આ નાસ્તા કરવાથી ઘટી જાય છે વજન, જાણો તમે પણ અને કરો ફોલો

શું તમે વજન ઘટાડવા માગો છો તો રોજ કરો આ વજન ઘટાડતા નાશ્તાઓ

આપણે જ્યારે ક્યારેય પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણે હંમેશા સૌ પ્રથમ તો આપણા ખોરાક પર જ કાપ મૂકી દેતા હોઈએ છે કારણ કે તે જ આપણને સરળ ઉપાય લાગતો હોય છે કારણ કે ઘણા લોકોને એક્સરસાઇઝ કરવામાં તકલીફ થતી હોય છે અને માટે તેઓ પોતાનો ખોરાક ઓછો કરીને વજન ઘટાડવા પ્રયાસ કરતા હોય છે જે વજન ઘટાડા માટેનો અસરકારક ઉપાય નથી હોતો.

image source

વાસ્તવમાં તમારે ભોજનમાં ઘટાડો કરીને નહીં પણ તમારા ભોજનની ગુણવત્તાને સુધારીને વજન ઘટાડવા પ્રયાસ કરવો જોઈએ. આમ કરવાથી તમે ભુખ્યા પણ નહીં રહો અને હેલ્ધીલી વજન ઘટાડી શકશો. તો આજે અમે તમારા માટે કેટલાક એવા નાશ્તાઓ વિષેની જાણકારી લઈને આવ્યા છે જે તમારા પેટને ફુલ રાખશે અને તેમ છતાં તમારું વજન નહીં વધારે અને પેટ ભરેલું રહેશે અને તેના કારણે તમે કોઈ અનહેલ્ધી ફૂડ પણ નહીં ખાવા લલચાવો. આ નાશ્તાઓ તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરશે

સુકો મેવો

આ એક પોષણયુક્ત ખોરાક છે. તેનું નિયમિત ચોક્કસ પ્રમાણમાં સેવન કરવાથી તે હૃદયના રોગો તેમજ કેટલાક પ્રકારના કેન્સર્સ અને ડીપ્રેશન અને બીજી ઘણી બધી બીમારીઓના જોખમને ઘટાડી શકે છે. આ ખોરાકમાં ફેટનું પ્રમાણ વધારે હોવા છતાં તે તમારું પેટ જલદી ભરી નાખતું હોવાથી તે વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. રોજ 28-30 ગ્રામ નટ્સ ખાવાથી તમને 180 હેલ્ધી કેલરી મળે છે.

ગ્વાકામોલેની સાથે લાલ કેપ્સિકમ

image source

આમ તો બધા જ કેપ્સિકમ મરચા સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે પણ આ લાલ કેપ્સિકમમાં પ્રમાણમાં વધારે એન્ટીઓક્સીડ્ન્ટ જેમ કે બેટા કેરોટીન, કેપ્સેનથીન અને ક્યુરસેટીન વધારે પ્રમાણમાં હોય છે. તેમાં વિટામીન સીનું પ્રમાણ પણ વધારે હોય છે. એક મોટા લાલ કેપ્સિકમ સાથે 80-100 ગ્રામ ગ્વાકામોલે લેવાથી તમારા ભોજનમાં સ્વસ્થ ફેટ અને ફાયબર ઉમેરાય છે. આ સ્નેકની કેલરી 200થી ઓછી રહે છે.

અળશીના બીજ અને તજ સાથે કોટેજ ચીઝ

આ ત્રણે વસ્તુઓનું કોમ્બિનેશન તમને અઢળક લાભ આપે છે. કોટેજ ચીઝમાં પ્રોટીનનું પ્રમણ વધારે હોય છે તે તમારા પેટને પણ ફુલ રાખે છે તેમાં રહેલા હેલ્ધી એસીડ તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. અળશીના બીજ તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે અને બ્લડ શુગર પણ કંટ્રોલ કરે છે. તેનાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ પણ ઘટે છે. તજ બ્લડ શુગરને નીચી લાવે છે અને તમારા આંતરડાને પણ સ્વસ્થ રાખે છે. આ નાશ્તો 150 કેલરીથી ઓછો હોય છે.

ગ્રીક યોગર્ટ અને મિક્સ બેરીઝ

આ બન્ને વસ્તુનું કોમ્બીનેશન ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. ગ્રીક યોગર્ટમાં કેલ્શિયમ તેમજ પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે તેમજ તેમાં પ્રોટીન પણ વધારે હોય છે. બેરીઝમાં એન્ટિઓક્સિડન્ટ્સનુ પ્રમાણ વધારે હોય છે. 100 ગ્રામ ફુલફેટ ગ્રીક યોગર્ટની સાથે અરધો કબ બેરીઝનો નાશ્તો તમને 150 કરતાંથી ઓછી કેલરી આપશે.

એપલ સ્લાઇસ અને પીનટ બટર

image source

સફરજનની ચીરી અને પીનટ બટરનું કોમ્બીનેશન ઘણું સ્વાદિષ્ટ હોય છે. સફરજનમાં ફાયબર તેમજ લીફેનલ એન્ટીઓક્સીડન્ટ્સ વધારે હોય ચે જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને હૃદય રોગના જોખમને પણ દૂર કરે છે. તેના માટે તમારે એક મધ્યમ કદનું સફરજ અને લગભગ એક મોટી ચમચી પીનટ બટર લેવું જોઈએ. આ નાશ્તો 200 કેલરીઝથી ઓછો હોય છે.

કેલ ચિપ્સ

કેલ આ એક ખુબ જ હેલ્ધી વનસ્પતિ છે, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાયબર અને એન્ટિઓએક્સીડન્ટ્સ હોય છે. આ ચિપ્સ તમારા બ્લડ પ્રેશરને નીચું લાવે છે અ કોલોન કેન્સરના જોખમને પણ ઘટાડે છે. 1 કપ કાચા કેલ તમને વિટામીન એ, સી અને કે પુરા પાડે છે. કેલ ચીપ્સનો નાશ્તામાં 150 કરતાં ઓછી કેલરીઝ હોય છે.

કેલ ચીપ્સ બનાવવા માટે તમારે 1 કપ નાના કદના કેલના પાંદડા, 1 મેટી ચમચી ઓલીવ ઓઈલ, અરધી નાની ચમચી મીઠું જોઈશે. આ બધી જ સામગ્રી તમારે એક બોલમાં મિક્સ કરવાની છે. ત્યાર બાદ કેલના પાંદડાને તમારે બેકિંગ ટ્રે પર પાર્ચમેન્ટ પેપર પર મુકવાની છે ત્યાર બાદ તેને 170 સેલ્સીયસ પર 10-15 મિનિટ માટે બેક કરવા મૂકી દેવી. આમ કરતી વખતે ધ્યાન રાખવું કારણ કે તે ખુબ જ ઝડપથી બળી જાય છે.

સેલેરી સ્ટીક્સ વિથ ક્રીમ ચીઝ

આ એક લો કાર્બ નાશ્તો છે પણ તે તમારું પેટ ભરેલું રાખે છે. સેલેરી જે કોથમીરનો જ એક પ્રકાર છે તેમાં લ્યુટેઓલીન અને એન્ટિઓક્સિડન્ટ સમાયેલા હોય છે. આ નાશ્તા માટે તમારે પાંચ-છ સેલેરી સ્ટીક્સ અને 60 ગ્રામ ક્રીમ ચીઝની જરૂર પડશે. આ નાશ્તામાં 200થી ઓછી કેલરી હોય છે.

ડાર્ક ચોકલેટ અને બદામ

image source

આ એક અત્યંત સ્વાદિષ્ટ નાશ્તો છે. ડાર્ક ચોકલેટમાં પુષ્કળ ફ્લેવનોલ્સ હોય છે જે તમારા બ્લડ પ્રેશરને નીચું લાવે છે અને હદય રોગના જોખમને ઘટાડે છે. બદામની વાત રીએ તો તે હૃદય મટે હેલ્ધી ખોરાક છે. તે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. તે તમારી ભૂખને ઘટાડે છે અને તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ બન્નેમાં મેગ્નેશિયમ પણ વધારે હોય છે. 30-30 ગ્રામ બન્ને એક સાથે નાશ્તામાં લેવાથી તે તમને 300 કેલરીનો નાશ્તો આપશે.

ફ્રૂટ

image source

એવું જરૂરી નથી કે એક સ્વસ્થ નાશ્તો જંજટ વાળો જ હોય, કેઈ ફ્રૂટ પણ તમારા નાશ્તાનું કામ કરી શકે છે. જેમાં કેળા, સફરજન, જમેરુખ, દ્રાક્ષ, સંતરા વિગેરેનો સમાવેશ થાય છે.

અળશી અને તજનો નાશ્તો

તજ અને અળશીના લાભ તમે જાણો છો. આ નાશ્તો બનાવવા માટે તમારે ½ કપ કોટેજ ચીઝ, 1 મોટી ચમચી અળશીના બીજ અને અરધી નાની ચમચી તજનો પાઉડર જોઈશે. તમે મીઠાશ ઉમેરવા માટે મધનો ઉપયોગ કરી શકો છો. બસ થઈ ગયો નાશ્તો તૈયાર.

ચેરી ટોમેટોઝ અને મોઝરેલા ચીઝ

image source

ચેરી ટોમેટો અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને જો તેને મોઝરેલા ચીઝ સાથે ખાવામાં આવે તો તમને જાણે સ્વર્ગ મળ્યાનો અહેસાસ થશે. ટામેટામાં વિટામીન સી, પોટેશિયમ અને લાઇકોપેને કે જે એક એન્ટિઓક્સિડન્ટ છે તે ભરપૂર પ્રમાણમાં હોય છે તેનાથી તમને કેન્સર તેમજ હૃદયના રોગોનું જોખમ ઘટી જાય છે. જ્યારે મોઝરેલામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે તેમજ વિટામીન બી12 પણ હેય છે. તેમાં ગુડ કોલેસ્ટેરોલ પણ વધારવામાં મદદ કરે છે. આ બન્ને વસ્તુનો નાશ્તો તમને 200 ગ્રામ કરતાં ઓછી કેલરી આપે છે.

હાર્ડ બોઇલ્ડ એગ્સ

ઇંડા સ્વાસ્થ્ય માટે કેટલા હેલ્ધી હોય છે તે આપણે સારી રીતે જાણીએ છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, નિટામીન કે 2 અને બી12 સમાયેલા હોય છે. આ ઉપરાંત તેનાથી પેટ પણ જલદી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. બે મોટા ઇંડાને હાર્ડ બેઇલ્ડ કરીને ખાવાથી તેમાંથી તમને 140 ગ્રામ કેલરીઝ અને 13 ગ્રામ પ્રોટીન મળે છે.

સૂર્યપ્રકાશમાં સુકવેલા ટામેટા

image source

સામાન્ય રસદાર ટામેટા કરતાં તડકામાં સુકવીને ડ્રાઈ કરેલા ટામેટામાં લાઇકોપેનેનું પ્રમાણ વધારે હોય છે. બજારમાં મળતાં ડ્રાઈડ ટામેટામાં ઓલીવ ઓઈલ પણ હોય છે જે તમારા શરીરને વધારે પ્રમાણમાં લાઇકોપેને એબ્ઝર્બ કરવામાં મદદ કરે છે.

કાકડી અને હમસ

કાકડી અને હમસ એકબીજા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. કાકડીમાં કુકુરબીટેસીન ઈ હોય છે જે એન્ટિકેન્સર અસર કરે છે. હમસ કાબૂલી કે પછી દેશી ચણા, ઓલીવ ઓઇલ અને લસણમાંથી બનાવવામાં આવે છે. જે તમારા હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે.100 ગ્રામ હમસ સાથે 50 ગ્રામ કાકડી ખાવાથી તમને 180 કેલરીનો સ્વસ્થ નાશ્તો મળે છે.

રીકોટા ચીઝ અને કોકો પાઉડર

રીકોટા ચીધને વિવિધ ફળો તેમજ શાકભાજીઓ સાથે ખાવાથી તે ભરપૂર પોષણ આપે છે પણ તેને એકલું ખાવામાં આવે તો પણ તે તમને ભરપૂર ફ્લેવર આપે છે.

image source

આ નાશ્તો બનાવવા માટે તમારે અરધો કપ ફુલ ફેટ રીકોચા ચીઝ, એક નાની ચમચી મીઠાશ વગરનો કોકો પાઉડર અને થોડી મિઠાશ માટે મધ કે બીજું કોઈ હેલ્ધી સ્વીટનરની જરૂર પડશે.

એક નાના બોલમાં રીકોટા ચીઝ લેવું અને તેના પર કોકો પાઉડર અને મધ ઉમેરવું. અને બધું જ બરાબર મિક્સ કરી દેવું. તૈયાર છે હેલ્ધી નાશ્તો.

ઓલીવ્ઝ

image source

ઓલીવ્ઝ એક પોષણથી ભરપૂર ખોરાક છે. તેમાં હૃદય માટે સ્વસ્થ એવી મોનોસેચ્યુરેટેડ ફેટ્સ અને શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ સમાયેલા હોય છે. ઓલીવ ઇન્ફ્લેમેશન, ઇન્સુલીન રેસિસ્ટન્સ અને કેન્સરના જોખમને ઘટાડવાના ગુણધર્મો ધરાવે છે.

બેબી કેરડ્સ અને બ્લૂ ચીઝ

ગાજરમાં કેરોટેનોઇડ્સનું પ્રમાણ વધારે હોય છે. જે તમારા બૉડીને વિટામીન એ પણ રૂપાંતરિત કરીને આપે છે. તેનાથી કેન્સરનું જોખમ પણ ટળે છે અને હૃદયની બીમારી તેમજ મોતિયાનું જોખમ પણ દૂર રહે છે.

image source

બેબી કેરટનું ક્રીમી સલાડ તમને ભાવશે પણ ખૂબ અને તમને પોષણ પણ ભરપૂર આપશે. 100 ગ્રામ બેબી કેરટ્સ સાથે 2 મેટી ચમચી બ્લૂ ચીઝ ખાવાથી તમને 200 કેલરીનો નાશ્તો મળે છે.

મસાલેદાર એવોકાડો

એવોકાડો સૌથી વધારે પોષણવાળા ખોરાકમાંનું એક છે. અને સાથે સાથે તે તમારા ટેસ્ટ બડ્સને પણ સંતોષ આપે છે. એક અભ્યાસ દર્શાવે છે કે બેડ કોલેસ્ટેરોલને નીચું લાવે છે, સંધીવાના લક્ષણોને સુધારે છે અને સૂર્યના તાપથી તમારી ત્વચાને બચાવે છે. આ ઉપરાંત એવોકાડોમાં ફાયબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મોનોસેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે.

એવોકાડોની પેસ્ટમાં થોડું મીઠું અને મરી ભભરાવીને ખાવાથી તમને એક હેલ્ધી 130 કેલરીનો નાશ્તો મળે છે.

સુકુ નાળિયેર એટલે કે કોપરુ

image source

સુકાયેલા કોપરામાં ચરબી વધારે હોય છે જે તમારું મેટાબોલીઝીમ વધારવામાં મદદ કરે છે અને તેના કારણે તમારું વજન પણ ઘટે છે. તે બ્રેન ફંક્શનને સુધારે છે. જો તમે પેકેજ્ડ ડ્રાઈ કોકોનટ ખરીદતા હોવ તો ધ્યાન રાખવું કે તેમાં ખાંડનો ઉપોયગ ન કરેલો હોવો જોઈએ. 28 ગ્રામ સુકાયેલા નાળિયેરમાં 185 કેલરીઝ સમાયેલી હોય છે.

વ્હે પ્રેટીન શેક

જો તમે લાંબા સમય માટે પેટ ભરેલુ રાખવા માગતા હેવ તો વ્હે પ્રોટીન શેક તમારા માટે જ છે. અભ્યાસ દર્શાવે છે કે વ્હે પ્રોટીન તમારા સ્નાયુઓ બાંધે છે, ચરબી ઘટાડે છે અને તમારા બોડીનું કમ્પોઝીશન સુધારે છે.

image source

આજે બજારમાં ઘણા બધા વ્હે પ્રોટીન શેક ઉપલબ્ધ છે તમે તમારી જરૂરિયાત પ્રમાણે પસંદ કરી શકો છો. વ્હે પ્રોટીનનાં એક સર્વિંગમાં 150-200 કેલરી હોય છે અને સાથે સાથે 20-25 ગ્રામ પ્રેટીન હોય છે.

વ્હે પ્રોટીન શેક તૈયાર કરવા માટે તમારે મીઠાશ વગેરનું એક ગ્લાસ બદામનું દૂધ, એક ચમચો વ્હે પાઉડર અને ચપટી મીઠાશ ઉમેરવી જો તમને પસંદ હોય તો. અને તેમાં અરધો કપ ક્રશ કરેલો બરફ ઉમેરવો. થઈ ગયો વ્હે પ્રોટીન શેક તૈયાર.

પેર (જમરુખ) અને રીકોટા ચીઝ

image source

પેરની સ્લાઇસ અને રીકોટા ચીઝ તમારી સ્વાદની તરસને સંતોષશે. પેરમાં અને ખાસ કરીને તેની છાલમાં પોલીફેનોલ એન્ટિઓક્સિડન્ટ્સ સમાયેલું હોય છે જે એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે. જ્યારે રીકોટા ચીઝ પ્રોટીન અને કેલ્શિયમનો ખજાનો છે. આ બન્ને એકસાથ ખાવાથી તમને ભરપૂર પોષણ મળે છે. 100 ગ્રામ રીકોટા ચીઝ અને એક પેર તમને 250 કેલરીનો નાશ્તો અને 12 ગ્રામ પ્રોટીન આપે છે.

ચીયા પુડીંગ – તકમરીયાનું પુડીંગ

ચીયા એટલે કે તકમરીયાના બીજમાં ભરપૂર રેશા હોય છે, તેમાં એટિ ઓક્સિડન્ટ્સ પણ વધારે હોય છે જે તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. તેમાં વધારે કોઈ ફ્લેવર પણ નથી હોતી માટે તે બધી જ સામગ્રીઓ સાથે ભળી જાય છે.

આ પૂડીંગ બનાવવા માટે તમારે 1 મોટી ચમચી તકમરીયાના બીજ અને એક નાનો કપ પાણી જોઈશે. અને સાથે એક મોટી ચમચી કોકો પાઉડર અને એક મેટી ચમચી પીનટ બટર જોઈશે. જો ગળપણ ઉમેરવા માગતા હોવ તો તમે મધ ઉમેરી શકો છો.

image source

પુડીંગને બનાવવા માટે તમારે એક નાના બોલમાં તકમરીયાના બીજ અને પાણી મિક્સ કરી લેવા. તેને અરધા કલાક માટે ફ્રીઝમાં મુકી દેવા. ત્યાર બાદ તેમાં કોકો પાઉડર, પીનટ બટર અને મધ ઉમેરી દેવું.

એડમામે

આ એક કાચા સોયાબીન્સની ડીશ છે. જે લોકો વેજીટેરીયન હોય તેમના માટે આ એક ઉત્તમ ફ્લેવરથી ભરપૂર નાશ્તો છે. એડમામેમાં એટીઓક્સિડન્ટ કાએમ્પફેરોલ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને બ્લડ શુગર પણ નેચું લાવે છે.

ચીઝ

image source

એક અભ્યાસ પ્રમાણે રોજ બેવાર ચીઝ ખાવાથી તમારા શરીરમાંનું બેડ કોલેસ્ટેરેલ લેવલ વધતું નથી. 50-60 ગ્રામ ચીઝ તમને 14 ગ્રામ પ્રોટીન આપે છે અને 200 ગ્રામ કેલરી આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ