21.04.2020 – ટૈરો રાશિફળ : મંગળવારનો દિવસ કઈ કઈ રાશિ માટે છે મંગળ જાણવા વાંચો રાશિફળ

ટૈરો રાશિફળ : મંગળવારનો દિવસ કઈ કઈ રાશિ માટે છે મંગળ જાણવા વાંચો રાશિફળ

મેષ – Justice

આજે તમારે સખત કામમાંથી વિરામ લેવાની જરૂર છે તેવો અનુભવ થશે. આજે તમે કાર્યને ઓછું પ્રાધાન્ય આપશો. તમારી શારીરિક ક્ષમતા પ્રમાણે કાર્ય કરો. શક્ય હોય એટલી માનસિક તાણ લેવાનું ટાળો અને કોઈ શારીરિક જોખમ ન લો. તમે નિયમિત કાર્યોથી કંટાળો અનુભશો. આજનો દિવસ આરામ કરવામાં પસાર થશે.

વૃષભ – The Moon

આજે તમારે થોડી વધારે મહેનત કરવા તૈયાર રહેવાની જરૂર છે. તમારે સફળતા માટે ઘણો પરસેવો પાડવો પડશે. કામ કરવામાં ચીડિયાપણું અનુભવી શકો છો, પરંતુ સંજોગો અને મનની ચંચળતા પર આજે કાબૂ રાખજો.

મિથુન – Eight of Cups

તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. જે સ્થિતિ અત્યાર સુધી તમારી તરફેણમાં ન હતી તે હવે આવી શકે છે. આજે કોઈ મોટા પરિવર્તન થવાની સંભાવના છે. કારકિર્દીની દ્રષ્ટિએ તમે ભવિષ્યને ધ્યાનમાં રાખી અને મહત્વના નિર્ણય લઈ શકો છો.

કર્ક- Ten of Swords

આજે તમે તમારી જાતને કંટાળા અને નિરાશામાં અનુભવો. તમને લોકોનો સારો સહયોગ મળશે. તમારા ભાગ્ય પર વિશ્વાસ કરો અને તણાવમુક્ત રહેવા માટે જેટલું પણ કામ કરી શકો તેટલું કરો. સંબંધોમાં ભાગ્યનો સાથ મળશે. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

સિંહ – Four of Wands

આજે તમે નવા પ્રોજેક્ટ અથવા કારકિર્દીને લઈ મહત્વનો નિર્ણય કરી શકો છો. તમારી મહેનત અને સમર્પણથી તમને એક નવી ઓળખ મળી શકે છે. જેના માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો તે કાર્ય પૂર્ણ થશે. તમારા ભાગ્ય પરિવર્તન માટે તૈયાર રહો. સંજોગોમાં અચાનક પરિવર્તન આવી શકે છે. જે તમારા માટે રોમાંચક હશે.

કન્યા – Knight of Pentacles

આજનો દિવસ કેટલીક નવી તક લાવશે અથવા તમારા કાર્યની પ્રશંસા થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. આગામી સમયમાં તમારા જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, સંપત્તિ અને સારી વસ્તુઓનું આગમન થવાની તૈયારી છે. તમારો દિવસ ખુશી સુચવી રહ્યો છે.

તુલા – Judgement

તમને આજે તમને કાર્ય સફળતા મળી શકે છે. તમારી પ્રતિભા લોકો સામે ઉજાગર થાય તેવા સંકેત મળે છે. તમે તમારા કાર્ય પ્રત્યે વધુ સમર્પિત રહેશો. આજની કેટલીક બાબતો તમને આવતી કાલે અસર કરશે. તેથી સંજોગોને તમારી તરફેણમાં રાખવાનો પ્રયાસ કરો.

વૃશ્ચિક – Temperance

તમારા જીવનની સર્જનાત્મકતા સાથે જોડાવાનો આજનો દિવસ છે. તમે તમારા જીવનને એક રોમાંચક વળાંક તરફ લઈ જાઓ છો. તમારે તમારા જ્ઞાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે. વસ્તુઓની ખરીદીમાં આર્થિક નુકસાન થઈ શકે છે. સાવધાન રહેજો.

ધન – The Lovers

આજે તમે જવાબદારીઓ મહત્વ આપજો. રોમાંસ અને સાહસથી ભરેલો દિવસ જણાય છે. અંગત સંબંધો માટે સમય અનુકૂળ છે. નવા લોકો સાથે પણ મુલાકાત થશે. જરૂરી કાર્યોને પુરા કરશો નહીં તો સમસ્યા થશે. થોડી બેદરકારી પણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મકર – Ace of Cups

આજે તમારા માટે તમારી કુશળતા અને ક્ષમતા પર પ્રશંસા મેળવવાનો દિવસ છે. કારકિર્દી સંબંધી તમને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. અંગત જીવનની જવાબદારીઓની અવગણના ન કરવી.

કુંભ – Six of Swords

આજે તમારી કારકિર્દી અને જવાબદારીઓ વિશે ઊંડાણપૂર્વક વિચારવાનો દિવસ છે. તમે કાર્યો સાથે ન્યાય કરવામાં સક્ષમ છો તેના વિશે વિચાર કરો. તમારે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં થોડું મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા વિચારી શકો છો.

મીન – The Hermit

આજે તમારે વધારે પડતા ઉત્સાહથી બચવું પડશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો. તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરો. કામનું દબાણ તમારા પર વધી શકે છે. અતિઉત્સાહમાં નુકસાન થાય તેવું પગલું ન ભરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ