આ રવિવારે 2017 પછી પુત્રદા એકાદશીનું વ્રત આવ્યું, આટલા શુભ કાર્યો ખાસ કરો, શુભ સંયોગમાં મળશે આવા ફળો

સંયોગના ખેલ ઉપર ઘણા લોકોનું જીવન ચાલતું હોય છે અને ઘણા લોકો તેમાં માનતા પણ નથી હોતા. પણ સંયોગમા શુભ અને અશુભ એમ બે વાતો રહેલી હોય છે. ત્યારે વાત કરીએ આ રવિવાર એટલે કે 24 જાન્યુઆરીની તો પોષ મહિનાના સુદ પક્ષની એકાદશી છે અને ત્યારે એક સરસ શુભ સંયોગ જોવા મળી રહ્યો છે. કારણ કે 2017 પછી આ વખતે રવિવારે પુત્રદા એકાદશીનું વ્રત આવ્યું છે. તેને પવિત્રા અને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ જો પરંપરાની વાત કરી તો પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવાની અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.

image source

આ દિવસે કયા કયા શુભ કામો કરવા જોઈએ એના વિશે વાત કરીએ તો એકાદશીએ સવારે અને સાંજે બંને સમયે તુલસીને જળ ચઢાવવું અને ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ. તે પછી તુલસીની પરિક્રમા પણ કરવી જોઇએ. ધ્યાન રાખો સાંજના સમયે તુલસીનો સ્પર્શ કરવો નહીં. એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન પછી ૐ સૂર્યાય નમઃ મંત્ર બોલીને ઉગતા સૂર્યને જળ ચઢાવો. ઘરમાં કે કોઇ મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મજીની પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો.

image source

વધારે વિગતે વાત કરીએ તો આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ કરી શકો છો. વ્રત કરનાર ભક્તોએ એક સમય ફળાહાર કરવું જોઇએ. આ દિવસે કોઇ બ્રાહ્મણને ભોજન કરાવવું અને દાન કરાવવું. એકાદશીના એક દિવસ પહેલાં જ તુલસી પાન તોડીને રાખી લેવા જોઇએ. પછી તેને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ચઢાવવા જોઇએ. આ સાથે જ જો વિગતે વાત કરવામાં આવે તો પુત્રદા એકાદશી રવિવારે હોવાથી આ દિવસે સૂર્યદેવની પણ પૂજા ખાસ કરવાની પરંપરા છે.

image source

આ દિવસે વ્રત અને પૂજા કરવાથી સંતાનની ઇચ્છા રાખનાર લોકોની મનોકામના પૂર્ણ થાય એવું પણ કહેવામાં આવે છે. જો વાત કરીએ હિંદુ કેલેન્ડરના પોષ મહિનાની તો તેમાં દેવતા ભગવાન વિષ્ણુ અને સૂર્યને માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન સૂર્યની ભગ સ્વરૂપમાં દિવાકર નામથી પૂજા કરવી જોઇએ એવું કહેવાય છે. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે.

image source

જો આ વાતને ખગોળીય દૃષ્ટિની રીતે જોવામાં આવે તો આ મહિનામાં સૂર્યનો પ્રકાશ ધરતીના ઉત્તર ગોળાર્ધમાં વધારે સમય સુધી રહે છે. એટલે આ દિવસોમાં સૂર્ય પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. પોષ મહિનામાં ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ સ્વરૂપ વ્યક્તિને સારા કર્મનો બોધપાઠ આપે છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણ પણ નારાયણ સ્વરૂપના અવતાર હતાં અ વાત સૌ જાણે છે અને એ જ કારણના લીધે પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત ખાસ માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ