કોરોના વાયરસ ફેલાઇ ગયો છે દુનિયાના આ 25 દેશમાં, જાણો અને ચેતો તમે પણ

દુનિયાના ૨૪ દેશોમાં કોરોના વાઇરસે પગપેસારો કરી લીધો છે.

image source

ચીનની બહાર અત્યાર સુધી બે લોકોની કોરોના વાઇરસથી મૃત્યુ થઈ ચૂકી છે. ચીનની બહાર પહેલી મોત ફિલિપિન્સમાં થઈ હતી જ્યારે બીજી મોત હોંગકોંગમાં થઈ.

ચીનથી શરૂ થયેલ કોરોના વાઇરસનો કેહેર આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. કોરોના વાઇરસથી ચીનમાં અત્યાર સુધી ૬૩૬ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે ૩૧ હજારથી વધારે કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે. ચીનમાં ફક્ત ગુરુવારના દિવસે જ ૭૩ લોકોના મૃત્યુ થયા છે.

image source

ચીનના હુબેઈ પ્રાંતના વુંહાન શહેર કોરોના વાઈરસનું કેન્દ્ર બનેલું છે. દુનિયાના કેટલાક દેશોએ ચીન માટે ઉડાન રદ કરી દીધી છે. જ્યારે કેટલાક દેશ એરલીફ્ટ કરીને પોતપોતાનાં નાગરિકોને ચીનથી કાઢી રહ્યા છે. ચીનમાં રહેતા ૧૦ બીજા ભારતીયો ભારત આવવા ઈચ્છે છે. વિદેશ મંત્રાલય તેમના સંપર્કમાં છે.

image source

દુનિયાના ૨૪ દેશોમાં કોરોના વાઇરસે પગપેસારો કરી લીધો છે. ચીનની બહાર અત્યાર સુધી બે લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનની બહાર પહેલી મોત ફિલિપિન્સમાં થઈ હતી જ્યારે બીજી મોત હોંગકોંગમાં થઈ.

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓના અહેવાલમાં જણાવે છે કે ગુરુવારના ચીનમાં કોરોના વાઈરસથી ૭૩ લોકોના મોત થયા છે અને મૃત્યુનો આંક ૬૩૬ સુધી પહોંચી ગયો છે. જ્યારે કન્ફર્મ કેસની સંખ્યા ૩૧૧૬૧ થઈ ગઈ છે.

image source

ચીનમાં ફક્ત હુબેઈ પ્રાંતના વુંહાન શહેરમાં ગુરુવારના રોજ ૬૯ લોકોના મોત થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન મુજબ ગુરુવારે ૩૧૪૩ નવા કન્ફર્મ કેસ સામે આવ્યા છે.

image source

ચીનના ૩૧ પ્રાંત કોરોના વાઈરસથી પ્રભાવિત છે. એમાં સૌથી વધારે હુબેઈ પ્રાંત છે. હવે જિલીન, હેનન, ગૂગડોંગ માં પણ નવા કેસ સામે આવ્યા છે. ગુરુવારના રોજ કોરોના વાઇરસના કુલ ૧૫૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ચીન કોરોના વાઇરસ થી લડવા માટે યુધ્ધ સ્તર પર કામ કરી રહી છે.

image source

આ બધાની વચ્ચે ચીનમાં ૧૫૦૦ બેડવાળા હોસ્પિટલ બનાવીને તૈયાર થઈ ગયું છે. આની પહેલા વુંહાનમાં ૧૦ દિવસોમાં ૧૦૦૦ બેડવાળી હોસ્પિટલ તૈયાર કરી લીધી હતી.

ભારત પોતાના ૬૪૭ લોકોને એરલીફ્ટ કરીને પરત ઈન્ડિયા લાવી ચૂક્યા છે. ભારતની એર ઈન્ડિયા અને ઇંડિગોએ ચીન માટે પોતાની ઉડાનો રદ્દ કરી દીધી છે.

દુનિયાના આ દેશોમાં કેટલા કન્ફર્મ કેસ:

image source

કોરોના વાઇરસથી ચીન પછી હોંગકોંગમાં ગુરુવાર સુધી કુલ ૧૭ કેસ અને મકાઉમાં ૧૦ કન્ફર્મ કેસ સામે આવ્યા છે. જ્યારે ભારતમાં ૩ પોઝેટિવ કેસ સામે આવ્યા છે અને આ ત્રણ કેસ કેરળના છે.

image source

ત્યાંજ જાપાનમાં અત્યાર સુધી ૩૪ કન્ફર્મ કેસ, થાઈલેન્ડમાં ૨૫ કન્ફર્મ કેસ, સિંગાપુરમાં ૨૪ કન્ફર્મ કેસ, સાઉથ કોરિયામાં ૧૯ કન્ફર્મ કેસ, ઓસ્ટ્રેલિયામાં ૧૪ કન્ફર્મ કેસ, જર્મનીમાં ૧૨ કન્ફર્મ કેસ, અમેરિકામાં ૧૧ કન્ફર્મ કેસ, તાઇવાનમાં ૧૧ કન્ફર્મ કેસ, મલેશિયામાં ૧૦ કન્ફર્મ કેસ, વિયેતનામમાં ૧૦ કન્ફર્મ કેસ, ફ્રાન્સમાં ૬ કન્ફર્મ કેસ, યુએઇમાં ૫ કન્ફર્મ કેસ, કેનેડામાં ૪ કન્ફર્મ કેસ સામે આવ્યા છે.

image source

આ સિવાય ફિલિપિન્સમાં ૩ કન્ફર્મ કેસ, ઇટલીમાં ૨ કન્ફર્મ કેસ, બ્રિટનમાં ૨ કન્ફર્મ કેસ, બેલ્જિયમમાં ૧ કન્ફર્મ કેસ, નેપાળમાં ૧ કન્ફર્મ કેસ, શ્રીલંકામાં ૧ કન્ફર્મ કેસ, સ્વીડનમાં ૧ કન્ફર્મ કેસ, સ્પેનમાં ૧ કન્ફર્મ કેસ, કમ્બોડિયામાં ૧ કન્ફર્મ કેસ, અને ફિનલેન્ડમાં ૧ કન્ફર્મ કેસ સામે આવ્યો છે.

ભારત અલર્ટ, ચીની નાગરિકોના વિઝા સસ્પેન્ડ:

image source

આ વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારએ જણાવ્યું છે કે ચીનમાં નિવાસ કરી રહેલા ૧૦ અન્ય ભારતીયો ભારત આવવા ઈચ્છે છે. અમે સતત એમના સંપર્કમાં છીએ. કોરોના વાઇરસના કારણે ભારતે સખત પગલાં લીધા છે.

image source

દુનિયાના કોઈપણ ખૂણેથી આવનાર ચીની નાગરિકોને ૫ ફેબ્રુઆરી પહેલા જારી કરાયેલ બધા વિઝાને નીલંબિત કરી દીધા છે. એમાં નિયમિત અને ઈ-વિઝા સામેલ છે. જો કે હોંગકોંગ, મકાઉ અને તાઇવાનને ચીની પાસપોર્ટ ધારકોને છૂટ આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ