25.05.2020 ટૈરો રાશિફળ – આજે અઠવાડિયાની શરૂઆત જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

૨૫ મે, ૨૦૨૦ સોમવારના ટૈરો રાશિફળ મુજબ ૧૨ માંથી ૮ રાશીઓ માટે આજનો દિવસ ઘણા સારા પરિણામો આપનાર સાબિત થઈ શકે છે. કેટલાક વ્યક્તિઓ માટે આ સમય પોતાની આસપાસ નકારાત્મક વ્યક્તિઓથી દુર રહેવાનું સૂચવે છે. જયારે કેટલીક વ્યક્તિઓ માટે સંબંધો માટે સમય કાઢવાનો દિવસ છે. ત્યાં જ ચાર રાશીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. મેષ રાશિ માટે આજનો દિવસ કામનો વધારે બોજ રહી શકે છે. જયારે વૃષભ રાશિ માટે આત્મ અવલોકન કરવાનો દિવસ છે, મિથુન રાશિની વ્યક્તિઓ માટે સકારાત્મક દ્રષ્ટિકોણની સાથે આગળ વધવાનો સમય છે. આપનો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ હવે.

મેષ રાશિ-The Hermit:

આજનો દિવસ આપના પોતાના જીવન માંથી નકારાત્મકતાઓને દુર કરો. આપના પર કામનું દબાણ વધારે આવી શકે છે. આના કારણે આપને કેટલીક બાબતોમાં નકારાત્મક વિચારોથી ઘેરાઈ શકો છો. કોઇપણ બાબતમાં અતિઉત્સાહ કે અતિઆત્મવિશ્વાસ આપના માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. એનાથી આપે બચવું જોઈએ. આપને કેટલાક અનૈતિક કામ કરવાના પ્રસ્તાવ પણ મળી શકે છે.

વૃષભ રાશિ-Five Of Swords:

આજનો દિવસ આપના માટે આત્મઅવલોકન કરવાનો છે. જેટલી જવાબદારીઓ અને દબાણ આપના પર છે, શું તેમની સાથે આપ ન્યાય કરી રહ્યા છો, એની પર વિચાર કરો. આપનો વ્યવસાયિક ગ્રોથના ચક્કરમાં વ્યક્તિગત જીવન માટે ફાળવવામાં આવેલ સમયને બરબાદ કરવો નહી. આ આપના માટે ભવિષ્યમાં સંબંધોની દ્રષ્ટિએ ખટાશ ઉત્પન્ન કરનાર સાબિત થઈ શકે છે. આપે પોતાના કરિયર કે બિઝનેસમાં થોડા મોટા લક્ષ્ય માટે વિચારવું જોઈએ.

મિથુન રાશિ-Ace Of Cups:

આજનો દિવસ આપના માટે આશાવાદી દ્રષ્ટિકોણથી આગળ વધવાનો છે. આપને કોઈ એવી વ્યક્તિને મળવાનો અવસર મળી શકે છે જે આપને કેટલાક ખાસ લાભ અપાવી શકે છે. આપને આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળી શકે છે. જો આપનું કોઈ પ્રમોશન અટવાયું છે તો તેને લઈને આજે કોઈ કાર્યવાહી થવાનો યોગ બની રહ્યા છે. અંગત જીવન સંતુલિત રહેશે પરંતુ આપની પારાવારિક જવાબદારીઓને નજરઅંદાજ કરવાથી બચવું જોઈએ.

કર્ક રાશિ-The Lovers:

આજનો દિવસ આપના માટે કઈક ખાસ સાબિત થઈ શકે છે. કાર્ડ્સ સંકેત કરી રહ્યા છે કે, કોઈ ખાસ વ્યક્તિની સાથે આપને સમય વિતાવવા માટે સમય મળી શકે છે. જે લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવા ઈચ્છે છે તેમના માટે અનુકુળ સમય છે. જે વ્યક્તિઓ ખાસ રીલેશનશિપમાં છે, તેમના માટે કેટલાક સારા સમાચાર આજે આવી શકે છે. સિંગલ વ્યક્તિઓની મુલાકાત કોઈ નવી વ્યક્તિ સાથે થવાનો યોગ બની રહ્યા છે. આપનું મન કામમાં થોડું જ ઓછું લાગશે, પરંતુ તેમછતાં પણ જરૂરી કામોને નક્કી કરેલ સમય મર્યાદામાં પુરા કરવાનો પ્રયત્ન કરો, આપની થોડીક પણ લાપરવાહી આપના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સિંહ રાશિ- The Temperance:

આજના દિવસે આપની પોતાની અંદરના કલાકારને ઉજાગર કરવાની તક મળી શકે છે. આપની વિસરાઈ ગયેલ પ્રતિભાને કોઈ જગાવી શકે છે. એનાથી આપની અંદર એક નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે. થોડાક અંશે નુકસાન થવાના સંકેત છે. એટલે આપે પોતાના જ્ઞાન પર વિશ્વાસ રાખો અને વસ્તુઓની ખરીદીમાં ભાવતાલ જરૂરથી કરો. આપે આપના બીઝનેસની બાબતમાં થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે. લીગલ પેપર વર્ક કરતા સમયે થોડું વધારે સતર્કતા દાખવવી.

કન્યા રાશિ-The Judgement:

આજે આપને કેટલાક કપરા નિર્ણયો પણ લેવા પડશે. કેટલાક વ્યક્તિઓની સાથે આપને સખ્તાઈની સાથે વર્તન કરવું પડી શકે છે. કોઇપણ બાબતમાં આપને આજે ટાળવા વાળો સ્વભાવ અપનાવવો જોઈએ નહી. આપને પોતાના કામ પ્રત્યે વધારે સમર્પણ અને આઈડીએશનની જરૂરિયાતનો અનુભવ થઈ શકે છે. આજની કેટલીક ઘટનાઓ આપના આવનાર દિવસો પર ખાસ પ્રભાવ પાડી શકે છે. પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં રાખવાનો પ્રયત્ન કરવો.

તુલા રાશિ-Knight Of Pentacles:

આજનો દિવસ આપના માટે પોતાના જ કેટલાક કામને પ્રાથમિકતાની સાથે છુટકારો કરવાનો રહી શકે છે. વ્યવસાયિક વ્યસ્તતાના લીધે પોતાના અંગત જીવનના જે કામ ટાળી રહ્યા હતા, તેને પુરા કરવાનો સમય આવી ગયો છે આજે આપ ભૌતિક આરામ, ભૌતિક સુખ, ધન, સંપત્તિ અને જીવનમાં સારી વસ્તુઓની આશા કરી શકો છો. આપનો દિવસ સુખ- સુવિધાઓની સાથે વિતાવવાનો સંકેત છે. હવે આપે વધારે ધ્યાન કેન્દ્રિત કરો.

વૃશ્ચિક રાશિ-Four Of Wands:

આજે આપને પોતાના કામની ગતિથી ના ફક્ત પોતાના જુના પેન્ડીંગ કામને પુરા કરી શકશો ઉપરાંત આપ પોતાના કરિયર કે પ્રોફેશનલ મોરચા પર પોતાની કિસ્મત બદલવાની સ્થિતીમાં રહેશે. જે લોકો આપનો વિરોધ કરી રહ્યા હતા, તેઓ આપના પક્ષમાં આવી શકે છે, કે પછી આપનાથી પરાજિત થઈ શકે છે. પરિસ્થિતિઓમાં અચાનક કેટલાક ફેરફાર થઈ શકે છે, જે આપના માટે રોમાંચકારક સાબિત થઈ શકે છે. જો આપ કોઈ શોધમાં કે કામમાં લાગ્યા છો તો એનાથી થોડો બ્રેક પણ લઈ શકો છો. આ બધુ જ જોતા આજનો દિવસ આપના માટે સૌથી સારો સાબિત થઈ શકે છે.

ધનુ રાશિ-The Justice:

આજે આપ થોડીક થકાવટ અનુભવશો અને તનાવપૂર્ણ સ્થિતીમાં રહેવા છતાં પણ પોતાના પક્ષમાં કેટલાક સારા પરિણામ લાવવામાં સફળ રહી શકો છો. આપના કર્મોના ભાગ્ય અને સિતારાઓનો પૂરો સાથ મળી શકે છે. કોઇપણ કામ એટલું જ કરો, જેટલામાં આપ પોતાને તણાવથી મુક્ત રાખી શકો. વધારે પડતા વર્કલોડ કારણે આપ બીમાર પડી શકો છો. સંબંધોમાં આપને કિસ્મતનો આશરો મળશે. પ્રકૃતિ અને પોતાની અંતર આત્માની અવાજનો પર જ વિશ્વાસ કરો, પોતાના સ્વભાવમાં રહો.

મકર રાશિ- Seven Of Cups:

આજે આપને આપના દ્રષ્ટિકોણમાં એક સકારાત્મક પરિવર્તન આવવાના સંકેત મળી રહ્યા છે. જે વસ્તુઓથી આપ બચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, અચાનક તેનો આપને સામનો કરવાનો વિચાર આપના મનમાં આવી શકે છે. આજે એક મોટા પરિવર્તન થવાના સંકેત મળી રહ્યા છે. આપની પાસે અન્ય પર ખુબ જ મજબુત છાપ છોડવાની ક્ષમતા ધરાવો છો. કરિયરની બાબતમાં આપને શાનદાર ઘટનાક્રમ જોવા મળશે અને આપ સકારાત્મક, સાહસિક અને યોગ્ય નિર્ણય લેશો, જેનાથી આપને લાભ મળશે.

કુંભ રાશિ- The Moon:

આજે આપને કોઇપણ બાબતમાં પરિશ્રમ કરવાથી પાછળ રહેવાનું નથી. આપને સફળતા પોતાના શ્રમના કારણે જ મળી શકે છે. ભાગ્ય પર ત્યારે જ સાથ આપશે જયારે આપ પરિસ્થિતિઓ પર પોતાનું નિયંત્રણ રાખી શકો. કામમાં ચિડીયાપણું આવી શકે છે, પરંતુ પરિસ્થિતિઓ અને મનની ચંચળતા પર જીત મેળવવાની જરૂરિયાત રહેશે. આપે પોતાના ધ્યાન કામ પર બનાવી રાખશો તો આપને કેટલાક વિશેષ લાભ મળવાની સંભાવના પણ પ્રબળ થઈ શકે છે.

મીન રાશિ- Ten Of Swords:

આજનો દિવસ આપના માટે પોતાની મહેનતના બળે આગળ વધવાનો છે. આપ શારીરિક અને માનસિક રીતે ઘણા સક્ષમ રહેશો. જો શારીરિક શ્રમનો મામલો છે તો આપને પોતાની ક્ષમતાને અનુસાર જ કામના દબાણને લેવાનું સારું રહેશે. આપ પોતાના કામમાં દક્ષ છો પરંતુ ત્યાર પછી પણ વધારે તણાવ આપની કાર્યક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. શક્ય છે કે એકજ સરખું કામ કરવાથી આપને કેટલીક બોરિયત અને કંટાળાનો અનુભવ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ