લ્યો આ તો નવીન જાણ્યું, અંગ્રેજી બોલતા શીખવા માટે આ દેવીના મંદિરે શીશ નમાવો…

આમ તો લોકો પોતાના બાળકોને શિક્ષણ માટે સારી અને મોંઘી સ્કૂલોમાં ભણાવતા હોય છે, પરંતુ ઉત્તરપ્રદેશના એક ગામમાં લોકો બાળકોને સ્કૂલમાં મોકલતા પહેલા એક મંદિરમાં લઈ જાય છે, કારણ કે આ મંદિરને લઈને એવી માન્યતા છે કે ત્યાં માથું નમાવવાથી અંગ્રેજી સરળતાથી શીખી શકાય છે. અમે વાત કરી રહ્યા છીએ યુપીમાં આવેલા ઈંગ્લિશ દેવી મંદિરની.

આવું છે ઈંગ્લિશ દેવીનું મંદિર

image source

ઈંગ્લિશ દેવીનું મંદિર ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના બનકા ગામમાં સ્થિત છે. આ મંદિરમાં ઈંગ્લિશ દેવીની મૂર્તિ છે, જે તમને અદ્દલ કોઈ ફોરેન મેડમ જેવી લાગશે, જેમના એક
હાથમાં મોટી કલમ અને બીજા હાથમાં પુસ્તક છે.

Temple to English Devi runs into hurdle - Rediff.com News
image source

આ દેવીના માથા પર ટોપી પણ છે, જે પ્રતિક છે કે આજનો યુગ અંગ્રેજીનો યુગ છે. વાસ્તવમાં આ ઈંગ્લિશ દેવીની મૂર્તિ સ્ટેચ્યુ ઑફ લિબર્ટીને મળતું આવે છે. ઉપરાંત આ મૂર્તિ પણ બૌદ્ધ
ધર્મનું ચક્ર પણ બનેલું છે. આ મૂર્તિ 20 કિલોના વજનની અને પિત્તળની બનેલી છે.

મંદિર બનાવવા પાછળ ઉ્દેશ્ય

image source

આ મંદિર અંગ્રેજીના શિક્ષણનું મહત્વ સમજાય તે ઉદ્દેશ્યથી દલિત સમાજના લોકો દ્વારા 2010માં ઓક્ટોબરમાં બનાવવામાં આવ્યું હતું. અહીંના દલિત સમાજનું માનવું છે કે, ભીમરાવ

આંબેડકરે હંમેશા અંગ્રેજી શિક્ષણ પર જોર આપ્યું હતું અને કહ્યું હતું કે, જો દલિતોએ ઉન્નતિ કરવી હશે તો તેમણે અંગ્રેજી શીખવું પડશે.

બનકા ગામમાં એક સ્થાનિક દલિત નેતા દ્વારા આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. તેમનું માનવું છે કે પુરુષો પાસે તો અભ્યાસના અનેક અવસરો હોય છે, પરંતુ સ્ત્રીઓની સ્થિતિ આજે

પણ અલગ છે. સ્ત્રીઓ આજે પણ શિક્ષણ જગતમાં પાછળ છે, તેથી આ મૂર્તિનો ઉદ્દેશ્ય એ છે કે, મહિલાઓ આ દેવીની જેમ જ ભણે અને આગળ વધે.

દેવીની પ્રેરણાથી મહિલાઓ શીખે છે અંગ્રેજી

image source

લોકોનું માનવું છે કે, જ્યારે ગામની મહિલાઓ અહીંયા માથું નમાવવા જાય છે, ત્યારે ઈંગ્લિશ દેવીમાંથી તેમને પ્રેરણા મળે છે. ખાસ કરીને ઈંગ્લિશ ભાષા પ્રત્યે તેમનામાં જિજ્ઞાસા જાગે છે.

મંદિરની છે માન્યતા

image source

આ મંદિરમાં આ ગામના જ નહીં બલ્કે આસપાસના ગામમાંથી પણ લોકો આવે છે અને પોતાના બાળકોનું એડમિશન સારી સ્કૂલોમાં થાય તેવી બાધા પણ રાખે છે અને બાળકો સારું અંગ્રેજી બોલે તેવી પણ માન્યતા રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ