સાપ્તાહિક રાશિફળ – 7 જૂન સુધીનો સમય કેવો છે 12 રાશિઓ માટે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

7 જૂન સુધીનો સમય કેવો છે 12 રાશિઓ માટે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

મેષ

આ અઠવાડિયે તમે તમારી જાતને ભાવનાત્મક રીતે ફસાયેલી અનુભવશો. સાથે જ તમારા ખર્ચ પણ એક સાથે વધશે, પરંતુ જો તમે તમારા ખર્ચ પર નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરશો તો તેમાં તમને સફળતા પણ મળશે. એક વાત ધ્યાનમાં રાખવી કે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઇ રહ્યા છો, તો તમારા વડીલોની સલાહ લો. આ અઠવાડિયે તમારું મન પણ થોડું વિચલિત થઈ શકે છે. તમને થોડી એકલતા પણ અનુભવાશે. તેનાથી બચવા માટે તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરો અને ભગવાન પર વિશ્વાસ કરો. નકારાત્મક બનીને કોઈ તક ગુમાવશો નહીં, ગણેશજીની પૂજા કરો.

વૃષભ

આ સપ્તાહ તમારા માટે ખૂબ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. ભગવાન તમને જોઈએ છે તેવા જ પરિણામો આપશે. સ્વાસ્થ્ય માટે ખોરાક પર ધ્યાન આપવાની જરૂર છે. મનને શાંત કરવા ધ્યાન કરો. સકારાત્મકતા સાથે તમે નવા માર્ગ તરફ આગળ વધશો. હનુમાનજીની પૂજા કરો. આમ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

મિથુન

છેલ્લા ઘણા સમયથી ચાલતી ઊથલપાથલ પછી આ અઠવાડિયે તમને સારું લાગશે. તમે સ્વભાવથી ખૂબ જ લાગણીશીલ છો પરંતુ આ વખતે તમે તમારા પરિવાર સાથે આનંદ માણવા જઈ રહ્યા છો. તમે યોગ અને આયુર્વેદિક ઉપચાર સાથે પણ સંકળાઈ શકો છો. પૈસા સંબંધિત બાબતો માટે સમય અનુકૂળ છે. પરંતુ ખર્ચમાં પણ વધારો થશે. આ અઠવાડિયે તમે તમારી પરેશાનીઓમાંથી બહાર નીકળવામાં સમર્થ હશો. કુળદેવીની ઉપાસના કરો.

કર્ક

આ અઠવાડિયામાં ઘરે કોઈ ઉજવણીની મજા લઈ શકશો. આ સિવાય તમારા માટે કેટલાક નવા રસ્તાઓ ખુલશે. લોકો સાથે તમારો વ્યવહાર પહેલાથી જ સારો છે અને સારો જ રહેશે. તમે તમારા વિચારો લોકોની સમક્ષ સારી રીતે રજૂ કરી શકશો. જોખમ લેવાની વૃતિ વધશે. કોઈપણ કામમાં કંઇક નવું કરવા વિશે ઊંડાણપૂર્વક વિચારો. ધનલાભ થવાના પણ યોગ છે. આ સાથે આ સમયે તમે સકારાત્મક અનુભૂતિ કરશો. પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ એક સારું સપ્તાહ છે. ભગવાન ગણપતિની પૂજા કરો.

સિંહ

આ અઠવાડિયું તમને નકારાત્મકતા તરફ ખેંચશે. ખાસ કરીને તમે તમારા સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને લગતી નકારાત્મકતામાં ઘેરાઈ જશો. પરંતુ આવું થતા અટકાવો. આવા વિચારોથી બચવા માટે ધ્યાનની મદદ લો. કોઈ પણ સમસ્યા વિશે વધારે વિચારશો નહીં. કારણ કે ભગવાન એક દરવાજો બંધ કરે છે તો બીજા ચાર દરવાજા પણ ખોલે છે. તમારી શ્રદ્ધા જાળવી રાખો. શિવજીની પૂજા કરો તે તમારા માટે ફાયદાકારક રહેશે.

કન્યા

સપ્તાહની શરૂઆતમાં તમે થોડી નકારાત્મકતા તરફ આગળ વધશો. તમે સાથે કામ કરતાં લોકોથી નાખુશ થઈ શકો છો. પરંતુ તમારે તમારી ટીમને લીડ કરવાની સાથે તેને સકારાત્મકતા તરફ લઈ જવાની છે. અહીં તમારે તમારી ટીમ પર વિશ્વાસ કરવો પડશે. તો જ તે તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ આપી શકશે. પ્રકૃતિ સાથે જોડાવાથી તમને સારું લાગશે. શિવજી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરો. આ તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવાર સાથે થોડો સમય વિતાવશો.

તુલા

આ સપ્તાહ તમારા માટે ખૂબ સારું રહેશે. તમે નવા વિકલ્પો વિશે વિચારશો. શક્ય છે કે તમારી કેટલીક સંવેદનશીલતા થોડી વધી શકે અને તમારા સંબંધોમાં પણ કેટલીક સમસ્યાઓ આવી શકે. તેની અસર તમારા કામમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થશે. આ વખતે પણ તમે તમારી સર્જનાત્મકતાના કારણે ચર્ચામાં રહેશો. આર્થિક બાબતોમાં પણ આ સપ્તાહ ખૂબ જ સારું રહેશે. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. ભગવાનની ઉપાસનામાં થોડો સમય પસાર કરવો તમારા માટે ફળદાયક સાબિત થશે. ભગવાન શિવની પૂજા કરો.

વૃશ્ચિક

આ અઠવાડિયામાં તમારે તમારી મનમાંથી જૂની વાતોને દૂર કરવી પડશે. તમારી નિરાશાનું એક કારણ એ પણ હોય શકે છે કે તમે સતત એવી તકો વિશે વિચારો છો જે તમારા હાથમાંથી નીકળી ગઈ છે. અહીં તમારે પોતાને ખાતરી આપવી પડશે કે જે પસાર થયું તે ભૂતકાળ છે. હવે સમય આગળ વધવાનો છે. તેથી સકારાત્મકતા સાથે આગળ વધવું વધુ સારું રહેશે. જો કે તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે. ખર્ચ વધી શકે છે. ઘરના લોકો માટે સમય કાઢવો જોઈએ. તમારી ખુશી અને સમૃદ્ધિ માટે કામના કરો. ટુંક સમયમાં તમને સમસ્યાઓનું સમાધાન મળશે.

ધન

આ અઠવાડિયે તમે તમારી જાત સફળ થતી જોશો. કોઈના નકારાત્મક પ્રભાવમાં આવી જવું નહીં. સતત સકારાત્મક વિચાર કરવા અને સકારાત્મક કાર્ય જ કરવાનો પ્રયાસ કરવો વધુ સારું રહેશે. તમે જે કામ કરો છો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરો અને ધ્યાન તેના પર જ કેન્દ્રીત કરો. પૈસા સંબંધિત બાબતો માટે સમય અનુકૂળ છે. તમારી જાત ઉપર વિશ્વાસ રાખો ટુંક સમયમાં તમે તમારી સમસ્યાઓને હલ કરી શકશો. તમારે પોતાની જાત પર થોડું સંતુલન બનાવવાની જરૂર છે.

મકર

આ અઠવાડિયે તમે આર્થિક રીતે ઘસાસો, દવાઓ પર ખર્ચ વધશે. આ સિવાય કેટલાક અન્ય ખર્ચ પણ વધી શકે છે. તમે તમારી જાત પર ઘણી બધી જવાબદારીઓ લઈ રહ્યા છો. તમારી આ અઠવાડિયે તમારા માટે સમય કાઢવો જરુરી છે. તમે તમારા કામનો આનંદ માણશો. ધીરે ધીરે આ કામોને પૂર્ણ કરતા રહો અને આગળ વધો. તમે પ્રકૃતિ સાથે થોડું જોડાણ અનુભવશો. જો શક્ય હોય તો ગણેશજીની પૂજા કરો.

કુંભ

તમે બિનજરૂરી બાબતો વિશે ખૂબ વિચારી રહ્યા છો અને આ રીતે તમારો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો છે. આ ક્ષણે તમારા હાથમાં જે કાર્ય છે તેના વિશે વિચારવું વધુ સારું રહેશે. તમારી પાસે જે નથી તેના વિશે વિચારવું નકામું છે. થોડા તકવાદી બનો, સંપત્તિથી ફાયદો પણ છે. પરંતુ તમારે તમારી જાત ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે.

મીન

આ અઠવાડિયે તમારી આવક અને ખર્ચમાં સંતુલન રાખવામાં તમને મોટી સફળતા મળશે. તમને ભૂતકાળમાં જે પણ મુશ્કેલ લાગ્યું હતું, તે જ વસ્તુઓ હવે તમારા માટે સરળ રહેશે. આ સપ્તાહ તમારા માટે સારું રહેશે. ધન લાભ થવાનો છે. પરંતુ તે જ સમયે ખિસ્સા પર પણ ખર્ચનો ભાર પણ વધશે. ધ્યાન કરવાથી તમે શાંતિનો અનુભવ કરશો. જીવનમાં કે કાર્યક્ષેત્રમાં નવો વળાંક આવશે. જો કે તે તમારા માટે લાભકારક સાબિત થશે. તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરો.

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ