23.05.2020 – ટૈરો રાશિફળ : નવા વિચારો અને યોજનાઓ સાથે કામ કરવાનો અને આગળ વધવાના સંકેત કરે છે શનિવાર

ટૈરો રાશિફળ : નવા વિચારો અને યોજનાઓ સાથે કામ કરવાનો અને આગળ વધવાના સંકેત કરે છે શનિવાર

મેષ – The Tower

આજે તમારે નવા વિચારો સાથે જાગૃત પણ થવાનું છે. ભવિષ્યને લઈ જાગૃત થાઓ. પોતાના અંગત જીવનમાં આગળ વધવા માટે યોજના બનાવો. પોતાની પ્રોફેશનલ લાઈફ માટે સારી તક મળશે તેને જતી ન કરો. સારા સંકેત મળી રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે.

વૃષભ- The Emperor

આજનો દિવસ તમારા મિત્રો અને પરીવારના લોકોની મદદ કરવાનો છે. જે લોકો તમારી ચિંતા કરે છે તેને તમે મદદરૂપ સાબિત થઈ શકો છે. કારર્કિદી કે બિઝનેસમાં ફેરફારના યોગ છે. પોતાની ખ્યાતિને અનુરુપ સફળતા અર્જિત કરો. તમારા તરફથી શક્ય તેટલા તમામ પ્રયાસ કરો.

મિથુન- Ace of Wands

આજનો દિવસ થોડો પરેશાની ભરેલો હોય શકે છે. કામને લઈને ગેરસમજ ભરેલી સમસ્યા થઈ શકે છે. લોકો પર ભરોસો રાખી કામ કરો. સાથે કામ કરતાં લોકોને ગેરસમજ થાય તો તેનાથી અવગત કરાવો. આજે કોઈ મામલે તમને ગુસ્સો આવશે જે સંબંધો માટે યોગ્ય નથી. શાંત રહેજો.

કર્ક – Wheel of Fortune

આજનો દિવસ તમારા માટે એ વાતનો વિચાર કરવાનો છે કે તમે ભવિષ્યમાં કઈ દિશામાં જવા ઈચ્છો છો અથવા તો તમને વધારે લાભની અપેક્ષા કઈ દિશાથી છે. મગજને શાંત રાખી યોજના પર કામ કરો. તમને લોકો પાસેથી સારી સલાહ મળી શકે છે. નવા વિકલ્પ સામે આવશે.

સિંહ – The Empress

તમારા માટે આજનો દિવસ વધારે પ્રયત્ન કરવાનો છે. અંગત અને વ્યાવસાયિક બંને બાબતે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ પર તમને લાભ મળશે. કેટલીક બાબતોમાં તમારે લોકોના મનમાં જન્મેલા ભ્ર્મને દૂર કરવા પ્રયાસ કરવા પડશે. તમારા જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કરવાની યોજના બનાવો.

કન્યા – The Star

આજનો દિવસ તમારા માટે પ્રોડક્ટિવ રહેશે. અનેક કામોમાં તમારી ઈચ્છા અનુસાર પરીણામ મળશે સાથે જ કોઈ કામ જો લાંબા સમયથી અટકેલું છે તો આજે તેને પુરું કરી શકશો. આજે તમને કોઈ સરપ્રાઈઝ પણ મળી શકે છે. તેનાથી તમે પ્રસન્ન રહેશો. દિવસ સારો છે લાભ ઉઠાવો.

તુલા – King of Wands

આજે તમારે કેટલાક કામો શરુ કરતાં પહેલા તેના પર વિચાર કરવાની જરૂર છે. શક્ય છે કે કારર્કિદી, જોબ સાથે જોડાયેલી મહત્વની ઓફર તમને મળે. આજે તમારી સાંજ માનસિક શાંતિ અને રાહત ભરેલી હશે. જે તમને નવી ઊર્જાથી ભરી દેશે. વાહન ચલાવવામાં સાવધાની રાખો.

વૃશ્ચિક – Five of Cups

આજે વ્યાવસાયિક પ્રગતિ થશે. આજનો દિવસ સફળતાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે. તમારા પર લોકો વિશ્વાસ કરે તે માટે તમારે દ્રઢતાથી પોતાનો પક્ષ લોકો સામે રાખવો પડશે. આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને આગળ વધવાનો પણ છે.

ધન- Six of Pentacles

આજનો દિવસ તમારા અંગત જીવન માટે શ્રેષ્ઠ સાબિત થશે. પ્રિયજન અને મિત્ર તમારા સંબંધ પ્રત્યેની લાગણીના વખાણ કરશે. આજે તમારા તર્કોને સાઈડ પર રાખજો. કારણ વિનાના અનુમાન બાજી બગાડી શકે છે. લોકોની વાતોને મનમાં ન લેવી.

મકર – Ten of Swords

આજનો દિવસ તમારા માટે નવી ખ્ચાતિ અને પ્રતિષ્ઠા આપનાર હશે. તમારા પ્લાન અને કાર્યશૈલીના વખાણ થશે. આ સમયે પોતાની રચનાત્મકતાને દેખાડવાનો પણ યોગ્ય સમય છે. તમારા સંબંધોમાં લાભ થશે અને સારા સમાચાર મળશે.

કુંભ- The Moon

આજે તમારા માટે જૂના સંપર્કોને જીવિત કરવાનો દિવસ છે. પોતાના લોકો અને પોતાના ગૃપ સાથે જોડાયેલા દિવસોને યાદ કરશો. આજે તમને કેટલીક નવી તક પણ મળશે. પોતાના લોકો વચ્ચે સુકૂન અને પ્રેમથી રહી શકશો. પોતાના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટે સતત કામ કરવાથી બચવું. બ્રેક લેવો જરૂરી છે.

મીન – The Hermit

આજે તમને કારર્કિદીમાં જૂના મિત્રો મદદ કરશે. પ્રિય લોકોની મદદથી તમે સમસ્યાઓ પર વિજયી થશો. તમારું વ્યક્તિત્વ આજે આકર્ષક હશે. પોતાની ભાવનાઓને યોગ્ય રીતે વ્યક્ત કરવાનો આજનો દિવસ છે. આજે ધન સંબંધીત બાબતમાં થોડા સાવધાન રહેવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ