08.05.2020 – સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાનો, આત્મનિર્ભર રહેવાનો અને કામના ભારણ સાથેનો દિવસ પસાર થશે

સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાનો, આત્મનિર્ભર રહેવાનો અને કામના ભારણ સાથેનો દિવસ પસાર થશે

મેષ – The World

આજે તમે તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવશો. તમે સંજોગોને વધુ સારી રીતે પોતાના અંકુશમાં રાખી શકશો. તમે સર્જનાત્મક ઊર્જાથી ભરેલા રહેશો અને તમે સમસ્યાઓનું નિરાકરણ સરળતાથી શોધી શકશો. જેનો અન્ય લોકોએ કદી વિચાર કર્યો નહીં હોય તે કાર્ય તમારી ક્ષમતાથી કરવું શક્ય બનશે.

વૃષભ – Nine of Wands

આજનો દિવસ તમારા માટે કેટલીક બાબતોમાં ઉત્તમ રહેશે. તમે દરેક કાર્યોને પૂર્ણ કરવાની સ્થિતિમાં છો, તેના માટે તમારે કોઈ પર નિર્ભર રહેવું પડશે નહીં. તમારી જાત પર વિશ્વાસ રાખો અને કાર્ય કરો. દિવસ તમને તમારી જૂની વસ્તુઓની યાદ અપાવશે.

મિથુન – Five of Cups

આજે તમારા માટે આ ખાસ દિવસ સાબિત થશે. કામની જવાબદારીઓ ખૂબ ઓછી હશે તમે પણ તમારા કામ વિશે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. બપોર પછી દિવસ તમારા માટે વધુ રાહતદાયક બની શકે છે. કેટલાક ખાસ મિત્રો સાથે સમય પસાર કરી શકો છો. આજે પણ આરામ કરવાનો વિચાર આવશે. તમારા વિચારો વ્યક્ત કરવા અને જોખમ લેવા માટે સારો દિવસ છે.

કર્ક – Strength

આજનો દિવસ તમારા માટે અલગ લાગણી સાથે શરુ થઈ શકે છે. એક અજાણ્યો ભય તમને થોડી અસ્વસ્થતાનો અનુભવ કરાવશે. આજે તમે અસ્વસ્થતાથી પરેશાન રહી શકો છો પરંતુ ખાતરી રાખજો કે આ સમય પણ પસાર થઈ જશે. તમારે સકારાત્મક વિચારો રાખવા અને સારા પુસ્તકો વાંચવા તેમજ સંગીત સાંભળવામાં સમય પસાર કરવાની જરૂર છે.

સિંહ – The Tower

આજે તમે કોઈના નેતૃત્વથી પરેશાન થઈ શકો છો. તમારે અમુક બાબતો તેમને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. કોઈ પણ પરિસ્થિતિને તમારા પર હાવી થવા ન દો. સ્પષ્ટતા સાથે તમારો મુદ્દો બીજાની સામે મુકવાનો આજનો દિવસ છે. ઘણીવાર તમે પોતાના અભિપ્રાય માટે સ્ટેન્ડ લઈ શકતા નથી. તમારી આસપાસના લોકો સાથે થોડા સાવચેત રહો કદાચ તમારી સાથે કોઈ અણધારી ઘટના બની શકે છે.

કન્યા – Six of Pentacles

આજનો દિવસ તમારા ધૈર્યની કસોટી કરનાર છે. કેટલાક કાર્યોના પરિણામ તમારી અપેક્ષા મુજબ નહીં આવે તેથી તમે અસ્વસ્થ થઈ શકો છો. પરંતુ કામ પ્રત્યે વધારે સાવધાન રહો. તમે અગાઉ કરેલા કામનું પરિણામ શું આવે તેની ચિંતા ન કરવી અને તમારી જાતને નિયંત્રિત કરવાનો આ સમય છે.

તુલા – The Chariot

આજનો દિવસ તમારા માટે એકદમ રોમેન્ટિક બની શકે છે. કેટલાક ખાસ મિત્રોને મળવાની સંભાવના છે જે તમારા માટે પછીથી ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે સારું અનુભવશો. તમારી પાસે સકારાત્મક ઊર્જા રહેશે. મનને રિચાર્જ કરવાનો, આરામ કરવાનો અને પોતાની કાયાકલ્પ કરવાનો આજનો દિવસ છે. આજનો દિવસ લાંબો સમય યાદગાર બની શકે છે.

વૃશ્ચિક – The Emperor

આજે કેટલીક બાબતમાં તમારા માટે દિવસ નિરાશાજનક સાબિત થઈ શકે છે. તમારા કામમાં આવતા પડકારોથી તમે થોડું વિચલિત થઈ શકો છો. તમારી ગતિને થોડી ધીમી કરો. આજે કામમાં આવતા અવરોધથી તમે થોડી હતાશા અનુભવી શકો છો. તમને આ બાબતો થોડી પરેશાન કરી શકે છે પરંતુ જો તમે હિંમત સાથે આગળ વધશો તો તમને સફળતા મળશે.

ધન – Three of Swords

આજનો દિવસ તમારા માટે ખૂબ સારો હોઈ શકે છે. તમે નવી ઊર્જાથી છલકાયેલા રહી શકો છો. તમને કામમાં સરળતાથી સફળતા મળવાની સંભાવના પણ છે. આવનારા સમયમાં મુસાફરી થવાના અને ખરીદી થવાના સંકેત મળે છે. તમે આજે કોઈ નવી યોજના બનાવી શકો છો. કરિયર અંગે સમય સામાન્ય રહેશે.

મકર- Queen of Cups

આજનો દિવસ તમારા માટે થોડો નિરાશાજનક બની શકે છે. એવા કોઈ સમાચાર મળશે જેનાથી તમે થોડા પરેશાન થઈ શકો છો. પારિવારિક વાતાવરણ થોડું બોજારૂપ બને તેવી સંભાવના છે. તમારા માટે આ સમય તમારા મન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનો છે અને તમારા કાર્યને એકાગ્રતા સાથે પૂર્ણ કરવાનો છે. આત્મવિશ્વાસને જાળવી રાખો.

કુંભ – The Devil

આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો કે કેટલાક લોકો તમને આજે પોતાના કામથી મૂંઝવણમાં મુકી શકે છે. નકારાત્મક સ્વભાવવાળા લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. નકારાત્મક વિચારો તમને નુકસાન પહોંચાડી શકે છે. નજીકના મિત્રને મળવાનો કે ટુંકી મુસાફરી કરવાનો દિવસ છે.

મીન – The Star

કેટલીક બાબતોમાં તમારા માટે આજનો દિવસ સારો રહેશે. દિવસ તમારા માટે વિવિધ પ્રવૃત્તિઓથી ભરેલો રહી શકે છે. કેટલાક લોકોને પૂજા-અર્ચના કરવાની તક મળી શકે છે. હમણાં તમારા ઘરમાં અને ઓફિસમાં વાતાવરણ ઉત્સાહભર્યું રહેશે જેના કારણે તમારો મૂડ પાર્ટી કરવા માટેનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ