કપિલના..શોમાં અર્ચના પૂરણ સિંહને તેડવું કાર્તિક આર્યનને ભારે પડ્યું, જોઇ લો વિડીયોમાં

કાર્તિક આર્યન અને સારા અલી ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘લવ આજકલ’ના પ્રચારમાં લાગેલા છે.

image source

આ ફિલ્મના પ્રમોશન માટે બંને કપિલ શર્માના શો પર પહોંચે છે. કપિલના સવાલ-જવાબનો સિલસિલો ચાલી રહ્યો હતો કે ત્યારે કપિલ કાર્તિક આર્યનને એક્ટ્રેસ અર્ચના પૂરન સિંહને ઉઠાવવાની ચેલેન્જ આપી દે છે. કાર્તિક આ ચેલેન્જ પૂરી તો કરી દે છે, પરંતુ ત્યારપછી સેટ પર પડી જાય છે. આ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN ( VEER ) (@kartikkafan) on

‘ધ કપિલ શર્મા શો’ પર કાર્તિક ખુલાસો કરતાં એ પણ જણાવે છે કે એકવાર વેલેન્ટાઇન ડે પર તે પોતાની ગર્લફ્રેન્ડને મળવા રેસ્ટોરન્ટ ગયા હતા. મને પોતાના કોઈ પરિવારના સદસ્ય કે સંબધી દ્વારા પકડાઈ જવાનો ડર હતો.

image source

અમે આસપાસ ખૂબ ફરતા હતા, પરંતુ પકડાઈ જવાનો ડર અમને હમેશા રહેતો હતો. કેટલીકવાર પકડાઈ જવા પર હું પોતાની એ ગર્લફ્રેન્ડને પોતાની કજિન જણાવી દેતો હતો.

image source

‘લવ આજકાલ’ ફિલ્મ વેલેન્ટાઇન ડે ના અવસર પર રીલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિક અને સારાની સાથે આરુષિ શર્મા પણ છે, જે કાર્તિકની સાથે ૧૯૯૦ ની લવ સ્ટોરીમાં જોવા મળશે.

image source

આ ફિલ્મમાં બે લવ સ્ટોરી બતાવવામાં આવી છે. એક ૧૯૯૦ ની છે, જ્યારે કાર્તિક સ્કૂલમાં હોય છે અને બીજી ૨૦૨૦ ની. કાર્તિકને સારા અલી ખાન સાથે પ્રેમ થઈ જાય છે, જેના માટે કરિયર ખૂબ મહત્વનું છે, પરંતુ કાર્તિક તેના દિલમાં જગ્યા બનાવી જ લે છે.

image source

સ્કૂલના દિવસોની લવ સ્ટોરીમાં કાર્તિકનો લુક ખૂબ જ ક્યૂટ છે તો ત્યાંજ સારા અલી ખાનની વાત કરીએ તો તે ટ્રેલરમાં ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે.

image source

આ લવ સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે સારા કહેતી જોવા મળે છે કે તે કરિયર અને કાર્તિકમાં તાલમેલ નથી બેસાડી શકતી અને બંનેનો સંબંધ તૂટવાની કગારે આવી જાય છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા પણ ખાસ ભૂમિકામાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ