30.04.2020 – ટૈરો રાશિફળ : ગુરુવારે મેષ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે દિવસ જાણો અન્ય રાશિના હાલ

ટૈરો રાશિફળ : ગુરુવારે મેષ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે દિવસ જાણો અન્ય રાશિના હાલ

મેષ – The Sun

આજનો દિવસ ફળદાયી રહેશે. તમારા અટકેલા કામ આજે પાર પડશે. કોઈ ગુરુ કે વડિલ વર્ગ સાથે વાત કરો મન હળવું થશે અને માર્ગદર્શન પણ મળશે. આજે બાળકો સાથે થોડો સમય પસાર કરો. તેમની સાથે પોતાના અનુભવો શેર કરો. આજે ધ્યાન અથવા પૂજા પાઠ માટે ચોક્કસપણે થોડો સમય કાઢો. એકંદરે આજનો દિવસ સારો રહેશે.

વૃષભ – Four of Pentacles

આજનો દિવસ તમારા માટે તમારી સામાજિક જવાબદારીઓ નિભાવવા માટેનો દિવસ છે. ધંધામાં નવી તકો મળશે. તમારા આત્મવિશ્વાસના અભાવને મન પર હાવિ થવા દેવો નહીં. જો તમે મૂંઝવણ અનુભવતા હોય તો તમારે વડીલોની સલાહ લેવી જ જોઇએ. આજે લાભની તક મળશે. કાર્યક્ષેત્રમાં ધ્યાનનો અભાવ રહેશે. પરંતુ તમારી ઊર્જા જળવાઈ રહેશે. જો તમે કોઈ નિષ્ણાતની સલાહ લીધા પછી આગળ વધશો તો ખૂબ જ સારા પરિણામ મળશે.

મિથુન- The Hermit

સત્તાના જોરે લોકો પાસેથી થોડું કામ કરાવવાનો આજનો દિવસ છે. સમય તમારા માટે સુખદ અને સફળ સાબિત થશે. દરેક માટે નમ્રતાની ભાવના રાખો. કેટલાક કામમાં નિષ્ફળતા મળવાની સંભાવના છે. પરંતુ ચિંતા કરશો નહીં ટુંક સમયમાં સંજોગો તમને અનુકૂળ હશે.

કર્ક – Four of Cups

આજે કાર્યક્ષેત્રથી તમને ફાયદો થશે. ચિંતા કરશો નહીં કારણ કે નાની મોટી મુશ્કેલીઓ આજે પણ યથાવત રહેશે. પણ તેનાથી તમને નુકસાન થશે નહીં. આજે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને સુમેળ બનાવવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. નાની બાબતમાં કોઈની સાથે ઝગડો થઈ શકે છે. આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો.

સિંહ – Knight of Pentacles

આજે માનસિક તાણને ટાળો. ચિંતા એ કોઈપણ સમસ્યા માટેનું સમાધાન નથી. તમને ઘણી નવી તક મળશે. જીવનમાં પ્રગતિ થશે. જો તમે હજી પણ કોઈના પર ગુસ્સે છો તો તે વ્યક્તિને માફ કરવાનો પ્રયાસ કરો.

કન્યા – The High Priestess

નકારાત્મક વિચારથી મુક્ત થઈ આગળ વધવા સકારાત્મક વિચારો. મેળવવા અને સકારાત્મક વિચારો સાથે આગળ વધવાનો આજનો દિવસ છે. દિવસ તમારા માટે સારો રહેશે અને શુભ પરિણામ પણ મળશે. જીવનમાં પ્રગતિની તક મળશે..

તુલા – The Devil

આજે તમારે અજાણ્યા લોકો બાબતે થોડું ધ્યાન રાખવું પડશે. વધારે નફાની લાલચમાં તમે તમારું નુકસાન ન કરી બેસો તેનું ધ્યાન રાખો. શંકા જતી હોય તેવા લોકોથી દૂર રહો. તમારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરો અને તમારું કાર્ય પ્રામાણિકપણે કરતા રહો.

વૃશ્ચિક – Six of Wands

આજનો દિવસ તમારા માટે નવી તક લાવશે. આજે મનમાં નવી ઉર્જા રહેશે. જો તમે તેને યોગ્ય દિશામાં વાળશો તો તમને સફળતા મળશે. આજે તમારું કામ સમયસર પૂર્ણ કરો, આજે કોઈ પણ પ્રકારનું કામ ટાળશો તો લાંબો વિલંબ થશે.

ધન- Two of Cups

આજનો દિવસ પરેશાનીભર્યો હોઈ શકે છે. આજે કોઈ નવી યોજના ન બનાવો નહીં તો તે પછીથી બદલવી પડી શકે છે. કોઈની વાતને તમારા દિલ પર ન લો અથવા તેના કારણે તમારા અહમને વધવા ન દો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મકર – The Moon

તમારો અવાજ સાંભળો અને આજે તમારા મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખો. આજે ભાવનાઓ વધારે રહેશે જેના કારણે આજે લીધેલો નિર્ણય પણ ખોટો હોઈ શકે છે. તમારા ક્રોધને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આજે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો.

કુંભ- Page of Swords

આજે તમે થોડો થાક અનુભવશો. તમને કામ કરવાનું મન થશે નહીં અને તમે નિરાશ પણ થશો. પરંતુ લાંબા સમયથી ચાલતા સંજોગોમાં પરિવર્તન આવશે, જેના કારણે ઉદાસી દૂર થશે. પરિવર્તન એ જીવનનો નિયમ છે.

મીન – Temperance

આજે મનમાં અસંતોષ અને નકારાત્મક વિચારોને લીધે મૂંજવણ આવી શકે છે. તમારા મનમાં જે ઈચ્છા હોય તેને પુરી કરી દિવસની શરુઆત કરો. તેનાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે કોઈપણ કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ