05.05.2020 – ટેરો રાશિફળ – કરિયરના માર્ગમાં આગળ વધો, વિરોધનો સામનો કરો અને પ્રતિસ્પર્ધામાં જીતનો છે દિવસ.

કરિયરના માર્ગમાં આગળ વધો, વિરોધનો સામનો કરો અને પ્રતિસ્પર્ધામાં જીતનો છે દિવસ.

મેષ.: four of swords

આજના દિવસે કોઈપણ વાતથી વિચલિત થયા વગર પોતાના કરિયરના માર્ગમાં આગળ વધવાનો છે. આપ આપના હિતેચ્છુક અને શત્રુઓમાં સરળતાથી ફર્ક કરી શકશો. પોતાના મનની અવાજ સાંભળો અને પોતાની યોજના મુજબ જ આગળ વધવાનો પ્રયત્ન કરો. પોતાના વિચારો પર નિયંત્રણ રાખો. પરિસ્થિતિનો સમયની સાથે ઉકેલ મળી જશે, જેટલું તેના માટે હેરાન થશો એટલી જ પોતાના માટે બાધાઓ ઉત્પન્ન કરશો.

વૃષભ- ace of pentacles :

આજે આપને કેટલાક વિરોધ અને વિવાદનો સામનો કરવો પડી શકી છે. શક્યતા છે કે લોકો આપના વિચારોથી સહમત ના થાય કે આપની વાતને કોઈ મહત્વ ના મળે. આજે આપ પોતને પોતાનામાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરશો તો સારું રહેશે. સકારાત્મકતાને આકર્ષિત કરવા માટે પોતાના ઘરની અવ્યવસ્થાને સાફ કરો.

મિથુન-five of wands:

આજનો દિવસ આપના માટે જીત અને સફળતાથી ભરેલ રહી શકે છે. જો આપ કોઈ સ્પર્ધામાં છો, કોઈ પ્રતિયોગી પરીક્ષામ સામેલ થઈ રહ્યા છો તો આજે આપ અન્ય વ્યક્તિઓથી ઘણા આગળ રહી શકો છો. આ સમય આપના માટે ખુબ જ સારો છે. કરિયર માટે પણ આપના માટે આ સમય પ્રગતિનો સમય છે. આજે કેટલીક વ્યક્તિઓ લોંગ ડ્રાઈવ પર જવાનું પણ વિચારી શકે છે.

કર્ક-queen of swords:

આજનો દિવસ આપના માટે ખુબ મહત્વનો સાબિત થઈ શકે છે. આજે આપ સફળતા મેળવવાની સાથે જ કેટલીક નવી વસ્તુઓ પણ શીખી શકો છો. પરંતુ આપે આપની નજીકના કેટલાક વ્યક્તિઓથી બચીને રહેવું જોઈએ. પોતાના કેટલાક રહસ્યો આપ કોઈપણ મિત્રની સામે પ્રકટ કરવી નહી. પોતાની વાતો અન્યને જણાવવાની આદત આપને મુશ્કેલીમાં નાખી શકે છે.

સિંહ-the empress:

આજનો દિવસ આપના માટે નવા વ્યક્તિઓ સાથે જોડવાનો છે. જો આપ કોઈ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તો આજે આપની ટીમમાં કોઈ નવા સભ્ય સામેલ થઈ શકે છે. આપની નેતૃત્વની ક્ષમતાની પ્રસંશા કરવામાં આવી શકે છે. આપના નેતૃત્વમાં ક=ઘણો સારો પ્રભાવ આવશે. આજનો દિવસ આપને આર્થિક લાભ અને સંપત્તિ પણ અપાવી શકે છે.

કન્યા-the tower:

આજે કાર્ડ્સ આપને સંકેત આપી રહ્યા છે કે, પોતાના પેન્ડીંગ કામ પતાવીને કઈક નવું શરુ કરવા માટે ખુબ જ સારો સમય છે. આપ કોઈ નવા વિષય કે પછી નવો અનુભવ મેળવી શકો છો. કોઈ જુના મિત્ર સાથે આજે એક સુખદ મુલાકાત થઈ શકે છે. જીવનસાથીની સાથેના આપના સંબંધ પણ મજબુત બનશે અને સુમધુર બની રહેશે. આજે આપને કેટલાક લોકોનો સહયોગ મળી શકે છે.

તુલા-the high priestess:

આજનો દિવસ આપના માટે પોતાને કેટલાક એવા કામમાં વ્યસ્ત રાખો કે, જ્યાં આપને કોઇપણ પ્રકારના વિવાદ અને ઝઘડાઓમાં ના પડવું થાય. આજે કેટલીક નવી તકો આપને મળવાના પણ સંકેત છે. આપની પરિસ્થિતિમાં હકારાત્મક બદલાવ થઈ શકે છે. આપના માટે આજે કેટલાક ધન લાભના અવસર પણ બની રહ્યા છે, ધ્યાન રાખશો તો લાભ થશે.

વૃશ્ચિક-two of cups:

આજનો દિવસ થોડોક આળસ ભર્યો રહી શકે છે આપનું મન કોઈપણ કામમાં નહી લાગે. થોડું અસ્થિર જેવું અનુભવ કરશો. આજે આપને આરામ કરવાની અને જીવનસાથીની સાથે સમય પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. આજે કેટલાક મહત્વપૂર્ણ કામો પર જો નિર્ણય લેવાનું હોય તો તેને ટાળવા શક્ય હોય તો ટાળી દેવા. કામ પર ઉત્પાદકતા માટે નીલા રંગના વસ્ત્રો પહેરવા.

ધનુ-six of wands:

આજનો દિવસે આપે થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે. નાણાકીય બાબતોમાં થોડું વધારે સાવધાન રહેવું. કોઈ આપને દગો આપી શકે છે કે આપને કોઈ બાબતમાં મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. કોઈની ઉપર પણ આંખો બંધ કરીને વિશ્વાસ કરવો નહી. આજે મિત્રોની સાથે સમય વિતાવવો. ધનને આકર્ષિત કરવા માટે લાલ રંગના વસ્ત્રો પહેરવા.

મકર-page of pentacles:

આજે આપે પોતાના સાથીઓની સાથે સંભાળીને ચાલવાનો દિવસ છે. તેઓને આપની આસપાસ રહેવાનું પસંદ છે પરંતુ આજે થોડાક સાવધાન રહો, પોતાના આવશ્યક કામ પૂર્ણ કરી લીધા પછી જ મિત્રોની સાથે સમય વિતાવવો. નહિતર આપનું કોઈ આવશ્યક કામ અટકી શકે છે. નકારાત્મક ઉર્જાના પ્રભાવને દુર કરવા માટે ચાવી વગરના તાળાને ઘર માંથી દુર કરી દેવા.

કુંભ-five of swords:

આજનો દિવસ આપના માટે પોતાના ઘર અને ઓફીસ માંથી કેટલીક વસ્તુઓ હટાવવા અને સાફ કરવાનો છે. જો આપની આસપાસ કેટલીક બંધ પડી ગયેલ ઘડિયાળ છે તો તેને તાત્કાલિક હટાવી દો. આ દિવસ કેટલીક સારી સૂચનાઓ લઈને આવી રહ્યો છે. આપને કેટલીક વસ્તુઓ કરવી પડી શકે છે જે આપને તે સમયે યોગ્ય નહી લાગે, પરંતુ આગળ જઈને આપના માટે ખુબ લાભકારક સાબિત થઈ શકે છે.

મીન-the chariot:

આજનો દિવસ આપના માટે કેટલીક વસ્તુઓ પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવવાનો છે. દિવસ ઘણો સારો વીતશે. આપને માનસિક સંતોષ પ્રાપ્ત થશે. આજે આપ પોતાના જીવનને વધારે સારું કરવા માટે કોઈ નવી શરુઆત કરી શકો છો. સમૃધ્ધિને આકર્ષિત કરવા માટે પાણીના નળ અને પાઈપને ઠીક કરાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ