22.05.2020 – ટૈરો રાશિફળ : લાભ થાય તેવી તક મળવાનો, સંબંધોમાં સુધાર થવાનો અને આત્મવિશ્વાસ વધારનાર દિવસ હશે શુક્રવાર

ટૈરો રાશિફળ : લાભ થાય તેવી તક મળવાનો, સંબંધોમાં સુધાર થવાનો અને આત્મવિશ્વાસ વધારનાર દિવસ હશે શુક્રવાર

મેષ- Justice

આજનો દિવસ સામાન્ય રહેશે. કેટલાક લાભના અવસર મળશે. કોઈ જૂની ચિંતાનું સમાધાન મળશે. આજે તમે કામ પર ફોકસ કરી શકશો. તેનો ઉપયોગ કામ માટે કરો. પોતાના વેપાર અને વ્યવસાય બાબતે ગંભીરતાથી વિચારો. મનમાં કોઈ પ્રકારનો ભય ન રાખો. તમે જેવા ધારો છો તેવા ફેરફાર જીવનમાં થશે.

વૃષભ – The Moon

આજનો દિવસ તમારા માટે સારા અને ખરાબ બંને પ્રકારના પરીણામ આપનાર રહેશે. નોકરી કે બિઝનેસમાં આજે કોઈ સમસ્યા થઈ શકે છે. પરંતુ સંબંધો અને મિત્રોની બાબતમાં તમારી લાગણીના કારણે તાણ વધી શકે છે. આજે થોડો સમય કાઢી અને પોતાની સાર-સંભાળ લેવી. જેટલો સમય તમે તમારી જાતને આપશો તેટલી શાંતિ અનુભવશો.

મિથુન – Queen of Swords

આજનો જિવ, તમારી યોગ્યતા અને ક્ષમતાથી આગળ વધાવાનો છે. પોતાની જાતને કોઈથી ઉતરતી ન સમજો. તમારે તમારા કામ અને યોગ્યતા પર ભરોસો કરવો. બીજા સાથે પોતાની સરખામણી ન કરવી. આમ કરશો તો દિવસ પરેશાન કરનાર સાબિત થશે. પોતાની નબળાઈને ઓળખી અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરો.

કર્ક – Eight of Wands

આજનો દિવસ તમારા માટે વિચિત્ર પરિસ્થિતીઓવાળો હશે. તમારી આસપાસના લોકો, મિત્રો સાથે વાચતીચ કરશો તો પણ ખાલીપો જણાશે. થોડો સમય મેડિટેશન કરવામાં પસાર કરો. મનને શાંતિ મળશે અને આધ્યાત્મિક પ્રગતિ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે.

સિંહ- The Emperor

આજનો દિવસ તમારા માટે સારો રહેશે અને ફળદાયી પણ સાબિત થશે. જીવનમાં ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. તમારા પોતાનામાં આત્મવિશ્વાસની ખામી હોય તો તેને દૂર કરવી. તમારામાં બધા જ ગુણ છે જે સફળ થવા માટે જરૂરી છે. પોતાના પર વિશ્વાસ રાખો. નકારાત્મક ઊર્જાથી પ્રભાવિત ન થવું.

કન્યા – The Hermit

પોતાના માટે ભવિષ્યની યોજના બનાવો. ભૂતકાળને ભુલી અને આગળ વધો. તમને નવા અવસર મળશે જેનાથી જીવનમાં ઉન્નતિ થશે. કોઈથી નારાજ હોય તો તેને આજે માફ કરી દેવા. કોઈપણ કાર્યમાં કે સંબંધમાં પોતાના તરફથી પ્રયાસ વધારો.

તુલા- Strength

આજે પોતાની ભુલને સ્વીકારો અને તેને નકારવાને બદલે તેમાંથી સીખ લ્યો. જેથી ભવિષ્યમાં કોઈ ભુલ થાય તેની સંભાવના ઘટી જાય. તમે તમારા લક્ષ્યની નજીક છે. ધીરજથી કામ લ્યો. ભવિષ્ય માટે આજે કોઈ યોજના ન બનાવો. તેમાં ફેરફાર કરવા પડી શકે છે. વિવાદોથી તમારા સંબંધો પર અસર થશે.

વૃશ્ચિક – Five of Cups

આજે તમારી યોજનાઓમાં કોઈ રુકાવટ આવી શકે છે. તેનાથી મન ખિન્ન રહેશે. તમારું માનસિક સંતુલન જાળવી રાખવા મનને એક કામમાં સ્થિર કરો. પોતાના લક્ષ્યની તરફ આગળ વધો. પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરો. સમસ્યાનું સમાધાન મળી જશે.

ધન- Six of Swords

આજે તમારામાં ભાવુકતા વધારે રહેશે જેના કારણે મૂડ સ્વિંગ થશે. પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો નહીં તો સ્થિતિ એવી થશે કે ખોટો નિર્ણય લેવાઈ શકે છે. કોઈ વ્યવસાયના આરંભનો વિચાર કરતા હોય તો દસ્તાવેજોને સારી રીતે ચકાશી લેવા. જો કોઈ વ્યવસાય ભાગીદારીમાં હોય તો કાર્યવાહી લેખિતમાં કરો. એવું ન બને કે અજાણતા તમારું નુકસાન થઈ જાય.

મકર – Judgement

આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ સ્થિતિવાળો હશે. કેટલીક બાબતોમાં અસફળતા મળવાના સંકેત છે. મનમાં અનેક વિચાર આવશે પરંતુ તેને લાગુ કરી શકશો નહીં. મનમાં દુવિધા રહેશે. બીજા પર ભરોસો કરતાં શીખો. પરફેકશન પર એટલું ધ્યાન આપો તે તમારું સ્વાસ્થ મનની શાંતિ અને સંબંધ પર નકારાત્મક અસર થાય. સકારાત્મક દ્રષ્ટિકોણથી વિચારો.

કુંભ – The Chariot

આજનો દિવસ કામ પર ફોકસ કરવાનો છે. જીવનમાં તમે બંધાયેલા છો તેવું અનુભવો તો આ ઉચિત સમય છે કે તમે જીવનને નવી દિશા આપો. ટોળાથી અલગ થઈ અને આગળ વધો. સંબંધોમાં તમે ખુશ નથી તો તેમાં બંધાયેલા રહો તેના કરતાં પોતાના અસ્તિત્વ માટે કંઈ કરો.

મીન – The Fool

આજે કોઈ વાતને લઈ પરેશાનીઓ થઈ શકે છે. કોઈ નિર્ણય લેવામાં દુવિધા હોય તો કોઈની સલાહ લેવી. પોતાની અંતરઆત્માનો અવાજ સાભંળો. આજે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખો. જો કોઈ પરેશાની છે તો તે પણ દૂર થઈ જશે. અસમંજસની સ્થિતિ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ