શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, આ વાતને સાર્થક કરતો દાખલો સુરતની આ શિક્ષિકા એ આપ્યો…

शिक्षक कभी साधारण नहीं होता।

એક દિવસમાં 1200 સુર્યનમસ્કાર?😱😱😱

Nothing is impossible, What we lack is will power

હું પહેલા જ્યારે એવું સાંભળતો કે શિવાજીના ગુરુ રામદાસ સ્વામી દરરોજ 1200 🌞સુર્યનમસ્કાર🙏🏼 કરતાં, ત્યારે અતિશયોક્તિ લાગતી હતી. કોઈને 200 🌞🙏🏼 કરતાં સાંભળીએ તો પણ માનવું અઘરું પડતું.

શાર્દૂલ શિશુવિહાર દ્વારા દર વખતની જેમ આ વખતે પણ સરસ્વતી ઉપાસક શિબિર(5)નું આયોજન કરાયું હતું. જે પરિસ્થિતિ પ્રમાણે નર્મદા નદીના કિનારે ન હતી, પરંતુ ટેક્નોલોજી માતાના આશરે એટલે કે ગુગલ મીટ પર યોજાઈ હતી. આ શિબિરનો પહેલો જ વર્ગ સુર્યોપાસના પર 14 may ના રોજ હતો, જે કલ્પેશભાઇ ધાનાણીએ લીધો હતો. આ વર્ગ સાંભળી મારા ધર્મપત્ની ચાંદની એ મનોમન નક્કી કર્યું કે મારે એકવાર તો એક દિવસના 1200 સુર્યનમસ્કાર(🌞🙏🏼) કરવા જ છે. તેઓ દરરોજ 108 🌞🙏🏼 તો કરતાં જ હતાં.

મન મક્કમ કરી, દ્રઢ નિર્ધાર સાથે તેઓ રોજ 🌞🙏🏼ની સંખ્યા વધારતા ગયાં. 108 પછી 200, 200 પછી 300, પછી 400, પછી 500, પછી 700, પછી 900 અને આજે 1200.😱 આજે 3 કલાકમાં 1200 🌞🙏🏼 કર્યા. નક્કી કરેલું ધ્યેય પુર્ણ કર્યું.

હું જેને અશક્ય માનતો હતો, તે મારા ઘરે જ, કોઈએ શક્ય કરી બતાવ્યુ. મારા માટે આ ખુબ મોટો આનંદ અને ઉત્સાહનો દિવસ છે. ઈચ્છા શક્તિ મજબુત હોય તો કંઈ પણ કરી શકાય છે, શરીર કરતાં મન નબળું હોય છે. 🌞🙏🏼ને ઉપાસના તરીકે કરવામાં આવે તો તે શરીર અને મન બંન્ને ને મજબુત કરે છે.

1200 🌞🙏🏼 કરીને એમણે કેટલાયે લોકોને એમણે પ્રેરણા આપી છે. શાર્દૂલ ના બધાં જ શિક્ષકો અને વ્યવસ્થાપકો વધુને વધુ સુર્યોપાસના દ્વારા શરીર અને મનથી મજબુત થવા કટિબદ્ધ થયા છે.

શાર્દૂલમાં તેઓ એક શિક્ષક તરીકે તો શ્રેષ્ઠ છે જ, પરંતુ હવે બાળકો તેમને તન અને મનના પ્રેરણાસ્ત્રોત તરીકે જાણી અનન્ય પ્રેરણા લેતા થશે. એમની પણ અંતરથી એવી ઈચ્છા કે મારા વિદ્યાર્થીઓ શારીરિક રીતે નમાલા ન હોવા જોઈએ. હું 🌞🙏🏼 કરીશ તો બાળકો તેનું મહત્વ વધું સારી રીતે સમજી , આચરણ કરશે.

એમની દ્રઢ ઈચ્છા શક્તિને જોતાં, એ હજું આવા કેટલાંક અશક્ય મનાતા કાર્યો કરી, પ્રત્યક્ષ ઉદાહરણ પુરુ પાડી શકશે. પ્રભુ તેમને આવી અનન્ય શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. 🙏🏼🙏🙏

❤ I just not love u, but i respect u too 🙏

😊Thank you for being my powerful life partner😊

લેખક – ડો. ભાવેશ કાચા (ભાવેશ ભાઈ પોતે એનેસ્થેસ્યોલોજીસ્ટ છે અને સુરતમાં પ્રેક્ટિસ કરે છે, ચાંદની બેન એમના ધર્મપત્ની છે.)

ભાવેશ ભાઈ આપનો ખુબ ખૂબ આભાર કે આપે અમારી વેબ સાઇટ પર આટલી પ્રેરણાદાયી વાત અમારા મિત્રો સાથે શેર કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ