સલમાન ખાનની હતી આટલી બધી ગર્લફ્રેન્ડ, વાંચો આ લિસ્ટ તમે પણ

બોલીવુડના દબંગ છાપ ધરાવતા સલમાન ખાન ભલે હજુ સુધી લગ્નના મંડપમાં ન બેઠા હોય, પણ એમની પ્રેમિકાઓની યાદી ઘણી લાંબી છે. સલામન ખાન ફિલ્મોની જેમ એમની પ્રેમ કહાનીઓના કારણે પણ તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. એમની પ્રેમ કહાનીઓ અને પ્રેમિકાઓનું લીસ્ટ પણ ફિલ્મોની જેમ જ વધતું રહ્યું છે. તો આજે અમે આપને સલામન ખાન અને એમના જીવનમાં આવેલી પ્રેમિકાઓની વાત કરીશું.

૧. સલામન ખાન અને સંગીતા બિજલાની

image source

બોલીવુડમાં સલમાનની પહેલી પ્રેમિકા સંગીતા બિજલાનીને જ માનવામાં આવે છે. જ્યારે સલ્લુ ભાઈને સંગીતા સાથે પ્રેમ થયો, ત્યારે સંગીતા બિજલાની એમનાથી વધુ પ્રખ્યાત હતી. જો કે આ પ્રેમ કહાનીના સમય દરમિયાન સલમાન ખાનનું કરિયર સંગીતા બિજલાની કરતા પણ ઘણું આગળ નીકળી ગયું હતું. સલામન ખાન અને સંગીતા બિજલાનીએ કેટલીક એડમાં સાથે કામ કર્યું અને આ કામ કરતા કરતા જ એમના વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સંગીતા બિજલાનીએ સલામન ખાનને જ્યારે લગ્ન અંગે વાત કરી ત્યારે સલામના લગ્ન માટે તૈયાર થયા ન હતા. આ જ કારણે એમના સબંધનો અંત આવ્યો હતો. આ સબંધની ખાસ વાત એ હતી કે સબંધ પૂરો થયા પછી પણ સંગીતા બિજલાની અને સલામન ખાન સારા મિત્રો બનીને રહ્યા હતા. જો કે પછી સંગીતા બિજલાનીએ મોહમ્મદ અજરુદ્દીન સાથે લગ્ન કરી લીધા. સલામન ખાન અને સંગીતા બિજલાની આજે પણ સારા મિત્રો છે અને સલમાન ખાનના ઘરે થતી પાર્ટીમાં સંગીતા આજે પણ જોવા મળે છે.

૨. સલમાન ખાન અને સોમી અલી

Salman Khan's Ex Somy Ali Talks About Her #MeToo Story, Reveals ...
image source

કરાચીમાં જન્મેલી સોમી અલી દબંગ સલમાન ખાન પર એ હદે ફિદા થઇ હતી કે સલામન ખાનને મળવા માટે એ 16 વર્ષની ઉમરે જ મુંબઈ આવી ગઈ હતી. મુંબઈ આવીને સોમા અલીએ પહેલા મોડલિંગ અને પછી ફિલ્મોમાં કામ પણ કર્યું, આમ તે ધીરે ધીરે સલમાન ખાનની નજીક સુધી પહોચી હતી. ધીરે ધીરે બંનેમાં પ્રેમ પાંગર્યો હતો અને આઠ વર્ષ સુધી તેઓ એકબીજા સાથે ડેટ કરતા રહ્યા હતા. આ પ્રેમ કહાનીનો અંત પણ પ્રેમિકા દ્વારા લગ્ન માટેની ફરમાઈશ દ્વારા થયો. સોમી અલીને જયારે લાગવા લાગ્યું કે સલમાન ખાન એમની સાથે લગ્ન નથી કરવાના ત્યારે એ મુંબઈ છોડીને ફ્લોરીડા જતી રહી. સલમાન ખાનની દારૂની લત અને ખરાબ વર્તન આ સબંધ તૂટવાનું કારણ બન્યું અને આમ સલમાન ખાનની આ પ્રેમ કહાનીનો પણ અંત આવ્યો હતો.

૩. સલમાન ખાન અને એશ્વર્યા રાય

image source

કહેવાય છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં સાથે કામ કર્યા પછી જ એશ્વર્યા અને સલમાન એકબીજાના નજીક આવ્યા હતા. સલામન ખાનની બધી જ પ્રેમ કહાનીઓમાં એશ્વર્યા રાય સાથેની કહાની સૌથી વધુ પ્રખ્યાત છે. આ જોડી સૌથી વધારે ચર્ચાઓમાં અને વિવાદમાં રહી હતી. જો કે આ જોડીને તો દર્શ્કોએ પણ ખુબ જ પસંદ કરી હતી. પણ સલામન ખાન આ લવ સ્ટોરીને પણ સાચવી શક્યા નહી. જો કે એશ્વર્યાને લઈને સલમાન એટલા બધા પજેસીવ થવા લાગ્યા હતા કે એમના પર જરૂર કરતા વધારે અધિકાર જતાવવા લાગ્યા હતા. એશ્વર્યાને વાતે-વાતે ટોકવા અને રોકવા લાગ્યા હતા. એશ્વર્યા જે પણ હીરો સાથે કામ કરતી સલમાન એ હીરો પર પણ શક કરવા લગતા હતા. એક વખત તો તેઓ શાહરુખ ખાનની ફિલ્મ ‘ચલતે ચલતે’ ના સેટ પર પહોચી ગયા હતા અને ત્યાં પણ સીન ઉભો કરી દીધો હતો. એટલું જ નહિ સલમાન ખાનના કહેવાથી શાહરૂખે એશ્વર્યાને ફિલ્મમાંથી બહાર કરી દીધી હતી. મળતી માહિતી મુજબ એક રાત્રે સલમાન એશ્વર્યાના ઘરે પહોચ્યા હતા અને નશામાં ધૃત સ્થિતિમાં એમણે એશ્વર્યાનો દરવાજો ખખડાવ્યો હતો. એવું પણ કહેવાય છે કે એ સમયગાળા દરમિયાન સલમાને એશ્વર્યા સાથે ખરાબ વર્તન તેમજ હાથાજોડી પણ કરી હતી તેમ જ એમના પિતા સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હતો. જ્યારે સ્થિતિ અંકુશ બહર થઇ ત્યારે એશ્વર્યાએ સલમાન સાથેના સબંધો તોડી નાખ્યા હતા. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાને એશ્વર્યાને સાચો પ્રેમ કર્યો હતો. જો કે અમુક સમય પછી સલામન ખાને પોતાની ભૂલનો અહેસાસ પણ થયો હતો. પણ એ બધું થાય અને સ્થિતિ અંકુશમાં આવે એ પહેલા જ તેઓ એશ્વર્યાને ખોઈ ચુક્યા હતા.

૪. સલમાન ખાન અને કેટરીના કૈફ

image source

સલમાન ખાનને મળતા પહેલા કેટરીના કૈફનું કરિયર કોઈ ખાસ દિશામાં નોહતું આગળ વધી રહ્યું. પણ સલામન ખાન સાથેની ફિલ્મ ‘મેને પ્યાર કયું કિયા’ કર્યા પછી કેટરીના કૈફને એક નવી જ ઓળખાણ મળી ગઈ હતી. આ ફિલ્મ પછી કેટરીનાને એવો સ્ટાર્ટ મળ્યો હતો જ્યાંથી પાછળ ફરીને જોવાની કોઈ જરૂર જ એમને પડવાની ન હતી. સલમાન ખાન અને કેટરીના કૈફના સબંધોના કીસ્સાઓ પણ મીડિયામાં ઘણા ઉછળ્યા હતા. અવારનવાર એમની ખબરો અખબારમાં છપાતી રહી હતી. ઘણી વાર બંનેના લગ્નની ઘોષણા પણ કરવામાં આવી, પણ સલામન ખાન ઘર વસાવનાર ક્યાં હતા. આખરે કેટરીના કૈફે પણ સલામન ખાનથી દુરીઓ બનાવી લીધી.

૫. સલામન ખાન અને ક્લોડિયા સિએસ્લા

image source

મોડેલ તરીકે જાણીતી ક્લોડિયા સિએસ્લા પણ સલામન ખાનની પ્રેમિકા રહી ચુકી છે. ક્લોડિયા સિએસ્લાએ અક્ષય કુમાર સાથે આઈટમ સોંગ પણ કર્યું હતું.

૬. સલમાન ખાન અને ઝરીન ખાન

image source

ઝરીન ખાનને બોલીવુડમાં લાવવાનો શ્રેય પણ સલામન ખાનને જ મળે છે. જો કે સલમાન ખાન અને ઝરીન ખાન વચ્ચે નજદીકી ‘વીર’ ફિલ્મ દરમિયાન વધી હતી.

૭. સલમાન ખાન અને ડેઝી શાહ

image source

ડેઝી શાહ અને સલામન ખાન ફિલ્મ ‘જય હો’ના સેટ પર એકમેકની નજીક આવ્યા હતા. આપને જણાવી દઈએ કે ડેઝી શાહને સલમાન ખાને પોતાની ફિલ્મમાં જ લોન્ચ કરી હતી

૮. સલમાન ખાન અને એમી જૈક્સન

image source

પ્રતિક બબ્બરની પ્રેમિકા રહેલી અભિનેત્રી એમી જૈક્સન સાથે પણ સલમાન ખાનનું નામ જોડાયેલું છે. તમને જણાવી દઈએ કે એમી જૈક્સને સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનવાવાળી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

૯. સલામન ખાન અને સ્નેહા ઉલ્લાલ

image source

એશ્વર્યા રાય જેવો જ ચહેરો ધરાવતી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ સાથે પણ સલમાન ખાનનું નામ જોડાયેલું છે. સલમાન ખાન અને સ્નેહા ઉલ્લાલ ફિલ્મ ‘લકી’થી નજીક આવ્યા હતા. જો કે આ સબંધ લાંબો સમય ચાલ્યો ન હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ