અક્ષય, સલમાન અને રણવીરને પાછા પાડ્યા અજય દેવગની તાનાજીઃ ધ અનસંગ વોરિયર ફિલ્મે

તાનાજીઃ ધ અનસંગ વોરિયર ફિલ્મે બોલીવૂડના બધા જ સુપરસ્ટાર્સની ફિલ્મોના રેકોર્ડ તોડ્યાઃ બોક્ષ ઓફિસ પર મચાવી ધૂમ

image source

અક્ષય, સલમાન અને રનવીરને પાછા પાડ્યા અજય દેવગની તાનાજીઃ ધ અનસંગ વોરિયર ફિલ્મે

image source

તાનાજીઃ ધ અનસંગ વોરિયર ફિલ્મે બોક્ષઓફિસ પર ટંકશાળ પાડી છે. અજય, કાજોલ અને સૈફ અલી ખાન અભિનિત આ ફિલ્મે અજયને કરાવી કરોડોની કમાણી. હાલ આ ફિલ્મનું દેશના થિયેટર્સમાં ચોથું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હજુ પણ સિનેરસિયાઓનો પ્રવાહ ચાલુ જ છે.

તાનાજી ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ સારો દેખાવ કરી રહી છે. અને આ સાથે વર્ષ 2019-2020ની પાંચ સૌથી વધારે કમાણી કરનારી બોલીવૂડ ફિલ્મોમાં પોતાનું નામ સમાવિષ્ટ કરી લીધું છે.

image source

બોક્ષ ઓફિસના તાજા આંકડાઓ પર ધ્યાન કરીએ તો તાનાજીઃ ધ અનસંગ વોરિયર ભારત સહિત સમગ્ર વિશ્વમાં માત્ર 26 જ દિવસમાં 324 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાંથી 295 કરોડ માત્ર ભારતમાં અને 4.1 મિલિયન ડોલર વિદેશમાંથી કમાવ્યા છે. અને આ સાથે આ ફિલ્મ ચોથા ક્રમે આવી ગઈ છે.

mage source

ટોપ ફાઈવના લીસ્ટની વાત કરીએ તો આ લિસ્ટમાં ટોપ પર હૃતીક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોર છે. જેણે 442.41 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યાર બાદ નંબર આવે છે કબીર સિંઘનો જેમાં શાહીદ કપૂરે અભિનય કરેલો. આ ફિલ્મ 372.49 કરોડના કલેક્શનથી આ યાદીમાં બીજું સ્થાન ધરાવે છે.

image source

ત્રીજા સ્થાને છે વિકી કૌશલ અભિનિત ફિલ્મ ઉરીઃ ધ સર્જીકલ સ્ટ્રાઇક જેણેને 338.39 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને ચોથા સ્થાને ઉપર જણાવ્યું તે પ્રમાણે તાનાજીઃ ધ અનસંગ વોરિયર છે જ્યારે પાંચમાં સ્થાને સલમાન ખાનની ભારત છે – જેણે 308.70 કરોડની કમાણી કરી છે.

image source

બાકીની ફિલ્મોની વાત કરીએ તો છઠ્ઠા ક્રમે અક્ષય કુમારની ગુડ ન્યુઝ છે જેણે 304.12 કરોડની કમાણી 35 દિવસમાં કરી હતી. તો હાઉસફુલ 4 – રૂપિયા 295.80 કરોડની કમાણી કરી હતી. મિશન મંગલે રૂપિયા 279.68 કરોડની કમાણી કરી હતી. તો ગલી બોય ફિલ્મે 230.53 કરોડની કમાણી કરી હતી.

image source

અને સલમાન ખાનની ફિલ્મ દબંગે રૂપિયા 217.84 કરોડની કમાણી કરી હતી અને તેનું સ્થાન આ યાદીમાં દસમું છે. અગિયારમા સ્થાન પર સુપર 30 છે જેણે 205.34 કરોડની કમાણી કરી હતી.

image source

જ્યારે છીછોરે ફિલ્મે 203.63 રૂપિયાની કમાણી કરી હતી. અક્ષય કુમારની કેસરીએ 201.30 કરોડની કમાણી કરી હતી. તો આયુશ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લે – 195.43 કરોડની કમાણી કરી હતી. પ્રભાસની બોલીવૂડ ડેબ્યુ ફિલ્મ સાહોએ રૂપિયા 192.62 કરોડની કમાણી કરી હતી.

image source

જો તાનાજી ધ અનસંગ વોરિયરનું પ્રદર્શન આવુંને આવું ચાલતુ રહેશે તો તે દેશની 18મી અથવા તો 19મી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ ગણાશે. પણ ટોપ 15ના લિસ્ટમાં ચાર ફિલ્મો અક્ષય કુમારની છે.

image source

આમ માત્ર અક્ષય કુમારની જ ફિલ્મોનો આંકડો ગણવામાં આવે તો 980 કરોડ રૂપિયાની વૈશ્વિક કમાણી તેણે કરી છે. માટે બોક્ષ ઓફિસનો સુપર સ્ટાર તો અક્કી જ કહેવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ