જાણો ટેરો કાર્ડથી કેવી રીતે કરવામાં આવે છે ભવિષ્યવાણી ? કેટલી જુની છે આ પદ્ધતિ

જાણો ટેરો કાર્ડથી કેવી રીતે કરવામાં આવે છે ભવિષ્યવાણી ? કેટલી જુની છે આ પદ્ધતિ

image source

ભવિષ્યમાં થનાર ઘટના વિશે કે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તેને જાણવા લોકો હાથ જોવડાવે છે, કુંડળી જોવે છે, જ્યોતિષ શાસ્ત્રની મદદ લેતા હોય છે. આવી જ એક પદ્ધતિ છે ટેરો કાર્ડ. ટેરો કાર્ડની મદદથી પણ ફળ કથન કરવામાં આવે છે.

આ પણ એક વિદ્યા છે, તો ચાલો જાણીએ કે આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે. ટૈરો કાર્ડ રીડિંગ કળા અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય છે. આ કાર્ડસ જીવનના મહત્વના અનુભવો, ખૂટતી કડીઓ, વ્યક્તિઓ, જીવનની મહત્વની ઘટનાઓ, પરીશ્રમ વગેરેને દર્શાવે છે.

image source

ટેરો કાર્ડ જ્યોતિષ ફળાદેશની એક અદ્ભુત અને પ્રાચીન વિદ્યા છે. જેની મદદથી ભવિષ્યમાં થનાર ઘટના વિશે અનુમાન લગાવી શકાય છે અને તેના પરથી આંકલન કરવામાં આવે છે અને જાતકના પ્રશ્નો અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ટૈરો કાર્ડમાં તમે સામાન્ય રીતે લવર્સ કાર્ડ, ડેવિલ કાર્ડ, એમ્પરર, ટાવર, ડેથ કાર્ડ, ધ સન, વર્લ્ડ જેવા કાર્ડના નામ સાંભળ્યા પણ હશે. આ તમામ કાર્ડ ચિત્રો, રંગ, વિવિધ તત્વ, રાશિ, ગ્રહ સાથે સંકળાયેલા હોય છે.

image source

એક ટૈરો ડેકમાં 78 કાર્ડ્સ હોય છે. આ દરેક કાર્ડ પર કેટલાક ચિત્રો બનેલા હોય છે જેના વડે ભવિષ્યમાં થનાર ઘટના વિશે ફળાદેશ કરવામાં આવે છે. જ્યોતિષની આ વિદ્યાનો પ્રારંભ લગભગ 2 હજાર વર્ષ પહેલા થયો હતો. સૌથી પહેલા સેલ્ટિક નામના દેશના લોકો દ્વારા આ વિદ્યાના માધ્યમથી ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ટૈરો ડેકના કાર્ડ પર જે ચિત્રો બનેલા હોય છે તે વ્યક્તિના જીવનની ઘટનાઓ પર આધારિત હોય છે. આ ડેકને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. મેજર અરકાના અને માઈનર અરકાના. મેજર અરકાનામાં 22 કાર્ડ હોય છે જ્યારે 56 કાર્ડ માઈનર અરકાનામાં હોય છે જેને ટૈરોટ કાર્ડ કહેવાય છે.

કેવી રીતે થાય છે ફળ કથન ?

ભવિષ્યવાણી માટે ટૈરો કાર્ડ વિદ્યાને મુખ્ય રીતે પ્રશ્ન શાસ્ત્ર તરીકે પ્રયોગ કરવામાં આવે છે. તેમાં પુછેલા પ્રશ્નો અનુસાર ઉત્તર આપવા માટે ત્રણ કાર્ડ પસંદ કરવાના હોય છે. ત્યારબાદ તે કાર્ડ્સ પર અંકિત ચિત્રોમાં છુપાયેલા સંકેતો પરથી પ્રશ્નના ઉત્તર આપવામાં આવે છે.

image source

ટૈરો કાર્ડ રીડર પહેલા વ્યક્તિને મનમાં પ્રશ્ન બોલવા અથવા તો લખવાનું કહે છે. ત્યારબાદ ડેકમાંથી કોઈ ત્રણ કાર્ડ લેવાનું કહેવામાં આવે છે. આ ત્રણ કાર્ડને કોઈ પણ ક્રમમાં મુકવાના હોય છે. ત્યાર પછી રીડર એક પછી એક કાર્ડ ખોલે છે.

image source

જેમાં પહેલું કાર્ડ પ્રશ્ન પુછનાર વ્યક્તિની માનસિક સ્થિતિની જાણકારી આપે છે. બીજું કાર્ડ તમારી ઈચ્છા પૂર્તિ માટે કેવા પ્રયત્ન કરવા પડશે અને કેટલા કરવા પડશે તેના વિશે સૂચના આપે છે. ત્રીજું અને છેલ્લું કાર્ડ વ્યક્તિના પ્રશ્નનું ફળ જણાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ