તમને પણ રાતે ઊંઘતા સમયે આવે છે આ પ્રકારના સપના, તો ખુલી શકે છે….

મિત્રો, આપણા જીવનમા શાસ્ત્રોનુ વિશેષ મહત્વ છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા જીવન સાથે સંકળાયેલી અમુક એવી રહસ્યમયી બાબતો અંગે જણાવવામા આવ્યુ છે, જેનુ જ્ઞાન આપણને મળી જાય તો આપણે આપણા જીવનની તમામ મુશ્કેલ સ્થિતિઓમાથી સરળતાથી બહાર નીકળી શકીએ છીએ.

image source

આપણા પૌરાણિક શાસ્ત્રોમાંના એક શાસ્ત્ર સ્વપ્ન જ્યોતિષ મુજબ જ્યારે આપણે રાતે ગાઢ ઊંઘમાં હોઈએ છીએ, ત્યારે સ્વપ્નો આપણને ભવિષ્યની ઘટનાઓ વિશે પહેલેથી જ જાગૃત કરે છે. કેટલાંક સ્વપ્નો એક સારી નિશાની છે, તો કેટલાક અશુભ ઘટનાઓ તરફ આંગળી ચીંધી રહ્યા છે.

image source

સ્વપ્ન જ્યોતિષ સ્વપ્નોને વિગતવાર સમજાવે છે. આજે અમે તમને કેટલાક એવા સપના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે આપણને ભવિષ્યમાં બનેલી અશુભ ઘટનાઓ વિશે પહેલેથી જ ચેતવણી આપે છે.

image source

જો તમે સ્વપ્નમાં તમારી જાતને યાત્રા કરતા જુઓ છો, તો તમારી સાથે કંઈક ખરાબ થવાની શક્યતા છે. આ સિવાય જો સ્વપ્નમાં શરીરનો એક ભાગ કાપી નાખવામાં આવે, તો તમારા એક સંબંધી નજીકના ભવિષ્યમાં મૃત્યુ પામી શકે છે.

image source

આ ઉપરાંત જો કોઈ સ્ત્રી સ્વપ્નમાં પોતાની જાતને ઘર સાફ કરતી જુએ તો તેને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય જો કોઈ બિઝનેસમેન સ્વપ્નમાં પોતાની જાતને દેવાળિયા જાહેર કરે તો ટૂંક સમયમાં તેણે વ્યવસાયમા ધનહાનીનો સામનો કરવો પડી શકે છે.

image source

જો તમે સ્વપ્નમા આખલાને તમારી પાછળ દોડતો જોઈ રહ્યા છો તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિ સ્વપ્નમા પોતાની જાતને નગ્ન અવસ્થામા જુએ છે તેણે આવનાર સમયમા અપમાન અને ધંધાની ખોટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિ સ્વપ્નમાં પોતાની જાતને હસતી કે નૃત્ય કરતી જુએ છે, તે કાયદાકીય કેસમા પકડાઈ શકે છે.

image source

જો તમે સ્વપ્નમા ભેંસને જોશો તો તમે મૃત્યુ પામશો. ભેંસને યમરાજનું વાહન માનવામાં આવે છે. યમરાજ ભેંસમાં પોતાના દૂત લઈને આવે છે. જો તમે બીમાર છો અને કોઈને ઊંચી જગ્યાએથી કૂદતા જુઓ છો, તો તમે આવનાર સમયમા કોઈ મોટી બીમારીથી પીડાઈ શકો છો.

image source

જો તમે સ્વપ્નમાં કંઈક ઊડતું જોશો તો તમે સમજી લો કે તમે તમારી બધી ચિંતાઓથી ખુબ જ જલદી છુટકારો મેળવી શકશો. જો તમે સ્વપ્નમા કોઈ ભિખારી, રાજા, દેવતા કે બ્રાહમણને જુઓ છો તો તેનો અર્થ એવો થાય છે કે, તમારા શરીરમા રહેલી કોઈ બીમારી કે પીડા હોય તો તેનો અંત આવશે અને આવનાર થોડા જ દિવસોમા તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઇ જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ