“શ્રીમાન શ્રીમતી” નો ચિંટુ, શાહરુખ અને સલમાન જેવા મોટા એકટર સાથે કામ કર્યા પછી પણ અત્યારે છે લાઈમલાઈટથી દૂર.

મોટો થઈ ગયો છે “શ્રીમાન શ્રીમતી” નો ચિંટુ, શાહરુખ અને સલમાન જેવા મોટા એકટર સાથે કામ કર્યા પછી પણ અત્યારે છે લાઈમલાઈટથી દૂર.

image source

દૂરદર્શન ચેનલ પર હાલ ના સમહમાં ઘણી જૂની સિરિયલ નું ફરી પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. આ બધી જ સિરિયલ 80 અને 90 ના દાયકાની છે.આ બધી સિરિયલ સાથે ઘણા લોકોની ઘણી બધી યાદો જોડાયેલી છે. પછી એ રામાનંદ સાગરની સિરિયલ રામાયણ હોય કે પછી બીઆર ચોપડાની મહાભારત, 90માં દાયકાની એવી ઘણી સિરિયલ છે જે ઘણી વાતો થી ચર્ચા માં હતી.

image source

90માં દાયકા માં એક કોમેડી સિરિયલ હતી જેનું નામ હતું “શ્રીમાન શ્રીમતી”. હાલના દિવસોમાં દૂરદર્શન પર આ સિરિયલ નું ફરી પ્રસારણ થઈ રહ્યું છે. પહેલી વખત આ સિરીયલનું પ્રસારણ 1994માં થયું હતું. આ સિરિયલનું નિર્દેશન રાજન વાઘધરે કર્યું હતું.

image source

શ્રીમાન શ્રીમતી” એ સમયના સુપરહિટ સિરિયલોમાંની એક હતી. આ સીરિયલમાં જતીન કનકીયા, અજય નાગરથ, રીમાં લાગુ, રાકેશ બેદી અને અર્ચના પૂરણ સિંહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકા માં હતા.પણ આજે આપણે વાત કરીશું આ સિરિયલ ના કલાકાર અજય નાગરથ વિશે.

image source

“શ્રીમાન શ્રીમતી” માં અજય નાગરથ એ જતીન કનકીયા અને રીમાં લાગુ ના દીકરા ચીંટુ નો રોલ નિભાવ્યો છે. સીરિયલમાં ચિંટુને ખૂબ જ તોફાની બાળક બતાવવા માં આવ્યો હતો અને એ પોતાના માતાપિતા અને પડોશી વચ્ચે થતી તકરાર ની પમ ભરપૂર મજા માણતો હતો.

image source

દર્શકોએ આ સીરિયલમાં અજય નાગરથ ના ચિંટૂ ના રોલને ઘણો પસંદ કર્યો હતો. અજય જ્યારે શ્રીમાન શ્રીમતી સીરિયલમાં કામ કરતો હતો ત્યારે તે ફક્ત આઠ વર્ષનો જ હતો.

image source

આ સિરિયલ ના સમયે અજય નાગરથનું વજન ઘણું વધારે હતું.અજયે શ્રીમાન શ્રીમતી સિરિયલ કર્યા પછી બીજા ઘણા ટીવી શો માં કામ કર્યું હતું. અમુક સમય પછી અજયને પોતાનું વધતું વજન ઘટાડવા માટે ઘણી તકલીફો વેઠવી પડી હતી. પણ નાનપણ માં ગોલું મોલું દેખાતો અજય હવે ઘણો બદલાઈ ચુક્યો છે. એ એકદમ સ્લિમ-ટ્રિમ થઈ ગયો છે. એના હાલના કેટલાક ફોટા ને જોઈને તમે પણ છક થઈ જશો.

તમને જણાવી દઈએ કે અજય નાગરથ ઘણા વખતથી નાના અને મોટા પડદાથી ઘણો જ દૂર છે. એમને ઘણી બધી ટીવી સિરિયલ ઉપરાંત કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.એ વર્ષ 1997માં આવેલી શાહરુખ ખાન ની પરદેશ ફિલ્મમાં નજરે પડી ચુક્યા છે.

image source

એ સિવાય એમને સલમાન ખાન ની ફિલ્મ એ હે જલવા, એક ઓર એક ગ્યારાહ અને મિલેગે મિલેગે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.અજય નાગરથ છેલ્લે શાહરુખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ “જબ હેરી મેટ સેજલ” માં પણ દેખાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ