આજનું ટૈરો રાશિફળ : વ્યસ્તતા અને કામના દબાણ સાથે પસાર થશે આજનો દિવસ

ટૈરો રાશિફળ : વ્યસ્તતા અને કામના દબાણ સાથે પસાર થશે આજનો દિવસ

મેષ – Page of Swords

આજે રવિવાર હોવા છતાં તમે વ્યસ્ત રહેશો. કામમાં તમારો દિવસ પસાર થશે. કેટલાક લોકોને ઓવરટાઈમ પણ કરવો પડી શકે છે. શક્ય છે કે તમારા પર કામનું દબાણ વધારે રહે. સાંજ સુધીમાં પરિસ્થિતીઓ તમને અનુકૂળ થવા લાગશે. તમારી આવડત પર વિશ્વાસ કરો.

વૃષભ – The Chariot

આજનો દિવસ તમારી છાપ સુધાવા અને નવા કિર્તીમાન સ્થાપિત કરવાનો છે. તમારી તમારા કામની રીત માટે પ્રશંસા થશે. આજે તમારે કામ પ્રત્યે સમર્પણ દેખાડવું પડશે. ભવિષ્યમાં તેનાથી સહાયતા મળશે લોકોને તેમના વિચાર વ્યક્ત કરવાથી રોકો નહીં.

મિથુન – The Sun

આજે તમે સકારાત્મક અને આશાઓથી ભરપુર અનુભવશો. નવા કામ તમને આકર્ષિત કરશે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. જેના વિશે લાંબા સમયથી વિચારતા હતા તે કામ શક્ય બનશે. આજે તમારા કામને પાર પાડવામાં વધારે મહેનત કરવી પડી શકે છે. તમને તમારા સંબંધો માટે સમય કાઢવો પડશે. તેનાથી તમારા મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

કર્ક – Three of Wands

તમારા માટે આજનો દિવસ ખાસ હશે. પર્સનલ લાઈફમાં કોઈ અચીવમેંટ મળવાના યોગ છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. કેટલાક લોકો આજના દિવસે પ્રોફેશનલ રીતે પણ લાભ મેળવશે. કોઈ સારા સમાચાર મળશે. સંભવ છે કે તમને કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ જવાબદારી કે તક મળે. કોઈ નજીકના મિત્રને મળીને પ્રસન્નતા થશે.

સિંહ – The High Priestess

આજનો દિવસ એ લોકો માટે ભાગ્યશાળી છે જે લોકો નવો બિઝનેસ શરુ કરવા ઈચ્છે છે. જો તમે તમારી જમા પુંજી તેમાં રોકવા ઈચ્છો છો તો આજનો દિવસ સારો સાબિત થશે. જો કોઈ રોજગાર સ્કીમ હેઠળ કોઈ આવેદન આપવા ઈચ્છો છો તો તેના માટે પણ સારો દિવસ છે. આજે તમારી પાસે સારી તક આવી શકે છે.

કન્યા – The Star

આજે તમે તમારા કામમાં શ્રેષ્ઠ સાબિત થશો. તમારો અનુભવ તમને કામ આવશે. નવા લોકો સાથે કામ કરવાની તક મળશે. તમને આર્થિક લાભ પણ મળશે. જે સફળતાની તમે રાહ જોઈ રહ્યા હતા તે હવે હાથવેંત જ છે. મિત્રોની સલાહ લેવાથી નુકસાનથી બચી શકો છો.

તુલા- The Hierophant

આજનો દિવસ તમારા માટે પરેશાની ભરેલો હોય શકે છે. કેટલીક બાબતોમાં કામનું પરીણામ અપેક્ષિત નહીં મળે પણ નિરાશ થવું નહીં. કારર્કિદીના મોરચે લગભગ આ સ્થિતિ યથાવત રહેશે. આજે તમને સારા અવસર મળવાના પણ સંકેત છે. આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે.

વૃશ્ચિક – King of Coins

આજનો દિવસ તમારા માટે અનેક રીતે શાનદાર સાબિત થશે. આજે તમારા પર કામનું દબાણ રહેશે. તમારે તમારી જવાબદારીઓ સારી રીતે પુરી કરવાની છે. આર્થિક લાભ મળવાના અને પ્રતિષ્ઠા વધવાના સંકેત છે. પરીવારમાં તમને કોઈનો વિરોધ સહન કરવો પડી શકે છે. તેવામાં કાર્ડ્સ તમને સલાહ આપે છે કે આજે ધીરજથી કામ લેવું.

ધન – Death

આજનો દિવસ તમારા માટે નિરાશાજનક હોય શકે છે. કોઈ તમારી વિરુદ્ધ જઈ શકે છે. અથવા તો કોઈ પોતાનો કરેલો વાયદો તોડી દેશે. તમે હતાશ અને છેતરાયેલા અનુભવશો. આજનો દિવસ પોતાની યોગ્યતાથી શ્રેષ્ઠ બનાવો. જો બીજાના ભરોસે રહેશો તો અસફળતાનો સામનો કરવો પડી શકે છે. કલ્પના શક્તિથી નવા રસ્તા શોધો.

મકર – Two of Swords

આજે જૂના કામ પૂર્ણ કરો પછી જ નવા કામ હાથમાં લેવા. તમારી જવાબદારીઓ વધી શકે છે. આ કારણે તમારે કામની ગતિ સામાન્ય લોકો કરતાં વધારે રાખવી પડશે. નવી જવાબદારીઓ તમને મળી શકે છે. શક્ય છે કે મિત્ર કે પાર્ટનર તમને મદદ કરે.

કુંભ – Five of Cups

આજનો દિવસ તમારા માટે નવી યોજનાઓને અમલમાં મુકવાનો છે અને કામની શરુઆત કરવાનો છે. આજે તમને ભાગ્ય સાથ આપશે. જો નવું કરવાનું વિચારો છો તો તમને આજે દિવસ સારો છે. તમારી રચનાત્મકતા આજે લોકો ધ્યાનમાં લેશે.

મીન – Seven of Coins

આજનો દિવસ તમારા માટે બમણી જવાબદારીઓ નીભાવવાનો છે. પ્રોફેશનલ લાઈફની સાથે સામાજિક જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે. તમારે બંને વચ્ચે પોતાની જાતનું બેલેન્સ કરવાનું છે. આજનો દિવસ ખુશનુમા રહેશે. તમારી ચારેતરફ ખુશીઓ જ ખુશીઓ હશે. ધન લાભ થવાના પણ સંકેત છે.

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ