20.05.2020 – બુધવારે કઈ રાશિના જાતકોની બેવડાશે ખુશીઓ, જાણવા વાંચો ટૈરો રાશિફળ

બુધવારે કઈ રાશિના જાતકોની બેવડાશે ખુશીઓ, જાણવા વાંચો ટૈરો રાશિફળ

મેષ – Strength

આજે તમારે તમારી ક્ષમતા અને યોગ્યની પરીક્ષા આપવી પડી શકે છે. આજે તમને પોતાની જાતને અજમાવવા ઈચ્છશો. કેટલાક કામોમાં વિલંબ થઈ શકે છે. કેટલાક કામ થોડા સમય માટે અટકી શકે છે. તમારે ધીરજથી કામ લેવું પડશે પરિજન અને પ્રિયજન પર વિશ્વાસ રાખો. પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરો. પરિસ્થિતિ તમારા પક્ષમાં હશે.

વૃષભ – The Empress

આજનો દિવસ તમારા માટે મિશ્રત ફળ અને સફળતા પ્રાપ્ત કરવાનો છે. આજે તમને કેટલીક બાબતોમાં લોકોની સલાહ લેવી પડી શકે છે. તમારા મિત્રો અને સહયોગીઓનો સાથ તમને મળશે. આજે કેટલીક બાબતોમાં તમે તેમના પર નિર્ભર રહેશો. લોકોની વાત સાંભળો પણ વિશ્વાસ સમજી વિચારીને કરવો.

મિથુન – Four of Cups

આજનો દિવસ તમારા માટે રચનાત્મક હોય શકે છે. તમારા સાથી સાથે કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરજો. સમસ્યાઓ સાથે કેવી રીતે આગળ વધવું તે પ્રશંસનીય કામ બની શકે છે. તમારે તમારા ઈગોથી બચવું જરૂરી છે. થોડો સમય પોતાના માટે કાઢો અને એવા કામ કરો જેનાથી માનસિક શાંતિ મળે.

કર્ક- Eight of Wands

આજનો દિવસ તમારા માટે અફરાતફરી ભરેલો હોય શકે છે. પોતાના કામને પાર પાડવા માટે તમારે વધારે દોડધામ કરવી પડી શકે છે. જરૂરી કામ કરવા માટે પ્રવાસ પણ કરવો પડી શકે છે. પોતાની જાતને માનસિક રીતે તૈયાર રાખો. કેટલીક બાબતોમાં મિત્રોના ભરોસે રહેવું પડી શકે છે. કોઈ બાબતે સંતોષનો ભાવ દેખાડવો પડશે.

સિંહ- Four of Pentacles

આજનો દિવસ તમારા માટે જવાબદારીઓ સાથે શરુ થશે. તમારે ધીરજથી કામ કરવું પડશે. કોઈ કામમાં વિલંબ થવાથી તમે પરેશાન થઈ શકો છો. તેનાથી બચવાનો પ્રયત્ન કરો. પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ફોકસ કરો. પોતાની ભુલને સુધારો અને આગળ વધો.

કન્યા – The Devil

આજનો દિવસ તમારા કામમાં અડચણ અને પરેશાનીઓ સાથે શરુ થશે. તમારા કામ કરવાની રીત લોકોને ખટકશે. શત્રુ સક્રિય રહેશે. વધારે સમય ઓફિસમાં પસાર થશે. તમને જૂની વાતોને ભૂલી અને આગળ વધાનું છે.

તુલા- The Sun

આજનો દિવસ તમારા માટે નિરાશાજનક હોય શકે છે. વસ્તુઓને નિયંત્રણ કરવાનો સતત પ્રયત્ન કરશો પણ તેમાં સફળ થશો નહીં. લોકો તમારા માટે પડકાર બનીને સામે આવશે. પરંતુ મનને વિચલિત થવા દેવું નહીં અને સકારાત્મક વર્તન સાથે આગળ વધવું, મૂડને થોડો હળવો રાખો.

વૃશ્ચિક – Ace of Wands

આજનો દિવસ તમારા માટે પરિસ્થિતીઓ સંભાળતા સંભાળતા પસાર થશે. કોઈ મામલે તમને અપેક્ષા કરતાં વિપરીત પરીણામ મળશે. તેનાથી પ્રશંસા મળશે. આજે તમારી પ્રોડક્ટિવિટી વધશે. જોબ અને વેપાર બંને માટે સારો દિવસ સાબિત થશે. ધ્યેય પર ફોકસ રાખો.

ધન – Queen of Pentacles

આજનો દિવસ વ્યસ્ત રહેશો. સમયના અભાવના કારણે કોઈ કામ કાલ પર ટાળશો. પરંતુ કેટલાક કામ તમારે પૂર્ણ કરવા જ પડશે. તમારું એક કામ પૂર્ણ થતાં જ બીજું સામે આવી જશે. પાર્ટનર અને બોસથી સંતોષ રહેશે. ભવિષ્ય માટે નિર્ણય લઈ શકો છો.

મકર- Justice

આજનો દિવસ તમારા માટે આર્થિક હાનિનો ઈશારો કરે છે. ધન સંબંધીત મામલે કોઈ નિર્ણય લેતા પહેલા ખૂબ વિચાર કરવો. કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાનું પણ ટાળો અને આપવાનું પણ ટાળો. બંને સ્થિતિ તમારામાં માટે હાનિકારક સાબિત થશે. થોડું સાવધાન રહેવું.

કુંભ – The World

આજનો દિવસ તમારા માટે દુનિયા સાથે જોડાવાનો છે. આજે તમે એવા લોકોને મળશો જે દૂરના સ્થાને રહે છે. આવા લોકો તમારા માટે લાભકારી પ્રસ્તાવ લાવી શકે છે. આ પ્રસ્તાવ સારી તક સાબિત થશે તેનો લાભ લેવો. પોતાની વાતચીતમાં સ્પષ્ટતા રાખવી.

મીન- King of Wands

આજનો દિવસ લાભ કમાવાનો છે. કોઈ એવા રોકાણની યોજના બની શકે છે જે ભવિષ્યમાં મોટો લાભ કરાવશે. ધન બાબતે સાવધાન રહેવું, ઉધાર પૈસા આપવાને બદલે રોકાણ કરો. મિત્રો આજે સારી અને સાચી સલાહ આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ