જાણો પ્રેગનન્ટ વુમન્સ માટે વેજ કે નોન વેજ કયુ ડાયટ છે વધારે સારું અને કયુ છે ખરાબ

ગર્ભાવસ્થામાં શાકાહારી ભોજન

ગર્ભવતી થયા પછી મહિલાઓમાં ઉત્કટ ઈચ્છાઓ ખૂબ વધી જાય છે. આવી અવસ્થામાં શાકાહારી મહિલાઓ પાસે જંક ફૂડ્સ અને સ્ટ્રીટ ફૂડ્સ ખાવા સિવાય સરળતાથી ઉપલબ્ધ વિકલ્પ ખૂબ જ ઓછા હોય છે. એક્સપર્ટ્સ માને છે કે પ્રેગ્નનેસી દરમિયાન આવી વસ્તુઓ ખાવાની ઈચ્છા થવી સ્વાભાવિક અને કુદરતી છે. પરંતુ શું ફક્ત આ વેજીટેરિયન મહિલાઓની સમસ્યા છે કે અન્ય કોઈ વાત પણ છે?

image source

ખરેખર ગર્ભાવસ્થા એક એવી સ્થિતિ છે, જેમાં મહિલા પોતાની અંદર જ એક નવા જીવને જીવન આપી રહી હોય છે. એટલા માટે આવા સમયે મહિલાઓના શરીરમાં જરૂરી પોષકતત્વોની જરૂરિયાત ખૂબ વધી જાય છે. આ જ પોષકતત્વોની મદદથી થનાર શિશુનું નિર્માણ થાય છે અને તે અસ્તિત્વ પામે છે. જન્મ પછી શિશુ સ્વસ્થ રહે, એના માટે જરૂરી છે કે માંના શરીરમાં કોઈપણ પોષકતત્વની ઉણપ ના થવી જોઈએ. પણ શાકાહારી ભોજનમાં એ બધાજ પોષકતત્વો હાજર હોતા નથી, જેની જરૂરિયાત એક મહિલાને પ્રેગ્નેનસી દરમિયાન થાય છે.

image source

પ્રેગ્નેસી દરમિયાન દરરોજ જરૂરી પોષકતત્વોનું પ્રમાણ:

  • -કેલ્શિયમ- ૧૦૦૦ મીલીગ્રામ
  • -ફોલેટ- ૬૦૦ માઇક્રોગ્રામ(૪૦૦ માઇક્રોગ્રામ ફોલિક એસિડ સપ્લીમેન્ટ +૨૦૦ માઇક્રોગ્રામ ફોલેટવાળો આહાર)
  • -આયર્ન- ૨૭ મીલીગ્રામ
  • -મેગ્નેશિયમ- ૩૫૦ મીલીગ્રામ
  • -ફૉસ્ફરસ- ૭૦૦ મીલીગ્રામ
  • -પ્રોટીન- ૬૦ ગ્રામ
  • -સેલેનિયમ- ૬૦ માઇક્રોગ્રામ
  • -વિટામીન એ- ૭૭૦ માઇક્રોગ્રામ
  • -વિટામીન બી૬- ૧.૯ મીલીગ્રામ
  • -વિટામીન બી૧૨- ૨.૬ માઇક્રોગ્રામ
  • -વિટામીન સી- ૮૫ મીલીગ્રામ
  • -વિટામીન ડી- ૫ માઇક્રોગ્રામ
  • -વિટામીન કે- ૯૦ માઇક્રોગ્રામ
  • -ઝીંક- ૧૧ મીલીગ્રામ

શાકાહારી આહાર અને જાનવરોથી પ્રાપ્ત આહાર.:

image source

જો કોઈ મહિલા પ્રેગ્નેનસી દરમિયાન પૂરી રીતે શાકાહાર અપનાવે છે, તો તેના શરીરમાં કેટલાક પોષકતત્વોની ઉણપ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. આ બધા પોષકતત્વોમાં જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે તે આ બે છે:- ૧. વિટામીન બી૧૨ અને ૨. આયર્ન. આયર્નની ઉણપ તો પછી પણ કેટલાક શાકાહારી આહારો દ્વારા પૂરી કરી શકાય છે, પરંતુ વિટામીન બી૧૨ મુખ્ય રીતથી જાનવરોથી પ્રાપ્ત ભોજનમાં જ મળે છે. જે શાકાહારી આહારોમાં વિટામીન બી૧૨નું પ્રમાણ મળી આવે છે, તે ખૂબ જ ઓછી હોય છે. એટલા માટે મોટાભાગે શાકાહારીઓમાં વિટામીન બી૧૨ની ઉણપ જોવા મળી જાય છે.

આયર્ન માટે શું ખાવું?

image source

જો કે એક્સપર્ટ્સ માને છે કે જો પ્રેગ્નેસીની પ્લાનિંગ યોગ્ય રીતથી કરવામાં આવે અને શરૂઆતથી જ ડૉક્ટરની મદદ લેવામાં આવે, તો આ પોષક તત્વોની આપૂર્તિ શાકાહારી આહાર અપનાવતા પણ કરી શકાય છે. આયર્નની ઉણપ પૂરી કરવા માટે આપ આયર્નથી ભરપૂર અનાજ, દાળ, ડ્રાઈફ્રૂટ્સ, બીજ વગેરે ખાઈ શકો છો. આના સિવાય કેટલાક શકભાજીઓમાં પણ આયર્ન સારા પ્રમાણમાં હોય છે જેવા કે- પાલક, બીટરુટ, લીલા શાકભાજી વગેરે.

વિટામીન બી૧૨ માટે શું ખાવું જોઈએ?

image source

આના સિવાય વિટામીન બી૧૨ની જરૂરિયાત નર્વસ સિસ્ટમના વિકાસ માટે જરૂરી છે. જો આપ પૂરી રીતે વેજીટેરિયન છો, તો આપ વિટામીન બી૧૨ની ઉણપ પૂરી કરવા માટે મશરૂમ, સોયા મિલ્ક, સોયાબીન, ફોર્ટિફાઇડ અનાજ વગેરે લઈ શકો છો. આ સિવાય આપ પોતાના ડૉક્ટરની સલાહ લઈને વિટામીન બી૧૨ કે આયર્ન સપ્લીમેન્ટ્સ પણ લઈ શકો છો. પરંતુ આનાથી સારું એ જ રહેશે કે જો મહિલાને કોઈ સમસ્યા ના હોય, તો પ્રેગ્નેનસી પીરીયડ સુધી એનિમલ ફૂડ્સનું સેવન કરી શકે છે અને બાળકના જન્મ પછી પોતાના શાકાહારી ડાયટને ફરીથી શરૂ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ