ટેરો રાશિફળમાં વાંચી લો તમારી રાશિ, અને જાણી લો આજે તમને ધનલાભ થશે કે નહિં

ટૈરો રાશિફળ : જાણો શનિવારનો 12 રાશિઓના જાતકો માટે લાવશે સુખ કે સમસ્યા ?

મેષ

મેષ રાશિના જાતકો માટે શનિવારનું કાર્ડ છે ફોર ઓફ સ્વોર્ડ. આ દર્શાવે છે કે આ શનિવારનો દિવસ પોતાની લાગણી વ્યક્ત કરવાનો દિવસ છે. આમ કરવું તમારા માટે લાભકારી સાબિત થશે. એવા લોકોનો આભાર માનો જે તમને દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવા મદદ કરે છે. નવી જવાબદારીઓ મળશે તેવા સંકેત પણ આ કાર્ડ કરે છે.

વૃષભ

એસ ઓફ પેન્ટાકલ્સ કાર્ડ તમારો શનિવાર સમસ્યા સાથે શરુ થશે તેમ સુચવે છે. થોડા વિવાદ, તાણનો સામનો કરવો પડી શકે છે. જરૂર જણાય તેવી બાબતોમાં અન્યની સલાહ લેતા અચકાવું નહીં. તમે તમારા કામોમાં વ્યસ્ત રહો તે જરૂરી છે.

મિથુન

મિથુન રાશિના જાતકો માટે ફાઈવ ઓફ વોન્ડસ કાર્ડ જણાવે છે કે તેઓ કુશળતા અને યોગ્યતા સાથે સફળ થશે. તમારી સાથે સ્પર્ધા કરતાં લોકો સામે તમારો વિજય થશે. તમે હાથમાં લીધેલા કામ ઝડપથી પૂર્ણ કરી શકશો. પરીવાર સાથે યાત્રા પર જવાનું નક્કી કરી શકો છો.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે શનિવારનું ભવિષ્ય દર્શાવે છે ક્વીન ઓફ સ્વોર્ડ કાર્ડ. તમારી મનની ઈચ્છાઓ પૂરી થવાના સંકેત મળ રહ્યા છે. તમારું જે કામ લાંબા સમયથી અટવાયેલું છે તે પૂર્ણ થશે. આજે કરેલું કામ ભવિષ્યમાં મોટી સફળતા આપશે. બસ મનની દરેક વાતને બધા સામે ખુલ્લી ન મુકો.

સિંહ

સિંહ રાશિના જાતકો માટે ધ ઈમ્પ્રેસ કાર્ડ જણાવે છે કે તેમના માટે સમય અનુકૂળ છે અને નવા લોકોના સંપર્કમાં તે આવશે. જે લોકોના સમર્થનની તમને ઈચ્છા હતી તે મળશે. તમારી લીડરશીપનો પ્રભાવ જોવા મળશે. આર્થિક લાભ પણ થતો જોવા મળે છે.

કન્યા

ધ ટાવર કાર્ડ કન્યા રાશિના જાતકો માટે નવી શરૂઆતનું સુચન કરે છે. પરંતુ તમારી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને તમારી પ્રાથમિકતા નક્કી કરો. અધુરા કામ પુરા કરી નવા કામ તરફ આગળ વધવું. જૂના મિત્રોને મળવાનું થઈ શકે છે. પ્રિયજન સાથે સંબંધ મધુર રહેશે.

તુલા

ધ હાઈ પ્રીસ્ટેસ કાર્ડ તુલા રાશિના જાતકોની વ્યસ્તતા દર્શાવે છે. ઓછા સમયમાં વધારે કામ જવાબદારી સાથે પૂર્ણ કરવું પડશે. તાણ અને થાકથી બચવું હોય તો કારણ વિના કોઈ સાથે વિવાદમાં ન પડવું. આજે નવા અવસર મળશે. સમય સકારાત્મક જણાય છે.

વૃશ્ચિક

ટુ ઓફ કપ્સ કાર્ડ તમારા ચંચળ મનને દર્શાવે છે. આજે તમે દરેક કામને કાલ પર ટાળવાના મૂડમાં હશો. કોઈપણ કામ કરવામાં મન લાગશે નહીં. આજે તમને સાથી સાથે સમય પસાર કરવાના સંકેત કાર્ડ આપે છે. જો કે આ દિવસે તમારા પર આળસ હાવિ રહેશે.

ધન

ધન રાશિના જાતકો માટે શનિવારનુ કાર્ડ સીક્સ ઓફ વોન્ડસ સતર્કતા અને સાવધાની રાખવાનું સુચવે છે. તમે એવી સ્થિતિમાં મુકાઈ શકો છો જેનાથી તમારે બચવાની જરૂર છે. વિવાદ અને નાણાના વ્યયના સંકેત મળે છે તેથી સાવધાન રહેવું. સતર્ક નહીં રહો તો મોટું નુકસાન થઈ શકે છે. કોઈ પર આંધળો વિશ્વાસ કરવો નહીં.

મકર

પેજ ઓફ પેન્ટાકલ્સ કાર્ડ મકર રાશિના જાતકો માટે નકારાત્મકતાનો સંકેત કરે છે. આ જાતકો આજે તેમના લક્ષ્યથી ભટકી શકે છે. જરૂરી કામ પૂર્ણ કરી પછી જ અન્ય કામમાં ધ્યાન આપવું. નહીં તો મહત્વના કામ અટકી જશે જે મોટું નુકસાન કરી શકે છે.

કુંભ

કુંભ રાશિના જાતકો માટે આવે છે ફાઈવ ઓફ સ્વોર્ડ કાર્ડ. આ કાર્ડ પરિવર્તનના યોગ દર્શાવે છે. તમારે તમારી યોજનાઓ પર ઝડપથી અમલ કરવો જરુરી છે. અત્યારે તમને જે કામ જરૂરી નથી જણાતા તે આગળ જઈ મોટા લાભ કરાવશે.

મીન

મીન રાશિના જાતકો માટે ધ કેરેટ કાર્ડ સફળતા તરફ સંકેત કરે છે. આ કાર્ડ એ દરેક સ્થિતિ પર કામ કરશે જે તમારી સફળતા પર બાધા બને છે. તમારા માટે સમય વસ્તુઓ પર પોતાનું સમર્પણ દર્શાવવાનો છે. આ દિવસે તમને માનસિક સંતોષ પ્રાપ્ત થશે. નવી શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ