કોરોના કાળમાં જાપાનની કાળઝાળ ગરમીમાં લોકપ્રિય બની રહ્યા છે cold માસ્ક, જાણો કેવી રીતે આપે છે ઠંડક

આજે જ્યારે કોરોના વાયરસ નામનો રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાયો છે ત્યારે માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. જો કે, આ વધતી જતી ગરમી વચ્ચે માસ્ક પહેરવું મુશ્કેલ છે. યઅ વાત ધ્યાનમાં રાખીને ટેકનીલોજી કિંગ એવા જાપાનમાં ખાસ પ્રકારના માસ્ક બજારમાં આવી રહ્યા છે.

image source

તેણે આઈસી માસ્ક નામે ઓળખવામાં આવે છે. આ માસ્ક તમને કાળજાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે. જાપાનમાં આઈસી માસ્ક ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. આ માસ્કમાં વપરાતું કપડું ઠંડુ હોય છે. જેથી આ માસ્કને પહેરવાથી ગરમી લાગતી નથી.

image source

જાપાનમાં આ માસ્ક જગ્યાએ જગ્યાએ વેન્ડિંગ મશીન થકી વેચવામાં આવે છે. આ માસ્ક કોરોના વાયરસ સામે બચવા માટે તો ઉપયોગી છે જ પણ સાથે ગરમીથી પણ બચાવે છે. આ માસ્કથી ગરમીથી પડતી તકલીફો પડતી નથી.

image source

જાપાનમાં આઈસી માસ્કને વેન્ડિંગ મશીનોમાં 04 ડિગ્રીના તાપમાન ઉપર સાચવવામાં આવે છે. જાપાન ટાઈમ્સ પ્રમાણે જાપાનમાં એક વેન્ડિંગ મશીનથી આશરે ચારસો આઇસી માસ્ક વેચાય છે.

પરંતુ આ માસ્કનો ઉપયોગ કરના લોકોનું કહેવું છે કે આ માસ્ક એક વખતના ઉપયોગ માટે બરોબર છે પરંતુ તે પછી માસ્ક એટલા ઠંડા નથી રહેતા.

image source

જાપાનમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રીથી ઉપર જવા લાગ્યું છે. ત્યાં માટે આ તાપમાન ખૂબ જ વધારે છે. આટલા ગરમ વાતાવરણમાં માસ્ક પહેરવો અઘરો બની ગયો છે. તો એના ઉપાયરૂપે કંપનીએ આવું આઈસી માસ્ક બજારમાં લોન્ચ કરી દીધું.

ચીનીના મીડિયાએ પણ આઈસી માસ્કના વખાણ કર્યા છે. અહેવાલ અનુસાર જ્યારે જાપાનમાં અનેક જગ્યાએ તાપમાન 30 ડિગ્રીથી ઉપર પહોંકહ્યું છે ત્યારે તેની સાથે ઝઝૂમવા માટે એક મોટી કંપનીએ આ આઇસી માસ્ક વેચવાનો ઉપાય વિચાર્યો. આ માસ્કની કિંમત આશરે 6.5 અમેરિકન ડોલર છે એટલે કે ભારત માટે આશરે 470 રૂપિયા છે.

image source

જાપાની અસહી શિમ્બુનના આપેલા રિપોર્ટ મુજબ જાપાનના યમાગાટા પ્રાંતમાં એક ખાસ ઠંડી વસ્તુ વેચવાની સંસ્કૃતિ છે. ત્યાંના સ્થાનિક લોકોને ઠંડા નૂડલ્સ અને ઠંડુ શેમ્પૂ વેચવાની ટેવ હોય છે. તે સંસ્કૃતિના વિચાર ઉપરથી આ આઇસી માસ્ક વેચવાનું કામ શરૂ થયું.

image source

માર્ચ મહિનાની પંદર તારીખ આસપાસ જાપાની સાહસિક કંપનીએ આ આઈસી માસ્ક બનાવવાનું શરૂ કર્યું. કંપનીના અધિકારીઓએ ઓટો સેલ્સ મશીનથી આઇસી માસ્ક વેચવાનું નક્કી કર્યું હતું. અત્યારે તો એક ગ્રાહક આવા માસ્ક પહેરીને ગરમીથી ઠંડક અનુભવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ