06.05.2020 – રચનાત્મકતામાં નિખાર લાવનાર છે, ભાગ્યનો સાથ આપને મળી શકે છે આખો દિવસ.

રચનાત્મકતામાં નિખાર લાવનાર છે, ભાગ્યનો સાથ આપને મળી શકે છે આખો દિવસ.

મેષ- Five of Coins:

આજનો દિવસ આપના માટે પોતાના માટે થોડોક સમય કાઢીને પોતાનું મનપસંદ કામ કરી શકો છો. આપની રચનાત્મકતામાં નિખાર આવશે. આપ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા વિષે વિચારશો. આ આપને વધારે રચનાત્મક બનાવશે. એનાથી આપના મનમાં સંતોષની ભાવના વધશે અને સ્વાસ્થ્યને લાભ પણ થશે. આપના કામમાં પણ ધ્યાન વધશે અને કામની ગુણવત્તામાં પણ સુધાર થશે.

વૃષભ-Five of Swords:

આજે ભાગ્ય આપની સાથે રહેશે. ભાગ્યનો અને પુર સાથ મળી શકે છે. ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આપના ભાગ્યના સાથની સાથે જ કેટલાક પ્રકારના સંસાધન પણ મળશે. યોગ્ય સમય પર આપની પાસે આપની જરૂરિયાતના સંસાધન પ્રાપ્ત થઈ જાય છે. કમી ફક્ત આ વિચારમાં છે કે જીવનમાં આપ જે મેળવવા ઈચ્છો છો તેના માટે ઘણી મહેનત કરવી પડશે અને કમી થઈ શકે છે. આ વિચારને છોડીને જો મહેનત કરશો તો સફળતા જલ્દી જ પ્રાપ્ત થશે.

મિથુન- Page of Cups:

આજનો દિવસ આપના માટે કેટલીક અલગ પ્રકારની પરીસ્થિતિઓના નિર્માણનું છે. કઈક એવું થઈ શકે છે કે, કે આપને પોતાની વિરુદ્ધ લાગી શકે છે, પરંતુ ધીરજ અને શાંતિથી કામ લેવું. પરીસ્થિતિઓ પર પોતાની નજર રાખવી અને તેની પર ગંભીરતાથી વિચાર કરો. આપને વિપરીત પરીસ્થિતિઓમાં પણ પોતાના માટે કઈક સકારાત્મક મળી જશે. આજે આપની આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે પણ સારી તક પ્રાપ્ત થશે.

કર્ક- The Chariot:

આજનો દિવસ આપના માટે સફળતાનો ધ્વજ લેહરાવનાર સાબિત થઈ શકે છે. કેટલીક વસ્તુઓ આપને મુશ્કેલ લાગી રહી હતી, તેનો સરળતાથી ઉકેલ આવી શકે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ આપની વિરુદ્ધ જઈ શકે છે કે પછી આપ કેટલીક વસ્તુઓને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયત્નમાં પોતાનું નુકસાન કરી શકો છો. પોતાના આસપાસના વાતાવરણ પ્રત્યે સાવધાન રહો. કોઈ નજીકના મિત્ર કે સંબંધીઓ પર એટલો વિશ્વાસ ના કરવો કે આપને પછીથી પસ્તાવું પડે.

સિંહ- The Hierophant:

આજનો દિવસ કેટલીક મોટી જવાબદારીઓના પુરા થવાનું હોઈ શકે છે. આપને આજે કેટલાક નવા લોકો સાથે મળવાની તક મળી શકે છે જે આપના કરિયરમાં આગળ વધવામાં મદદ કરી શકે છે. આ બધામાં આપે પોતાની જરૂરિયાતો તરફ ધ્યાન આપવાનું ભૂલવું નહી. કોઈ પણ પરીસ્થિતિમાં પોતાના હિતને નજરઅંદાજ કરવું નહી. પોતાના મનની અવાજ જરૂરથી સાંભળવી. જો કોઈ વાત આપને યોગ્ય નથી લાગી રહી તો તેને માનવાની જરૂરિયાત નથી.

કન્યા-The Fool:

આજનો દિવસ આપના માટે કોઈપણ પ્રકારના દબાણમાં આવીને પોતાનું નુકસાન કરી લેવાનો છે. કાર્ડ્સ ઈશારો કરી રહ્યા છે કે આપ બીજા વ્યક્તિઓની વાતોમાં આવીને કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો. જ્યાં સુધી શક્ય હોઈ શકે, જરૂરી નિર્ણયોને આજે ટાળી દેવા. તણાવ માટે કોઈ એક્સપર્ટ કે પછી કાઉન્સિલરને જરૂરથી મળો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મિલનસાર સ્વભાવના હોવાથી બધી તકલીફોનો ઉકેલ જલ્દી જ થઈ જાય છે. માંગવા પર સરળતાથી મદદ મળી જશે.

તુલા- Justice:

આજનો દિવસ આપના માટે મિશ્રિત પરિણામ આપનાર બની શકે છે. આપને કેટલીક વસ્તુઓથી ફાયદો પણ થશે અને કેટલીક વસ્તુઓથી નુકસાન પણ થઈ શકે છે. જો કોઈ જુનો સંબંધ તૂટે છે તો નવો સંબંધ પણ આપને જલ્દી જ મળી શકે છે. કોઈ નવા રોમેન્ટિક સંબંધની શરુઆત થઈ શકે છે. જેના લીધે આપનું મન પ્રસન્ન રહેશે. કામકાજ તરફ થોડું ધ્યાન આપવાની જરૂરિયાત છે. પોતાની ધીરજ અને કાર્ય કુશળતાનો પ્રયોગ કરો. જો આપનું કોઈ કામ નથી ચાલી રહ્યું તો તેને નવા દ્રષ્ટિકોણથી જોવાની જરૂરિયાત છે.

વૃશ્ચિક- The Sun:

આજે આપનો દિવસ પોતાની જવાબદારીઓ પ્રત્યે પૂરી રીતે જાગૃત રહો, તેમને પુરા સમર્પણથી નિભાવો. એનાથી આપના જીવનમાં કેટલાક રોકાયેલ કામ બની જશે. કોઈ તકલીફ ચાલી રહી છે તો જલ્દી જ ઉકેલ થશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે, પરીક્ષામાં સારું ફળ મળશે. પોતાની મહેનતમાં કોઈ કમી થવા દેવી નહી. આપની જે પણ ઈચ્છાઓ છે જલ્દી જ પૂર્ણ થશે.

ધનુ-Ace of Swords:

આજનો દિવસ રોકાણ માટે સામાન્ય છે. ખાસ કરીને જો આપ કોઈ પ્રોપર્ટીમાં નિવેશ કરવા વિષે વિચારી રહ્યા છો તો આપને થોડું સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. કોઈ વ્યક્તિ સાથે મળવાનો મોકો મળશે, જેનાથી આપના વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે. આજનો દિવસ મનમાં કેટલીક ચિંતા યથાવત રહે છે જેના કારણે આપના કામમાં ધ્યાનની કમી આવી શકે છે. કોઈની વાતને દિલ પર ના લેવી, પોતાના પર વિશ્વાસ રાખવો.

મકર- Wheel of Fortune:

આજના દિવસે કોઈ વાતને લઈને ચિંતિત થવું નહી. જો કોઈ તકલીફ ચાલી રહી છે તો તે જલ્દી જ ઉકેલાઈ જશે. અસમંજસની સ્થિતી થઈ શકે છે. કોઈ કાઉન્સીલર કે કોઈ એક્સપર્ટની સલાહ લો. કોઈ જુના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે કે જે આપને કોઈ નવા અવસરથી અવગત કરાવશે. આજે કોઈ વાતને લઈને તકલીફોથી ઘેરાયેલ રહેશો. જો કોઈ નિર્ણય લેવામાં દુવિધા થઈ રહી છે તો કોઈની સલાહ લો. પોતાની અંતરાત્માની અવાજ જરૂરથી સાંભળવી. આજે પોતાની ભાવનાઓ પણ નિયંત્રણ રાખો.

કુંભ- Wheel ઓફ Fortune:

આજનો દિવસ આપના માટે ઘણી બધી રીતે સારો રહેશે. કામમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલી રહેલ પ્રોજેક્ટ પુરા થશે. આજે ઘણું બધું શીખવા પણ મળી શકે છે. પણ પોતાના કામને પોતાના અંગત જીવનની સમસ્યાઓથી ભાગવાની રાહ ના બનાવો. જે પણ તકલીફ હોય તેનો સામનો કરો, જલ્દી જ પરીસ્થિતિ અનુકુળ થઈ જશે.

મીન- The World:

આજે આપને પોતાનાથી વરિષ્ઠ અને વધારે સફળ વ્યક્તિઓના સાનિધ્યમાં રહેવાનો અવસર મળી શકે છે. આવા વ્યક્તિઓને સમ્માન કરવાથી આપને લાભ થઈ શકે છે. કેટલાક લોકોને પોતાની પ્રગતિ અને સફળતાથી પ્રભાવિત કરી શકો છો. આપને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકવાના ઈશારા કાર્ડ્સ આપી રહ્યા છે. જેને નિભાવવામાં આપને સફળતા અને સક્ષમ થઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ