09.04.2020 – ટેરૌ રાશિફળ : ગુરુવારનો દિવસ કઈ રાશિને કરાવશે ધન લાભ જાણો રાશિફળ પરથી…

ટેરૌ રાશિફળ : ગુરુવારનો દિવસ કઈ રાશિને કરાવશે ધન લાભ જાણો રાશિફળ પરથી

મેષ

એસ ઓફ પેન્ટાકલ્સ કાર્ડ અનુસાર આજનો દિવસ તમારા માટે ફાયદાકારક બની શકે છે. રોકાણ માટે યોગ્ય સમય. પરિવાર સાથે મતભેદ થઈ શકે છે. થોડી મૂંઝવણ અને ગેરસમજણ થઈ શકે છે. દિવસના અંતમાં હળવાશ અનુભવાશે. કારકિર્દીમાં ફેરફાર થાય અથવા તમે આ દિશામાં વિચારો તેવી ઘટના બને.

વૃષભ

ટુ ઓફ સ્વોર્ડસ આજે તમારા માટે નવા સાહસ કરવા માટેનો દિવસ છે તેમ જણાવે છે. જેઓ ફૂડ સબંધિત ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેમને ઘણો ફાયદો થશે. દિવસ આરામથી પસાર થશે. તમારા પર જવાબદારીઓ હોઈ શકે છે પરંતુ તેને પૂર્ણ કરવા માટેનું દબાણ આજે ઓછું હશે. પરિવાર સાથે વાતચીત કરવામાં સંભાળવું પડશે.

મિથુન

સિક્સ ઓફ વોન્ડ કાર્ડ કહે છે કે આજે શેરમાં અને અન્ય રોકાણો કરવાથી લાભ થઈ શકે છે. સ્થાયી સંપત્તિમાં પણ રોકાણ કરી શકો છો. જીવનમાં નવો વળાંક આવી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી આજનો સમય તમારા માટે ખૂબ સારો રહેશે. નાના-મોટા વિવાદો પણ થઈ શકે છે એટલે થોડું વિચારીને બોલવું. જીવનમાં કોઈ નવા વ્યક્તિના આગમનના સંકેતો પણ મળે છે.

કર્ક

કર્ક રાશિ માટે ધ એમ્પરર કાર્ડ કહે છે કે ઊર્જાને ખોટી જગ્યાએ બરબાદ ન કરો. તમારા કામ પર જ ફોકસ કરો. નાહક કામોમાં સમય ખર્ચ કરવો યોગ્ય નથી. જવાબદારીઓ પર ધ્યાન આપો. એવા કામને અવગણો જેનું કોઈ પરિણામ ન મળવાનું હોય. સંબંધમાં લાભની અપેક્ષા વિના આગળ વધો.

સિંહ

ધ ચેરીટ કાર્ડ નવા વિચારો સાથે આગળ વધવાનો સારો સમય દર્શાવે છે. તમે નવા અનુભવોમાંથી પસાર થશો. ભાવનાત્મક રીતે દબાણ અનુભવશો. ભાવનાઓને મુક્તમને વ્યક્ત કરો. તમે અનેક બાબતોમાં પરિસ્થિતિઓમાં અટકેલા રહેશે. જેની રાહ જુઓ છો તે સમય આવી રહ્યો છે.

કન્યા

ટેમ્પરન્સ કાર્ડ તમારા દિવસની અજીબ ઘટનાઓને દર્શાવી રહ્યું છે. અણધારી ઘટના તમને આશ્ચર્યમાં મુકી શકે છે. ધાર્યુ પણ ન હોય તેવું થઈ શકે છે. અસમંજસ પણ રહેશે. બેચેની અનુભવાય. મનને શાંત કરો દિવસ શાંતિથી પસાર કરી લેવો. અધિક વિચારો મનને વધારે ચિંતા કરાવશે.

તુલા

ધ મુન કાર્ડ જીવનના નવા અધ્યાયની શરુઆત દર્શાવે છે. ઉત્તમ ભવિષ્યના સંકેત મળી રહ્યા છે. જીવનમાં નવું થશે જેની અપેક્ષા રાખી રહ્યા છે. નવી યોજનાઓ પર કામ શરુ કરી શકો છો. નવા લોકો સાથે મળવાનું થશે અને તેનાથી લાભ પણ થશે. દિવસ સારી રીતે પસાર થશે.

વૃશ્ચિક

જજમેન્ટ કાર્ડ જણાવે છે કે રોકાણ અને આયાત સંબંધિત કામ કરતાં બિઝનેસમેન આજના દિવસે રોકાણ કરી શકે છે. એવી ઘટના બનશે જેના માટે તમે તૈયાર ન હતા. બેજવાબદારીથી બચવું. દિવસની શરુઆત સારી થશે લાભ લઈ લેવો. કેટલાક લોકો ઈર્ષા કરશે પણ તેને ધ્યાનમાં ન લેવું.

ધન

આજનો દિવસ નિરાશા લાવી શકે છે તેમ ટુ ઓફ કપ્સ કહે છે. તમે જોખમ લેવાનું વિચારી રહ્યા છે પરંતુ આત્મવિશ્વાસ સાથ આપશે નહીં. વધારે ચિંતા અને ભય સતાવશે. મન ભટકતું હોય અને અસુરક્ષિત જણાય. તમારી આસપાસના લોકો ષડયંત્ર કરી શકે છે તો સાવધાન રહજો.

મકર

એસ ઓફ સ્વોર્ડ કાર્ડ કહે છે કે આજે તમને ભૂતકાળમાં કરેલા રોકાણો પસ્તાવો કરાવશે. જરૂરી નિર્ણય લેવાના હોય તો આજનો દિવસ તેને ટાળો. નિર્ણય લેતા પહેલા તેના પર ગંભીરતાથી વિચારો અને પછી આગળ વધો. ઉતાવળ કરવી આજે યોગ્ય નથી. ઉતાવળ કરશો તો છેતરાઈ જશો.

કુંભ

ટુ ઓફ પેન્ટાકલ્સ કાર્ડ કહે છે કે આજે તમારો સ્વભાવ વારંવાર ઉગ્ર થઈ શકે છે. કોઈ બાબતોમાં તમે તમારા ક્રોધ પરથી કાબૂ ગુમાવી શકો છો. તમારા નિર્ણય તમને આલોચનાનો ભોગ બનાવશે. કાર્યસ્થળ પર બોલવાનું ટાળજો. વ્યવહાર પર પણ કાબૂ રાખજો. દિવસ શાંતિથી પસાર કરવો.

મીન

કંઈક નવું પ્રાપ્ત કરવાનો દિવસ છે. તમારી કારર્કિદી લાભ કરાવશે, નવી ઉપલબ્ધિ મળશે. થોડી સમસ્યા થઈ શકે છે . આજનો દિવસ પૂર્ણ થતા સુધીમાં માનસિક થાક અનુભવી શકો છો. ખૂબ મહેનત કર્યા પછી કોઈ પરિણામ પ્રાપ્ત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ