15.05.2020 – અત્યારે જ જાણો તમારું શુક્રવારનું ટૈરો રાશિફળ

એક ક્લિક પર વાંચો શુક્રવારનું ટૈરો રાશિફળ

મેષ – The World

આજે તમારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરો અને પ્રામાણિકપણે તમારું કાર્ય કરતા રહો. તમારે કોઈ પણ વસ્તુથી વિચલિત થવાની જરૂર નથી. જો કોઈ બાબતે કોઈ શંકા હોય, તો પછી તમારા મનનો અવાજ સાંભળો અને તે અનુસાર કામ કરો. તમારા વિચારોને નિયંત્રિત કરો. સમયની સાથે પ્રતિકૂળ પરિસ્થિતિ ઉકેલાશે.

વૃષભ – Ten of Cups

આજનો દિવસ અનેક બાબતોના કારણે સારો રહેશે. કાર્યમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે તમે ઘણું નવું શીખશો. પરંતુ તમારા કાર્યને તમારા વ્યક્તિગત જીવનની સમસ્યાઓથી દૂર થવાનો માર્ગ ન બનાવશો. તમારા જીવનમાં જે સમસ્યા ચાલી રહી છે તેનો અંત ટુંક સમયમાં આવશે..

મિથુન – Wheel of Fortune

આજનો દિવસ તમારા માટે ચિંતાઓથી મુક્ત રહેવાનો છે. તમારે આજે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. બધું જ જાતે જ સમયસર પૂર્ણ થશે. કોઈ પણ બાબતમાં ચિંતા ન કરવી. જો કોઈ સમસ્યા થશે તો તેનો ઉકેલ પણ ટુંક સમયમાં આવશે. મૂંઝવણ પણ દૂર થઈ શકે છે.

કર્ક – Ace of Swords

તમારું કાર્ય સમયસર પૂર્ણ થશે. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલા બરાબર તપાસ કર્યા પછી જ કોઈ નિર્ણય લો. તમને કોઈ સારા વ્યક્તિને મળવાની તક મળશે. જે તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આજે મનમાં કેટલીક ચિંતાઓ ઊભી થશે જેના કારણે તમારા કાર્યમાં ધ્યાન રહેશે નહીં.

સિંહ – The Devil

આજે તમારી જવાબદારીઓ પર ધ્યાન આપો. તેમને સમર્પણથી પરિપૂર્ણ કરો. તેનાથી જીવનના અટકેલા કાર્ય પૂર્ણ થશે. સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે પરીક્ષામાં સારા પરિણામ મેળવશે. તમારી મહેનત ઓછી ન થવા દો. તમારી ઇચ્છાઓ પણ ટુંક સમયમાં પૂર્ણ થશે.

કન્યા- Justice

આજે તમારે કામ પર તમારું ધ્યાન થોડું વધારવાની જરૂર છે. તમારે તમારા કામને સંપૂર્ણ ન્યાય આપવો પડશે. જો તમે તમારા સમય અને ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરશો તો તમે તેનાથી ખૂબ જ સારો નફો મેળવી શકશો. તમારા ધૈર્ય અને કુશળતાનો ઉપયોગ કરો આજે કરો.

તુલા – The High Priestess

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આર્થિક લાભની દ્રષ્ટિએ તમારા માટે દિવસ સારો રહેશે અને ફળદાયી સાબિત થઈ શકે છે. જીવનમાં આગળ વધવા માટે તમને નવી તક મળશે. તેને અપનાવવામાં અચકાશો નહીં. તમારી ક્ષમતા પર શંકા ન કરો. તમારી પાસે એ બધા ગુણ છે જે સફળ થવા જરૂરી હોય છે.

વૃશ્ચિક- Knight of Pentacles

આજનો દિવસ તમારા માટે ખાસ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં અંતર મનના અવાજને સાંભળો. તેનાથી તમારા માટે કેટલીક ફાયદાકારક પરિસ્થિતિઓનું નિર્માણ પણ થશે. તમને ઘણી નવી તક મળી રહી છે જે તમારું જીવન સુધારશે અને તમારો આધ્યાત્મિક વિકાસ પણ કરશે.

ધન – Four of Cups

કારકિર્દીમાં આજે નાની-નાની સમસ્યાઓ વધવાનો દિવસ છે. આજે તમે કોઈ બાબતના કારણે ચિંતીત થઈ શકો છો. પરંતુ આ કારણે ચિંતા કરશો નહીં. તેનાથી તમને નુકસાન થશે નહીં. આજે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં બેલેન્સ જળવાશે નહીં. આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તો નાની–નાની વાતમાં કોઈ સાથે ઝઘડો થઈ શકે છે.

મકર – The Hermit

આજે તમને તમારા કાર્ય સરળતાથી કામ કરવામાં સહાય મળશે. વાતચીતમાં મનના અહમને થોડો દૂર રાખો તેનાથી નુકસાન થઈ શકે છે. દરેક માટે નમ્રતાની ભાવના રાખો. બદલાતા સમયમાં મૂંઝવણને લીધે મનમાં ચિંતા થઈ શકે છે પરંતુ આ ફક્ત એક તબક્કો છે જે ટુંક સમયમાં સમાપ્ત થશે. સંયમથી કામ કરો અને તમારું ધ્યાન તમારા કામ અને તમારી જવાબદારીઓ પર રાખો.

કુંભ – Four of Pentacles

આજે તમને લાભની તક મળશે. તમે આ તકોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો. કામમાં તમારું ધ્યાન નહીં લાગે. પરંતુ આત્મવિશ્વાસ નબળો પડવા દેવો નહીં. જરૂર જણાય ત્યાં કોઈ વડિલ કે જે તે કામના નિષ્ણાંતની મદદ લેવી અને કામમાં આગળવ વધવું.

મીન- The Sun

જુના અટકેલા કામ પૂર્ણ કરવા માટેનો આજનો દિવસ ઉત્તમ છે. આ કાર્યોથી તમને લાભ મળી શકે છે. આજે તમે કેટલાક અનુભવી લોકોને મળી શકો છો જેમનું માર્ગદર્શન તમને ખૂબ કામ લાગશે. આજે તમારે પરિવાર સાથે પણ થોડો સમય પસાર કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ