દેશની સેવામાં સતત હાજર: આ મહિલા કોન્સ્ટેબલ 2 વર્ષની દીકરીને સાથે રાખીને બજાવે પોતાની ફરજ

ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લામાં નોવેલ કોરોના વાયરસના બે કેસ પોઝેટીવ નોધવામાં આવ્યા છે. જયારે આ બે વ્યક્તિઓના સંપર્કમાં આવેલ ૪૨ વ્યક્તિઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ અત્યારે કચ્છ જીલ્લામાં ૩૯૦૩ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આવા સમયે જ્યાં આખા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે પોતાની ફરજ બજાવી રહેલ પોલીસ અધિકારીઓ સતત પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

image source

આ પોલીસ કર્મચારીઓમાં કેટલાક એવા પણ પોલીસ કર્મચારીઓ છે જેઓ પોલીસની ડ્યુટી અને પરિવાર પ્રત્યેની જવાબદારી એકસાથે સંતુલન જાળવીને નિભાવતા જોવા મળી જાય છે. આવી જ એક કચ્છની મહિલા પોલીસ કર્મચારી છે જે અત્યારની પરિસ્થિતિમાં પોતાની બે વર્ષની દીકરીને પોતાની સાથે રાખીને એક દીકરીની માતા અને દેશની સેવા કરીને પોતાની બન્ને ફરજ ખુબ જ સારી રીતે નિભાવી રહી છે. આ પોલીસ કર્મચારીને પોતાની બન્ને ફરજને સારી રીતે બજાવતા જોઇને તેની ચારે તરફ વખાણ કરવામાં આવી રહ્યા છે.

પતિ અને પત્ની બન્ને પોલીસ કર્મચારી છે.

image source

ભુજ જીલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલકા દેસાઈની ફરજ નિષ્ઠા હિમાલય જેવી અડગ છે. અલકા દેસાઈ અત્યારે નોવેલ કોરોના વાયરસની મ્હામાંરીની ગંભીર પરિસ્થિતિમાં પોતાની ફરજ અને દેશમાં લોકડાઉનના લીધે અલકા દેસાઈ પોતાની બે વર્ષીય દીકરીને પોતાની સાથે રાખીને પણ દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવવા સમયસર પહોચે છે. અલકા દેસાઈના પતિ પણ ભુજમાં પોલીસ કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવે છે. આ બન્ને પતિ અને પત્ની ભુજ જીલ્લા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે.

પતિ-પત્ની વારાફરતી દીકરીને સાંભળ રાખે છે.

image source

બન્ને પતિ-પત્ની ભુજમાં પોલીસ કર્મચારી હોવાથી ભુજ જીલ્લામાં ફરજ બજાવે છે. બન્ને પતિ-પત્ની ખુબ જ સમજદારીથી દીકરી પ્રત્યે અને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવે છે. જયારે અલકા બેન દેસાઈ પોલીસ સ્ટેશનમાં ડ્યુટી પર જાય છે ત્યારે તેમના પતિ ઘરે રહીને દીકરીની સંભાળ રાખે છે. આ જ રીતે જયારે અલકા બેનના પતિને પોલીસ સ્ટેશન ડ્યુટી પર જવાનું હોય છે ત્યારે અલકા બેન દીકરીની સંભાળ રાખે છે. પરંતુ ખરી મુશ્કેલ ત્યારે થાય છે જયારે બન્ને પતિ-પત્નીને એક સાથે એક જ સમયે ડ્યુટી પર જવાનું થાય છે. ત્યારે અલકા બેન દીકરીને પોતાની સાથે રાખે છે અને પોતાની દીકરીની સંભાળ પણ લે છે અને મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ પણ બજાવે છે.

દેશ પ્રત્યે ફરજ મહત્વની હોવાથી દીકરીને સાચવવા માટે એડજસ્ટ કરી રહ્યા છે.

image source

ભુજ જીલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ અલકા બેન દેસાઈનું કહેવું છે કે, મારા માટે મારો પરિવાર ખુબ મહત્વનો છે અને પોલીસ તરીકે દેશ પ્રત્યેની મારી ડ્યુટી પણ એટલી જ મહત્વની છે. જેના માટે અમે બન્ને પતિ-પત્નીને ફરજની સાથે દીકરીને સંભાળવામાં કેટલીક મુશ્કેલીઓ આવે છે પણ હાલની પરિસ્થિતિમાં અમારી ફરજ ખુબ મહત્વની હોવાથી દીકરીની સંભાળ રાખવામાં એડજસ્ટ કરી રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ