13.05.2020 – ટૈરો રાશિફળ: બુધવારનો દિવસ કઈ રાશિ માટે છે શુભ જાણવા કરો અહીં ક્લિક

ટૈરો રાશિફળ: બુધવારનો દિવસ કઈ રાશિ માટે છે શુભ જાણવા કરો અહીં ક્લિક

મેષ – The Star

આજનો દિવસ એ લોકો માટે ખૂબ સારો સાબિત થશે જે કોઈને કોઈ પ્રકારના શિક્ષણના કામમાં છે. કાઉંસલિંગ માટે સમય અનુકૂળ છે. અધ્યાપકો અને ટ્રેનર માટે આજનો દિવસ સારો રહેશે. કંઈક નવું કરવાની તક મળશે જેનાથી કોઈનું ભલું થશે. સમસ્યાઓ અને ચિંતાઓ પર ધ્યાન દેવાને બદલે પોતાના પર વિશ્વાસ રાખો અને તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો.

વૃષભ- The Moon

આજના દિવસે કેટલીક એવી તક મળી શકે છે જે બાબતે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. કારર્કિદીને લઈને નવું વિચારવાનો અવસર મળશે. કોઈ પ્રસ્તાવ પણ મળી શકે છે. કોઈની વાતથી એટલા પ્રભાવિત ન થઈ જાઓ કે તમારી સ્થિરતા પર અસર થાય. બીજાના વિચારોને સાંભળો પણ ગ્રહણ એ જ કરો જે તમને ઉચિત લાગે. મનમાં અનેક ઈચ્છા છે તેને નકારવાને બદલે સ્વીકારો.

મિથુન – Page of Cups

આજે તમે પરીવાર સાથે કોઈ વેકેશન પર જવાનું પ્લાન કરી શકો છો. સમય પ્લાનિંગ માટે અનુકૂળ છે. તમને આર્થિક લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. જૂના કરેલા રોકાણથી આજે ધનલાભના યોગ છે. એટલું જ કામ કરો જેની જરૂર છે. વધારે કામ સ્વાસ્થ અને અંગત જીવન બંને પર નકારાત્મક અસર કરશે. સંબંધોમાં તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે.

કર્ક – Three of Wands

આજનો દિવસ તમારા માટે નકારાત્મક વિચાર અને વ્યવહારવાળા લોકોથી બચીને ચાલવાનો છે. આવા લોકો તમારો ઉત્સાહ ઘટાડી શકે છે. તેનાથી તમે થોડા નર્વસ રહેશો. પોતાની ખામીઓ પર નહીં ખુબીઓ પર ધ્યાન આપો. પોતાના વાતાવરણની નકારાત્મકતાથી બચો. માત્ર સારી વાતો પર ધ્યાન આપો. પોતાના પર વિશ્વાસ રાખો.

સિંહ – Four of Pentacles

આજનો દિવસ તમારા માટે પોતાની વ્યવસ્થાઓ અને સુવિધાઓને યોગ્ય કરવાનો છે. પોતાના માટે વિચારેલા કામો પૂરા કરવાને પ્રાથમિકતા આપો. જીવનમાં ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થશે. તેને સ્વીકારવાથી અચકાવું નહીં. પોતાની યોગ્યતા પર શંકા ન કરો. તમારામાં એ બધા જ ગુણ છે જે સફળ થવા માટે જરૂરી હોય છે. પોતાના પર વિશ્વાસ રાખો. મોટાની સલાહને અવગણશો નહીં.

કન્યા – Temperance

આજનો તમારા માટે પરિસ્થિતીઓથી બચીને ચાલવાનો છે. તમને કેટલીક તક મળશે પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખી આજે આ અવસરોને જતા કરવા જોઈએ. કોઈ તત્કાલ લાભ આપતી સ્થિતિ તમારા માટે ભવિષ્યમાં સમસ્યા લાવનાર હોય શકે છે. આજનો દિવસ સારો રહેશે. સામાજિક મેલજોલ વધશે. વ્યવસાયમાં નવા અવસર મળશે, આત્મવિશ્વાસ ઘટવા ન દેવો.

તુલા – Seven of Swords

આજનો દિવસ તમારા માટે કેટલીક સામાજિક જવાબદારીઓ નિભાવવાનો હોય શકે છે. આજે તમને આધ્યાત્મિક ઉન્નતિની તક મળી શકે છે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. કોઈ વાત પર કોઈથી નારાજગી હોય તો તે વ્યક્તિને માફ કરવાનો પ્રયત્ન કરજો. કોઈપણ કાર્ય કે સંબંધમાં વધારે પ્રયાસ કરવાને બદલે તેને સંભાળવાની તક આપો.

વૃશ્ચિક – Two of Pentacles

આજનો દિવસ તમારા માટે કોઈ નવી પરિસ્થિતિનો સામનો કરવા માટેનો હોય શકે છે. તમારે તમારા સ્વભાવ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. વિપરીત સ્થિતિમાં મન બેચેન રહી શકે છે. પોતાની અંતરઆત્માનો અવાજ સાંભળો. ભાવુકતા પર નિયંત્રણ રાખો. કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ ટુંક સમયમાં આવશે. અસમંજસની સ્થિતિ ઊભી થઈ શકે છે. કોઈ નિષ્ણાંતની સલાહ લેવી.

ધન – Nine of Cups

આજનો દિવસ તમારા માટે વિપરિત પરિસ્થિતિઓથી બચવાનો છે. જે પરિસ્થિતિઓમાં તમે ઢળવાનો પ્રયાસ કરશો તે તમને અનુકૂળ થઈ શકે છે. આજે તમારી પસંદના કોઈ કામ પર જ પોતાની ઊર્જા ખર્ચ કરો. કોઈ મહત્વના કામમાં અળચણ આવી શકે છે. આત્મવિશ્વાસ ડગી શકે છે. રિસ્ક લેવું લાભકારી સાબિત થશે.

મકર – The Emperor

આજે તમે તમારા કામને ઉત્તમ પરીણામ સુધી લઈ જઈ શકો છો. કેટલીક બાબતોમાં લાભ પણ થશે. જીવનની દોડમાં ક્યારેક કોઈ વ્યક્તિ પોતાનું લક્ષ્ય ભૂલી પણ જાય છે. આ લક્ષ્યને પામવાનો પ્રયાસ કરવો. આર્થિક રીતે ખરાબ પરિસ્થિતી ટુંક સમયમાં સુધરશે. વિશ્વાસ પોતાના પર રાખવો.

કુંભ- Justice

આજે તમને પર્સનલ લાઈફમાં મહેનત કરવી પડશે. મનમાં જે ગેરસમજ છે તેની સાથે કામ કરવું પડશે. મનમાં દુવિધા હોય તો તેને દૂર કરવાનો આ દિવસ છે. છેલ્લા કેટલાક સમયથી જે કામ કરવા ઈચ્છતા હતા તે કરી શકશો. મહેનતમાં કોઈ કમી ન થવા દેવી.

મીન – Queen of Coins

આજનો દિવસ તમારો પ્રભાવ વધારનાર હશે. લોકો તમારી વાતને માનશે અને તમારી પ્રતિભાનું સમ્માન કરશે. કેટલાક લોકો સમૂહના નેતૃત્વની તક પણ આપશે. કેટલાક લોકો માટે આજનો દિવસ નિરાશાજનક હોય શકે છે. થોડો સમય ધ્યાન કરવામાં પસાર કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ