શું તમે જાણો છો કે પરેશ રાવલની પત્ની મિસ ઇન્ડિયા બનેલી હતી? જુઓ આ તસ્વીરો અને જાણો એમના વિશે

શું તમે જાણો છો કે પરેશ રાવલની પત્ની મિસ ઇન્ડિયા હતી? જૂઓ આ તસ્વીરો અને જાણો એમના વિશે!

એક બોલીવુડ ફિલ્મના એક્ટર અને જબરદસ્ત કોમેડિયન પરેશ રાવલને તો બધા ઓળખાતા જ હશો. તમને જણાવી દઈએ કે પરેશ રાવલના લગ્ન સ્વરૂપ સંપત નામની અભિનેત્રી સાથે થયા છે. જે એક સમયે મિસ ઇન્ડિયા રહી ચુકી છે. તેમજ વાત કરીએ તેના સંતાનોની તો પરેશ રાવલને બે સંતાનો છે, આદિત્ય રાવલ તેના મોટા દીકરાનું નામ અને નાનો દીકરો અનિરુદ્ધ રાવલ. બંને દીકરાઓ હાલમાં તેના કરિયર બનાવવામાં વ્યસ્ત છે.

image source

મોટો દીકરો થોડા જ સમયમાં Zee5ની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આદિત્ય તેના ભવિષ્યમાં અમુક ફિલ્મો બનાવવા માંગે છે. તેમજ તેનો નાનો દીકરો સલમાનની સુલતાન ફીલ્મમાં આસીસ્ટન્ટ ડીરેક્ટર તરીકે સલમાન ખાન સાથે કામ કરી ચુક્યો છે. આ તેની પહેલી ફિલ્મ હતી પરંતુ તે હવે આ લાઈન પર તેનું ભવિષ્ય જોવા માંગે છે એ નક્કી કરી શકાય છે. ભવિષ્યમાં તે સ્ક્રીન પર પણ જોવા મળી શકે છે.

image source

પરેશ રાવલે પણ કોલેજ પછી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી અને જ્યારે તેને પહેલી વખત સ્ટેજ પર સ્વરૂપે જોયા ત્યારે જ સ્વરૂપને પસંદ આવી ગયા. ત્યાર બાદ બંનેનાં સંબંધો વધ્યા અને આખરે વર્ષ ૧૯૮૭ માં બંને એ લગ્ન કરી લીધા. સ્વરૂપને પણ ઈચ્છા હતી કે તે પણ એક્ટિંગની દુનિયામાં પોતાનું કરિયર બનાવે. જો કે બંનેએ લગ્ન એટલા ધામધૂમથી કાર્ય નહોતા.

image source

વર્ષ ૧૯૮૭ માં બંનેએ સામાન્ય રીતે પોતાના પરિવારજનોના અને સગા વહાલાની હાજરીમાં લગ્ન કર્યા. હવે વાત કરીએ સ્વરૂપ સંપત અને પરેશ રાવલની પ્રેમ કહાનીની તો પરેશ રાવલ જયારે કોલેજમાં હતા, ત્યારે જ તેને પહેલી નજરે જ સ્વરૂપ ગમી ગઈ હતી અને તેને નક્કી કરી લીધું હતું કે આની સાથે જ લગ્ન કરીશ.

image source

તે સમય ૧૯૭૫ નો હતો ત્યાર પછી વર્ષ ૧૯૭૯ માં સ્વરૂપે મિસ્સ ઇન્ડિયાનો તાજ પહેર્યો. પરેશની પત્નીએ મીડિયાને જણાવતા કહ્યું હતું કે અમારા લગ્ન મુંબઈમાં લક્ષ્મીનારાયણ મંદિર કમ્પાઉન્ડમાં થયા હતાં અને તે સમયે ૯ પંડિતો એ અમારા લગ્નમાં મંત્રો બોલીને અમારા લગ્ન કરાવ્યા હતાં.

image source

૯૦ના દાયકામાં સ્વરૂપે ‘એ દુનિયા ગજબ કી’, ‘ઓલ ધ બેસ્ટ’ નામના શોમાં પણ કામ કર્યું હતું. તેમજ તેને તેના કરિયરમાં ઘણાં હીટ શોમાં કામ કર્યું છે. હાલમાં તે તેના બાળકોને એક્ટિંગ શીખવાડી રહી છે. વાત કરીએ સ્વરૂપ સંપતના વર્ક ફ્રન્ટની તો તેને ‘એ જો હે જીંદગી’ સુપરહિટ કોમેડી શોમાં કામ કર્યું હતું.

image source

કહેવાય છે કે તેમજ આ સીરીયલ માટે તેને પોતાની કિંમતી અને ખુબ જ મોંઘી ઓફરો પણ જતી કરી હતી. સ્વરૂપે કંકુ બનાવતી શૃંગાર નામની કંપની માટે મોડલિંગ પણ કર્યું છે. બોલીવુડમાં સ્વરૂપે ‘નરમ ગરમ’, ‘હિમ્મતવાલા’, ‘કરિશ્મા’, ‘સાથિયા’, ‘સપ્તપદી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ બોલીવુડમાં ઘણી બધી ફિલ્મોમાં તે જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ