ઇરફાન ખાનની ફિલ્મ જોવા શહેર જતા હતા આ ગામના લોકો – અભિનેતાને શ્રદ્ધાંજલી આપવા વિસ્તારનું નામ બદલ્યું

ઇરફાન ખાનની ફિલ્મ જોવા શહેર જતા હતા આ ગામના લોકો – અભિનેતાને શ્રદ્ધાંજલી આપવા વિસ્તારનું નામ બદલ્યું

ઇરફાન ખાનના નાની વયે થયેલા મૃત્યુએ આખાએ દેશને શોકમાં મુકી દીધો છે. આજે પણ તેમના ફેન્સને તેમનું મૃત્યુ થવાના સમાચાર પર વિશ્વાસ નથી આવી રહ્યો. ઇરફાને પોતાના અભિનયથી કરોડો લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. અને તેમના ચાહકોના હૃદયમાં તેમણે એક ખાસ જગ્યા બનાવી છે એક અનોખી છાપ છોડી છે જે આજીવન ભુંસાઈ શકે તેમ નથી. બોલીવૂડ તેમજ સામાન્ય લોકો દ્વારા ઇરફાનને વિવિધ રીતે શ્રદ્ધાંજલી આપી છે પણ મહારાષ્ટ્રના આ ગામના લોકોએ તેમને ખાસ શ્રદ્ધાંજલી આપી છે.

image source

પોતાના અભિનય અને પોતાના સરળ સ્વભાવના કારણે લોકોના હૃદયમાં જગ્યા બનાવનાર ઇરફાન ખાનના મૃત્યુને ઘણા દિવસો થઈ ગયા તેમ છતાં આજે પણ લોકો તેમની સાથે જોડાયેલી વાતો, તસ્વીરો વિગેરે શેર કરી તેમને યાદ કરે છે. કેટલાએ બોલીવૂડ સેલેબ્સ પણ ઇરફાન માટે અવારનવાર પોસ્ટ શેર કરી રહ્યા છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના એક ગામના લોકોએ ઇરફાન ખાનના નિધન બાદ પોતાના વિસ્તારનું નામ પણ બદલી નાખ્યું છે.

image source

વાસ્તવમાં ઇરફાન ખાન એકવાર આ ગામમાં આવ્યા હતા અને તેમણે આ ગામના લોકો માટે ખૂબ મદદ કરી હતી, ત્યાર બાદ આ ગામના લોકો ઇરફાનના ખૂબ મોટા ફેન બની ગયા હતા. અને અભિનેતાના મૃત્યુ બાદ તેને જાણે શ્રદ્ધાંજલી આપતા હોય તેમ તેમના ગામનું નામ જ તેમણે બદલી દીધું છે.

એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રના ત્રિંગલવડી ફોર્ટની પાસે વસેલા ડગતપુરીના લોકો ઇરફાન ખાનના દીવાના છે. ઇરફાન ખાન માટે તેમની દીવાનગી એટલી બધી વધારે છે કે ગામની આસપાસ કેટલાએ કિલોમીટર સુધી એક પણ સિનેમાઘર નહીં હોવા છતાં પણ , આ લોકો છેલ્લા 10 વર્ષથી ઇરફાનની એક પણ ફિલ્મ મિસ નથી કરતા. વાસ્તવમાં આ ગામના લોકો ઇરફાન ખાનની ફિલ્મ રીલીઝ થયા બાદ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો દ્વારા 30 કિલોમીટર દૂર આવેલા નાસિકમાં જઈ તેમની ફિલ્મ જોઈ આવે છે.

image source

આ ગામના લોકોએ પોતાના ફેવરીટ એક્ટરને શ્રદ્ધાંજલી આપવા માટે તે વિસ્તારનું નામ બદલીને ‘હીરો-ચી-વાડી’ કરી દીધું છે. જેનો અર્થ થાય હીરોના પાડોશી. ઇગતપુરી માં જિલા પરિષદ સભ્ય અને સ્થાનીક નેતા ગોરખ બોડકેએ જણાવ્યું, ‘અમે ગામનું નામ આધિકારિક રીતે હવેથી ‘હીરો-ચી-વાડી’ કરી રહ્યા છીએ.

ઇરફાને આ ગામના લોકોની ખૂબ મદદ કરી છે

આ ગામના લોકો માટે ઇરફાન કોઈ ફિલ્મ સ્ટાર નહીં પણ વાસ્તવમાં એક હીરો સાબિત થયા છે. વાસ્તવમાં, ઇરફાને આ ગામની મદદ કરી છે અને તેના કારણે ગામનો ખૂબ વિકાસ થયો છે. ઇરફાન ખાન જ્યારે દસ વર્ષ પહેલાં ઇગતપુરી આવ્યા હતા ત્યારે તેમણે કેટલાક દિવસો માટે અહીં ઘર લીધું હતું. જે ઘર આજે કેટલાક આદિવાસીઓના રહેવાની જગ્યા બની ગઈ છે.

image source

તેની સાથે સાથે ઇરફાને ગામના લોકોના કહેવાથી ગામના લોકો માટે કટોકટીના સમય માટે એેક એમ્બ્યુલન્સ પણ અપાવી છે. આ ઉપરાંત ઇરફાન ગામના લોકોને વિવિધ રીતે મદદ પણ કરતા રહેતા હતા. અહીંના સ્થાનિક નેતાના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તેમને કોઈ જરૂર પડતી, તેઓ હંમેશા ગામના લોકોની મદદ કરતા. ઇરફાને ગામને એમ્બ્યુલન્સ આપી, શાળા માટે મદદ કરી, બાળકોને પુસ્તકો પણ આપ્યા છે.

Source : JagranEpaper

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ