સ્ત્રીઓને મળે છે આ અનેક લાભ, જ્યારે પુરુષોને નથી મળતા આમાંથી એક પણ

એ પૂછો કે મહિલાઓ પાસે એવા કયા ફાયદા નથી??

image source

સૌપ્રથમ આપને જણાવી દઈએ કે અમારો ઇરાદો કોઇની પણ ભાવના કે લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી.

હવે આવે છે ફાયદાની વાત પર તો,

પહેલા તો તેઓને પુરુષોની જેમ કોઈપણ વસ્તુ માટે લાઇનમાં નથી ઊભું રહેવું પડતું. બીજાનું ખબર નહિ પણ અમારા જિલ્લામાં આવું બહુ જ થાય છે.

image source

અમે એસટીના પાસ માટે સવારે ૬-૬ વાગ્યાથી લાઇનમાં ઊભા હોઈએ છીએ અને મેડમ ૮-૯ વાગે ઊઠીને આરામથી પાસ કઢાવવા આવે છે અને ૧૨ વાગ્યાની આસપાસ જ્યારે અમારો પાસ કઢાવવાની વારો વારો આવે ત્યાં જ પાછળથી ટોકવાનો અવાજ આવે છે “એસક્યુઝ મી ભૈયા, લેડિસ ફર્સ્ટ પ્લીજ”.

image source

ખૂબ ભારે મનથી ઈર્ષ્યા સાથે તેમણે આગળ જવા દેવા પડે છે, જો ના પાડીશું તો સાંભળાવવાનું શરૂ થઈ જાય અને મદદ કરવા માટે અમારી પાછળ લાઇનમાં તેમના જન્મોજન્મના વિખૂટા પડી ગયેલા ભાઈઓ તૈયાર જ હોય છે, તેમણે બોલતા જોયા નહિ કે વચ્ચે બોલવા જ લાગે છે,”દીદી, દીદી શું થયું ? આ હેરાન કરી રહ્યો છે શું આપને?

image source

એક સૂકો પાપડ ના તોડી શકતો છોકરાઓ, પણ હવામાં ઉદ્વાન ચક્કરમાં એટલી મોટી મોટી વાતો કરે કે સામેવાળાને ભરોસો અપાવી દે કે તે પોતાની નાની આંગળીથી આખે આખા ગેંડાને ઉઠાવી શકે છે.

image source

બીજું એ કે મહિલાઓના એક અવાજ પર પાણીપુરીવાળા ભૈયા દોડતા દોડતા સૂકી પાપડી આપવા ચાલ્યા જાય છે અને સામેથી પૂછે પણ છે કે હજી પાપડી આપું? આ બાજુ છોકરાઓ ગમે તેટલા પગ પકડી લે અને પોતાની છાતી ચીરીને તેમાં પાણીપુરીનો ફોટો બતાવી દે પાણીપુરીવાળા ભૈયાને તો પણ દગાબાજ સૂકી પાપડીની એક ઝલક પણ નથી જોવા દેતાં અમને.

image source

મહિલાઓ પોતાની એક સ્માઈલથી સરકારી કર્મચારી પાસેથી પણ કામ કઢાવી શકે છે અને તે વ્યક્તિ “અમે પગાર કઈ વાતની લઈએ છીએ મેડમ? જનતાની સેવા માટે જ તો છીએ અમે. આપ ચિંતા ના કરો મારા લંચ ટાઈમમાં હજી બે મિનિટ બાકી છે. ત્યાં સુધીમાં આપનું કામ થઈ જશે.” આવું બોલતા બોલતા ખુશીથી કામ પણ કરી આપે છે.

image source

અને આ બાજુ તે કર્મચારી પાસે તે જ સમયે જો કોઈ છોકરો કહે કામ કરવા માટે તો સીધે સીધી જ ના પાડી દે છે અને જો બિચારો પુરુષ સ્માઇલ સાથે કહે કે “સર પ્લીજ અર્જન્ટ કામ છે કરી દો ને” ત્યાં જ એ કર્મચારી જોરથી બરાડીને કહે છે કે “આ ગધેડાની જેમ મને કેમ સ્માઇલ આપે છે? મને જેવો તેવો સમજી રાખ્યો છે? કીધુંને લંચ ટાઈમ છે પછી આવજે, તો સમજાતું નથી શું?”

image source

હું માનું છું કે મહિલાઓની ૧૦૦% કોઈપણ ભૂલ હોતી નથી પણ બાય ચાંસ, બાય કોઇસીડન્સ કોઈ મહિલાથી જરાક પણ ચૂક થઈ જાય અને જાલિમ પતિએ પોતાપણું જતાવવા માટે પોતાની પત્નીના ગાલને જરાક અડી લે છે તો પછી તો મારઝૂડનું ટાઇટલ આપીને પત્ની પીડિત સંગઠનને બોલાવીને ચેહરા પર લગાવવા માટે કાળો કલર લઈને ફરે છે.

image source

બિચારો પતિ બે મહિના સુધી ડરના લીધે પોતાની સાથે નાહવાનો રૂમાલ લઈને ફરે છે કે ક્યાંક આ સંગઠનવાળા રસ્તા પર મળી જાય તો ચેહરાની સાથે સાથે ક્યાંક જિંદગી પણ કાળી ના કરી દે.

image source

જો આપે નોટિસ કર્યું હોય તો સરકારી બસ કે પછી કોઈ અન્ય બસમાં સીટ ઉપર લખ્યું હોય છે કે આ સીટ ફૌજી માટે છે, આ સીટ વિકલાંગો માટે છે, અહિયાં સુધી કે માનનીય ધારાસભ્ય માટે પણ લખેલ હોય છે, જાણે કે તેઓ પોતાની લકજરી કાર છોડીને બસમાં મુસાફરી કરવા પધારશે, પણ આપે ક્યાંય એવું જોવા મળ્યું કે આ સીટ માનનીય પુરુષો માટે છે. માનનીય છોડો પુરુષનો રૂ પણ જોવા નથી મળતો.

image source

-એ જ બસમાં આપ સીટ પર બેઠા છો અને જો કોઈ મહિલા આપને તે સીટ આપવા માટે પહેલીવાર પ્રેમથી અનુરોધ કરે તો કૃપયા એ જ સમયે સીટ આપી દેવામાં જ ભલાઈ છે આપની, કેમકે તે જો ઈચ્છે છે તે આપની પાસેથી આપને આંગળી પણ અડાડીયા વગર છીનવી લે છે અને બીજી વાત એ કે આપ આખી બસના ભાઇઓનો માર સહન કરી શકશો નહિ. કેટલા મુક્કાઓ?, કેટલી લાતો ? કેટલનો હિસાબ રાખતા ફરશો?

image source

-અન્ય રાજ્યોનું ખબર નહિ પણ ગુજરાતમાં દીકરીઓને ભણાવવાનો પૂરો ખર્ચો સરકાર આપે છે અને દીકરાઓની ફીસ બંને હાથ ફેલાવીને શાહરુખ ખાન બનીને લે છે.

-બધા નેતાના ભાષણ મહિલાઓની ચિંતાના વિષયથી શરૂ થાય છે અને તેમની જ ચિંતામાં ખતમ, આજ સુધી મે કોઈ નેતાને કોઈ છોકરાની ચિંતા કરતાં સાંભળીયુ કે “આપણી સરકાર દીકરાઓ માટે મફત ભણતર આપશે.” ભણતર તો છોડો એક પેન પણ મફતમાં નથી આપતા છોકરાઓને, તે પણ સાઈનો સોફટેકની ૩ રૂપિયાવાળી ખરીદવી પડે છે.

image source

-અને એમનું સૌથી મોટું શસ્ત્ર છે જેનાથી ભગવાનોના ભગવાન પણ નથી બચી શક્યા તો અમારા પુરુષોની શું હેસિયત એનાથી બચવાની?? તે શસ્ત્ર છે “આસું”. આ હથિયારની તાકત પરમાણુ બોમ્બથી ઘણા ગણી વધારે છે, એનાથી કોઈ બચી શકતું નથી.

image source

જો કોઈ મહિલાના આંખમાં આંસુ આવે તો તે આસું જમીન પર પડે તે પહેલા ઓછામાં ઓછા ૧૦ લોકો પૂછશે કે “શું તકલીફ છે આપને? કોઈ મદદ જોઈએ છે? ” અને આ બાજુ જો કોઈ પુરુષ રડતો દેખાય જાય તો દૂર થી જ નીકળી જાય છે એ વિચારીને કે શું ખબર આણે રડતાં રડતાં ઉધાર માંગી લીધું તો? અને આ શસ્ત્રની ભયાનક અસર એ પતિઓને પૂછો જેને રોજ તેનો દંડ ભરવો પડે છે.

image source

-મીડિયા પણ પાછળ નથી રહી. જો ભયાનક ગરમીમાં કોઈ મહિલા પોતાના ચેહરાને ઢાંકીને બહાર નીકળે છે તો મીડિયા તેને બ્રેકિંગ ન્યૂઝ બનાવીને ગરમીને કોશે છે અને બીજી બાજુ ભયાનક ગરમીના કારણે કોઈ પુરુષ બેહોશ પણ થઈ જાય તો આ મીડિયા બોલે છે “ધ્યાનથી જોવો આ નશાબાજને, નશો કરીને રસ્તા પર જ ટુનન થઈને પડ્યો છે આ બેશરમ નૌજવાન. ભારતનું ભવિષ્ય ખતરા માં”

image source

-આજકાલ કેટલીક છોકરિયો પણ છોકરાઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેમના સંબંધમાં કઈપણ થાય તો બધો દોષ છોકરાઓ પર આવે છે. છોકરિયો પણ ખોટી હોઈ શકે છે પરંતુ કોઇની સમજમાં જ નથી આવતું.

ખબર નહિ કયા પુરુષે કયો ગુનો કરી દીધો છે જે તેના ગુનાની સજા બધા પુરુષો ભોગવી રહ્યા છે, હવે આટલું બસ કરું છું નહિ તો આની પર આખો ગ્રંથ લખી શકાય છે.

image source

અરે વાતો વાતોમાં રાજનીતિ અને મીડિયા સુધી પહોંચી ગયા ? મને તો ખબર જ ના પડી.

જોયુને આપે મે હસી-મજાકમાં કેવા મોટા મોટા મુદ્દાઓ ઊછળી દીધા છે?

તો આ બધા છે મહિલાઓના ફાયદા, થોડા પુરુષોની તુલનાએ ઓછા છે પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ