બાળકોનુ છીનવાઇ રહ્યું છે બાળપણ, સ્કૂલોની આ તસવીરો જોઇને ઢીલા થઇ જશો તમે પણ

Pics: કોરોનાના કારણે છીનવાઈ રહેલા બાળપણની તસ્વીરો જોઇને રડી પડાશે

૧. દુનિયા હવે કોરોના સાથે જીવતા શીખી રહી છે.

સ્કુલના વહીવટી તંત્રો હવે સોશ્યિલ ડિસ્ટન્સ રાખવા મહેનત કરી રહ્યા છે.

માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકોના જીવનનો જ એક ભાગ બનતું જઈ રહ્યું છે. વર્તમાન સમયમાં પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં લોકો લોકડાઉનમાં જ જીવવા મજબુર છે. વધતા જતા લોકડાઉનને કારણે અમુક દેશોમાં છૂટછાટ અપાવા લાગી છે, તેમજ સામાજિક અંતર જાળવીને રોજના કામોમાં પણ લોકો ધીરે ધીરે પોતાની જાતને જોડવા તૈયાર કરી રહ્યા છે. બાળકોનું શિક્ષણ પણ અગત્યનો પ્રશ્ન હોઈ અનેક દેશમાં સ્કૂલો પણ ખોલવામાં આવી રહી છે, જ્યાં બાળકો દૂર દુર રહીને અભ્યાસ કરે છે અને રમત પણ રમે છે. ફ્રાંસની એક સ્કુલની કેટલીક તસ્વીરો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ છે. જેને જોઈને લોકો ખૂબ જ દુઃખી છે.

૨. લીઓનેલ ટોપની આ તસ્વીરો પણ જોઈ લો.

image source

આ ફોટા ફ્રાંસના ટીવી જર્નલિસ્ટ લીઓનેલ ટોપ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. સહયોગી ન્યુઝ મીડિયા ઇન્ડિયા ટાઈમ્સના જણાવ્યા મુજબ આ તસ્વીરો ફ્રાંસની જ એક સ્કુલના છે. આ તસ્વીરો સાથે કેપ્શનમાં જણાવ્યું છે કે સ્કુલનું વહીવટી તંત્ર આ પ્રકારની તૈયારીઓ દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ રાખવા બાળકોને તૈયાર કરી રહ્યું છે. આ બધા ફોટામાં એક ફોટો એવો પણ છે જે લોકોના હ્રદયને સ્પર્શી ગયો છે. રમતના મેદાનની આ તસ્વીરમાં બાળકો એક બીજાથી નિર્ધારિત અંતરે દોરેલા અલગ અલગ બોક્સમાં બેસેલા જોવા મળે છે.

૩. સમયને જોતા સોશિયલ ડિસ્ટન્સ પણ જરુરી છે.

image source

સ્કૂલના મેદાનમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે નિર્ધારિત અંતર પર યોજના બદ્ધ રીતે ખાના બનાવવામાં આવ્યા છે. ફોટોના કેપ્શનમાં એમણે લખ્યું હતું કે, ’સોશિયલ ડિસ્ટન્સ જરુરી છે. આ કારણે જ બાળકોને દૂર રાખવા માટે શિક્ષકોએ મેદાનમાં આવા બોક્સ બનાવ્યા છે. જેમાં બાળકો રમે છે, કૂદે છે, ડાન્સ કરે છે અને હાં, સાથે-સાથે હસે પણ છે. જો કે, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેમને આ જ બોક્સમાં રહેવું પડે છે! જો કે, તમે એને સજા ન સમજતાં’

૪. હ્રદય દ્રાવક છે બાળપણની આ તસ્વીરો

સોશિયલ મીડિયાની પોસ્ટમાં એક ટીપ્પણીના જવાબમાં આ તસ્વીરોને હ્રદય નીચોવી નાખનારી અને અત્યંત દુ:ખદ ગણાવી હતી.

૫. ઘરે જ વધારે સ્વસ્થ રહેશે બાળકો?

પોસ્ટ પરની ટીપ્પણીઓ અને સ્થિતિ જોતા આ પ્રશ્ન જરૂર થાય, કે શું બાળકો ઘરે જ વધુ સ્વસ્થ ન રહી શકે…? એક ટીપ્પણીમાં એમણે બાળકોની રમતને સહજ ગણાવતા, આ પ્રકારના બંધનો લાદવા મજબુર કરતી વર્તમાન સ્થિતિને દુ:ખદ ગણાવી છે.

૬.ચીનમાં આવી રીતે ચાલી રહ્યો છે અભ્યાસ

કોરોનાની આ મહામારી વચ્ચે ચીનમાં કોઈ સ્કૂલનો એક વિડીયો ફરતો થયો છે. જેમાં દરેક પ્રકારના સુરક્ષા નિર્દેશનો વ્યવસ્થિત રીતે પાળીને બાળકો સ્કુલમાં આવતા જોવા મળી રહ્યા છે.

૭. ભયાનક છે, બાળપણની આ સ્થિતિ

આ તસ્વીરો જોઇને તેમના ફોલોઅર્સ દ્વારા વિવિધ ટીપ્પણીઓ કરી હતી જેમાં કોઈક Patonline54 નામના વ્યક્તિએ આ સ્થતિને ડરામણી ગણાવીને દુખ વ્યક્ત કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ