સટાસટ પેટ પરની ચરબી ઓગાળવી છે? તો શિયાળામાં ભૂલ્યા વગર પીવો આ પાણી

મિત્રો, ઠંડીની ઋતુમા વધુ પડતુ ખાવાથી અને આખો દિવસ બેસી રહેવાથી તમારા વજનમા અનેકગણો વધારો થઇ જાય છે. જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો તમામ હાનિકારક પદાર્થોથી શરીરને ડિટોક્સ કરવુ જરૂરી છે. જો વધુ પડતુ તળેલુ ખાઈને તમારુ વજન વધી ગયુ હોય તો તેને ઘટાડવા માટે અમુક ઘરેલુ ઉપાય કરવા જરૂરી છે. તમારે કેટલાક સારા પીણાં વિશે જાણવુ જોઈએ જે શરીરને ડિટોક્સ કરીને વજન ઓછુ કરે છે.

image source

જો કે, વજન ઘટાડવુ એ સરળ કામ નથી. શરીરને ડિટોક્સિફાય કરવામા થોડો સમય લાગે છે. આનુ કારણ એ છે કે, તમામ ચરબીયુક્ત ખોરાક અને ઝેર શરીરના ચયાપચયના દરને સીધી અસર કરે છે, જેના કારણે ભવિષ્યમા વજન ઘટાડવું મુશ્કેલ બની જાય છે. આ વધારાના વજનને ઘટાડવાની એક સરળ રીત એ છે કે, તમારા આહારમાં ફેરફાર કરવો.

image source

ભોજનમા ડિટોક્સ ડ્રિંક્સ ઉમેરવાથી અનેકવિધ લાભ થઈ શકે છે. તુલસી અને અજવાઈનનુ પાણી તમને ઝડપથી વજન ઘટાડવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે.આ પાણી સરળ ડિટોક્સ પાણીની જેમ મદદ કરે છે, જેમાં વિવિધ પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તે વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો આ પીણા વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

તુલસી અને અજવાઈનનુ પીણુ કેવી રીતે તૈયાર કરવુ?

image source

એક ચમચી સૂકી અજવાઈનને એક ગ્લાસ પાણીમા આખી રાત માટે પલાળીને રાખી મુકો. ત્યારબાદ બીજા દિવસે ૪-૫ તુલસીના પાંદડા સાથે અજવાઈનને પાણીમા ઉમેરીને તેને ઉકાળો. ત્યારબાદ આ પાણીને ગ્લાસમાં નીતારીને ગરમ કે ઠંડુ પીવો. આ પીણાને તમારે નિયમિત સવારે પીવુ જોઈએ પરંતુ, તેનુ વધારેપડતું સેવન કરવાનુ ટાળવું જોઈએ કારણકે, તેનુ વધુ પડતુ સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

લાભ :

image source

અજવાઈનમા પુષ્કળ માત્રામા એન્ટીઓકિસડન્ટ સમાવિષ્ટ હોય છે જે શરીરમાંથી ઝેર બહાર કાઢે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમા થાયમોલ પણ સમાવિષ્ટ હોય છે, જે કેલ્શિયમને તમારા હૃદયની બ્લોક વેસલોમા પ્રવેશતા અટકાવે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે. આ ઉપરાંત ખાંસી અને શરદી જેવી શ્વાસની સમસ્યાઓમા રાહત આપવા માટે પણ અજવાઈન ફાયદાકારક સાબિત થઇ શકે છે.

image source

જ્યારે આ પીણામા સમાવિષ્ટ તુલસીની વાત કરીએ તો તે આપણા શરીર માટે કુદરતી ડિટોક્સ જેવુ કામ કરે છે. તે પણ આપણા શરીરને તમામ હાનિકારક ઝેરથી સાફ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચનતંત્ર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત તુલસીના પાન શરીરના ચયાપચયના દરને વધારવા માટે જાણીતા છે, તે વધુ કેલરી બર્ન કરવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. માટે જો તમે તમારા શરીરના સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો આ પીણાનુ નિયમિત સેવન કરવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત