી પણ ખુબ પ્રખ્યાત છે.

image source

અને હવે જે કાઉંટર છે ત્યાં ગ્રાહકોને ખાસ ચોખ્ખો શેરડીનો રસ સર્વ કરવામાં આવશે. આ શેરડીના રસમાં સહેજ પણ બરફ ઉમેરવામાં આવશે નહી. જેથી કરીને શેરડીના રસની અસલી ઘટ્ટતા બની રહે અને પ્રાકૃતિક સ્વાદ સાથે લોકો આ રસનો આનંદ માણી શકે.

પરિવારનો સાથથી સફળતા મેળવવામાં સફળ રહ્યા છે.

image source

જાગૃતિ બેન ચોકસી પોતાની સફળતાનો શ્રેય તેમના પરિવારને આપતા જણાવે છે કે મારી સફળતામાં મારા પરિવારનો સહયોગે ખુબ મહત્વનો ભાગ ભજવ્યો છે. મારો પરિવાર મારી સફળતા માટે મારા કરતા પણ વધારે સમય કામ કરે છે. હું સવારના ૧૧ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી સતત આ કામ સાથે સંકળાયેલ રહું છું.

image source

શોખ પૂરો કરવા માટે શરુ કરાયેલ આ બીઝનેસને દોઢ લાખથી શરુઆત કરાઈ જે આજે છેલ્લા પાંચ વર્ષથી સતત ચલાવી રહ્યા છીએ. ઉપરાંત લોકોનો પણ ખુબ સરસ રિસ્પોન્સ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે જાગૃતિ બેન ચોકસી ડર મહીને આશરે ૨ લાખ રૂપિયાનો બીઝનેસ કરી રહ્યા છે. જે ખરેખરમાં પ્રસંશાને પાત્ર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ