17.05.2020 – જૂના ઝઘડા અને વિવાદને ભુલી અને આગળ વધવાનો દિવસ, વાંચો રવિવારનું 12 રાશિ માટેનું ટૈરો રાશિફળ

જૂના ઝઘડા અને વિવાદને ભુલી અને આગળ વધવાનો દિવસ, વાંચો રવિવારનું 12 રાશિ માટેનું ટૈરો રાશિફળ

મેષ – Nine of Swords

આજનો દિવસ જૂના ઝઘડા અને ગેરસમજમાંથી મુક્ત થવાનો છે. તમે તમારું ધ્યાન કામ પર લગાવશો અને બાકી બિનજરૂરી વસ્તુઓથી ફોકસ હટાવશો. પોતાના વેપાર અથવા વ્યવસાયના વિસ્તારને લઈને કોઈ યોજના પર ગંભીરતાથી વિચારી શકો છો. મનમાં કોઈપણ પ્રકારનો ભય હોય તો દૂર કરો. તમે જેવા ઈચ્છો છો તેવા ફેરફાર ટુંક સમયમાં થશે.

વૃષભ – The Moon

આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે. કેટલીક બાબતોમાં તમારા માટે સફળતા અને કેટલીક બાબતોમાં દિવસ અસફળતાઓ લાવશે. કોઈ તમને પોતાની વાતોમાં ગુંચવી દેવાનો પ્રયાસ કરશે. તમે તમારું કામ ઈમાનદારીથી કરી રહ્યા છો. તમને કોઈ વાતથી વિચલિત થવાની જરૂર નથી. પરિસ્થિતિનો સમય સાથે ઉકેલ આવી જશે.

મિથુન -The Hanged Man

તમે તમારા વિચારોને વ્યક્ત કરવામાં પરેશાની અનુભવી શકો છો. તેના કારણે તમે મુંઝવણ અનુભવી શકો છો. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં. યોગ્ય સમયની રાહ જુઓ. બીજાના વિચારો અને વાતોથી એટલા પ્રભાવિત ન થાઓ કે તમારા સ્વાસ્થ્ય પર અસર થાય. થોડા સમયથી ચાલતી સમસ્યાઓના કારણે માનસિક તાણ વધી શકે છે.

કર્ક – The Tower

આજનો દિવસ સારો રહેશે. જો કોઈ નિર્ણય લેવો છે તો આજે જ લઈ શકો છો. અંગત જીવન અને કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિના અવસર મળશે. નોકરીની તલાશ કરી રહ્યા છો તો આજે સફળતા મળવાના સંકેત છે. પરંતુ સ્થિરતા આવવામાં સમય લાગશે. કોઈ પ્રોજેક્ટ પ્રારંભ કરી રહ્યા છો તો સંસાધનની ખામી નહીં રહે.

સિંહ- Justice

તમે કારણ વિનાની સમસ્યાઓમાં ગુંચવાયેલા છો. તેના કારણે મનમાં ચિંતા પણ વધશે અને સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક પ્રભાવ પડશે. તમારા જીવનમાં અનેક બાબતો વરદાન જેવી છે તેને ઓળખો અને તેના પર ફોકસ કરો. ધન લાભના અનેક અવસર મળશે. વ્યર્થની સમસ્યાઓ પાછળ દિવસ ખરાબ ન કરો. પરીવારમાં સંપતિને લઈને વિવાદ થઈ શકે છે.

કન્યા – Four of Cups

આજનો દિવસ લાભકારી છે. જો કોઈ પ્રકારની ભાગીદારીના ધંધામાં છો તો નવા વ્યક્તિને મળવાના અવસર મળશે જેનાથી ભવિષ્યના સંબંધ સારા થશે. કામને લઈને કોઈ બેદરકારી ન રાખો. ભાવનાઓ પર ફોકસ કરો. નજીકના પ્રિયજન સાથે મતભેદ થઈ શકે છે. પોતાના વ્યવહાર અને વિચાર પર સંયમ રાખો.

તુલા – The Devil

આજનો દિવસ તમારા માટે વિવાદ ટાળી અને શાંત રહેવાનો છે. સમય વિપરીત થઈ શકે છે. પરિસ્થિતિ તમારા વિચાર અનુસાર ન પણ હોય પરંતુ મનને શાંત રાખવું. વ્યર્થ ચિંતાઓમાં આજે દિવસ ખરાબ કરવો નહીં. પોતાની ઊર્જા અને વિચારોને ઉચિત દિશામાં વાળો. જૂની વાતોને વિચારવાથી કોઈ લાભ થશે નહીં. વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરો.

વૃશ્ચિક – The High Priestess

આજનો દિવસ તમારા માટે વિશેષ નિર્ણય લેવાનો છે. આજે તમને દુવિધા રહી શકે છે. પરંતુ તમારે ધૈર્યથી કામ કરવું પડશે. આ વાતનું ધ્યાન રાખો કે તમારા નિર્ણય અને તમારા વિચાર ફાયદાને બદલે નુકસાન ન કરે. મનને સ્થિર રાખો. આવશ્યકતા અને ભાવને નિયંત્રણમાં રાખો.

ધન – The Emperor

આજે તમે કોઈ બાબતે વિચારોમાં ગુંચવાયેલા રહી શકો છો. કોઈ નિર્ણયને લઈને પરેશાન ન થાઓ. પોતાના મનનો અવાજ સાંભળો. આજે મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખો. ભાવનામાં વહીને નિર્ણય લેશો તો ખોટા પડશો. પોતાના ગુસ્સાને શાંત રાખવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસની ખામી ન થવા દો.

મકર – The Hermit

આજનો દિવસ તે લોકો માટે સારો છે જે પોતાના પાર્ટનરની તલાશમાં હતા. કેટલાક લોકો સાથે અનબન થઈ શકે છે. કોઈની વાતને મન પર ન લેવી. આજના કાર્યો પાર પાડવામાં બાધા આવી શકે છે પરંતુ ટેન્શન લેવું નહીં. અંગત જીવનમાં સમય સારો છે.

કુંભ- Eight of Swords

આજનો દિવસ તમારા માટે એ નિર્ણયોનો સામનો કરવાનો છે જેને તમે છેલ્લા કેટલાક સમયથી ટાળી રહ્યા હતા. આજે તમારે વાસ્તવિક પરિસ્થિતિઓ વિશે વિચારવું જરૂરી છે. કોઈ કામને ટાળવું તમને ભારે પડી શકે છે. કોઈ પરિસ્થિતીમાં પોતાને બંધાયેલા અનુભવી અને નિર્ણય લેવો નહીં. નિર્ભય થઈ અને આગળ વધવું

મીન – Three of Wands

આજનો દિવસ રસપ્રદ રહેશે. કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જેનાથી ભવિષ્ય સુધરશે. પરિસ્થિતિ તમને અનુકૂળ થશે જીવનમાં જે ગતિહીનતા આવી હતી તે દૂર થશે. તમને સારા અવસર મળશે તેનો લાભ લેવો. આજે સંબંધોમાં સંયમ જાળવવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ