આજનું ટેરો રાશિફળ : 8 રાશિઓ માટે સોમવારનો દિવસ હશે અશુભ ફળ આપનાર

ટેરો રાશિફળ : 8 રાશિઓ માટે સોમવારનો દિવસ હશે અશુભ ફળ આપનાર

મેષ – The Empress

આજના દિવસે તમે કામને ટાળવાને બદલે તેને અપનાવીને આગળ વધો તે યોગ્ય છે. વિચારો પર અમલ કરો તે યોગ્ય છે. આ જ તમારા માટે ફાયદાકારક બની શકે છે. જો તમે નિર્ણયો લેવામાં વિલંબ કરશો તો તમારું પોતાનું નુકસાન કરશો. તમને કોઈ બાબતમાં દ્વિધા છે તો સલાહ લેવી. તમારા આંતરિક ભયને દૂર કરો. ભવિષ્યના લાભ માટે આજે નિર્ણય લેવો જરૂરી છે.

વૃષભ – The Lovers

આજે તમને લાગે છે કે તમારા જીવનમાં અન્ય લોકો કરતા વધારે સમસ્યાઓ છે, પરંતુ એવું નથી. પોતાને બીજા કરતા નીચી ગણવાની ભૂલ કરશો નહીં. તમારો આત્મવિશ્વાસ ઊંચો રાખો. અન્ય લોકો તમારા કરતા વધુ સારી રીતે તેની સમસ્યા છુપાવી શકે છે. તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે તમારી આસપાસની સ્થિતિમાં મન નિયંત્રિત રાખી કામ કરવું પડશે.

મિથુન – Ten of Swords

આજે કેટલીક બાબતોમાં તમારા માટે પરેશાની ભરેલી હોય શકે છે. ખાસ કરીને એવા કાર્યોમાં કે જેમાં તમારે નિર્ણય લેવાનો છે. તમારે કેટલીક એવી બાબતોનો સામનો કરવો પડી શકે છે જે સામાન્ય રીતે પહેલાં તમારા માટે મુશ્કેલીનું કારણ ન હતી. આજે તમારે યોગ્ય દિશામાં આગળ વધવા માટે થોડા ખાસ લોકોની સલાહની જરૂર પડી શકે છે.

કર્ક – Five of Swords

આજે તમારા માટે આગળ વધવાનો દિવસ છે. જીવનની સમસ્યાઓનું સમાધાન થાય તેવું દેખાઈ રહ્યું છે. કામનું ભારણ અને તણાવ ઓછો થશે. તમે કરેલા કાર્યોનું સારું પરિણામો મેળવી શકો છો. તમારે તમારી ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડશે. લોકો તમારો સંપર્ક કરશે. કેટલાક લોકોને તમારી મદદ પણ કરવી પડી શકે છે. તમારે તમારા લોકો માટે પણ સમય કાઢવાની જરૂર છે.

સિંહ – Two of Cups

આજનો દિવસ તમારી માટે આશાઓથી ભરપુર રહેશે. તમને લાભ મળવાની પ્રબળ સંભાવનાઓ છે. કેટલાક કિસ્સાઓમાં તમને અણધારી રીતે લાભ મળી શકે છે. સમય અનુકૂળ છે પરંતુ જો તમે નવો ધંધો શરૂ કરી રહ્યા છો તો તેના માટે ધીરજ રાખો. આ સમયે કોઈ મોટી રકમનું રોકાણ ન કરો. આ સમયે તમારે ખોરાકની વિશેષ કાળજી લેવી જોઈએ. તમને પેટની સમસ્યા થઈ શકે છે.

કન્યા – Temperance

આજે તમારા માટે જીતના સંકેત મળી રહ્યા છે આજનો દિવસ તમારો છે. તમને કોઈની પાસેથી પ્રેરણા મળી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે અને તમારી કાર્યશૈલીને માન્યતા પણ આપશે. આજે તમને કેટલાક લોકો તરફથી આશ્ચર્યજનક રીતે સહયોગ મળશે. તમારો દિવસ આજે યાદગાર રીતે પસાર થશે.

તુલા – Ace of Pentacles

આજનો દિવસ તમારા માટે કોઈ મુસાફરીભર્યો રહી શકે છે અથવા તો કોઈ પ્રવાસની યોજના બનાવી શકો છો. તમે થોડી વાતો કરવાને બદલે કામ કરો. તમારી રીતને બદલવા અથવા સુધારવા માંગતા હો, જેથી તમે તમારી વાતો લોકોને સારી રીતે પ્રસ્તુત કરી શકો. આજનો દિવસ તમને લોકોનો સહયોગ મળવાનો છો. અવિવાહિતો માટે કેટલાક સારા યોગ સર્જાઈ રહ્યા છે. તમે તમારા પરિવાર સાથે તમારા મનની વાત કરી શકો છો.

વૃશ્ચિક – Seven of Wands

આજે તમને ચારે બાજુથી સહાય અને આરામ મળી શકે છે. સમય તમારા માટે ખૂબ મદદગાર સાબિત થશે. કેટલાક કિસ્સાઓમાં લોકો તમારી પ્રશંસા કરી શકે છે. તમારા વિચારો લોકોને ગમશે. લોકો સાથે વાતચીતમાં શબ્દોનો પ્રયોગ કરવામાં તમારે ખૂબ કાળજી લેવી પડશે. ગેરસમજણોના કારણે કેટલાક લોકો સાથેના તમારા સંબંધો બગડી શકે છે.

ધન – Eight of Swords

આજે તમે તમારા કામનો સંપૂર્ણ આનંદ માણશો. કેટલીક નવી બાબતો શીખવાની તક મળી શકે છે. તમને કેટલાક ક્ષેત્રોમાં યોગ્યતા અનુસાર કેટલાક પ્રોજેક્ટ્સ પણ મળી શકે છે. સમય તમારા માટે મોટી સફળતા બની શકે છે. તમે પણ તમારા કામથી સંપૂર્ણ સંતુષ્ટ થશો. કેટલાક નવા લોકોને મળવાથી તમારામાં નવી ઊર્જા આવશે. તમારો દિવસ ઉત્તમ બની શકે છે.

મકર – Ace of Cups

દિવસ તમારા માટે લાભકારી હશે. તમારા કામની ચારે બાજુથી પ્રશંસા થશે. લોકો તમારા શબ્દો અને વિચારોથી પ્રભાવિત થશે. કેટલાક કિસ્સાઓમાં તમારે નરમ વલણ બતાવવું પડી શકે છે. તમને આજે કેટલાક આશ્ચર્યજનક પરીણામો પણ મળી શકે છે. ખાવા પીવા માટે ખાસ કાળજી લેવી જરૂરી છે. તે તમારા સ્વાસ્થ્યને અસર કરશે.

કુંભ – The Devil

આજનો દિવસ તમારા માટે એક સાથે ઘણી વસ્તુઓ કરવા માટેનો રહેશે. તમારે ઘણી જગ્યાએ એક કરતાં વધારે ભૂમિકાઓ ભજવવી પડી શકે છે. સમયનું મહત્વ સમજો. બેદરકારી તમારી સ્થિતિને કોઈ પણ સંજોગોમાં બગાડી શકે છે. તમારે તમારા કાર્યમાં સંપૂર્ણપણે સમર્પિત રહેવું પડશે. તમારે નવી નોકરીઓ મેળવવી પડશે અથવા નવી જવાબદારીઓ નિભાવવી પડશે.

મીન – Judgement

આજનો દિવસ તમારા માટે સફળતાનો રહેશે. નવા કામોમાં ઇચ્છિત પરિણામ મળવાના સંકેત છે. સમય તમારા માટે અનુકૂળ રહેશે. આજે તમે કંઇક નવું શીખવા માટે પણ ઉત્સાહિત થઈ શકો છો. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરો છો તો સમય તમારા માટે સારો છે.

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ